• Gujarati News
  • National
  • Said Mother Kali's Blessings On India, The Country Is Moving Forward With This Spiritual Energy

કાલી વિવાદ વચ્ચે પીએમ મોદીનું નિવેદન:વડાપ્રધાને કહ્યું- ભારત પર માતા કાલીના આશીર્વાદ, આ આધ્યાત્મિક ઉર્જાથી દેશ આગળ વધી રહ્યો છે

નવી દિલ્હી3 મહિનો પહેલા

માતા કાલી પરના પોસ્ટર વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે માતા કાલી સમગ્ર ભારતની ભક્તિનું કેન્દ્ર છે. તેમના આશીર્વાદ હંમેશા દેશ પર છે. દેશમાં માતા કાલીના પોસ્ટર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે વડાપ્રધાનનું આ પહેલું નિવેદન સામે આવ્યું છે.

વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેચરલ ફાર્મિંગ કોન્ક્લેવમાં સંબોધન કર્યું હતુ.. તેમણે બેલુર મઠનો ઉલ્લેખ કર્યો. કહ્યું- જ્યારે પણ મારે ત્યાં જવાનું થતું ત્યારે ગંગાના કિનારે બેઠેલું મા કાલીનું મંદિર દૂરથી દેખાતું હતું. ત્યારે તેમાં મન પરોવાઈ જતુ હતુ.

માતા કાલીના અનંત આશીર્વાદ હંમેશા ભારત પર રહે
પીએમ મોદીએ આગળ કહ્યું- જ્યારે શ્રદ્ધા એટલી શુદ્ધ હોય છે, ત્યારે શક્તિ આપણને સીધું માર્ગદર્શન આપે છે. માતા કાલીના અનંત આશીર્વાદ હંમેશા ભારત પર છે. આજે ભારત આ આધ્યાત્મિક ઉર્જા સાથે વિશ્વ કલ્યાણની ભાવના સાથે આગળ વધી રહ્યું છે.

સ્વામી રામકૃષ્ણ પરમહંસએ મા કાલીના આશિર્વાદ લીધા હતા. તેઓ કહેતા - આ આખું જગત, આ ચલ-અચલ, બધું જ માતાની ચેતનાથી બન્યું છે. આ ચેતના બંગાળની કાલી પૂજામાં પણ જોવા મળે છે. આ ચેતના બંગાળ અને સમગ્ર ભારતની આસ્થામાં દેખાય છે.

લીના મણિમેકલાઈ સામે FIR, લુકઆઉટ સર્ક્યુલર પણ જારી
વાસ્તવમાં, ડિરેક્ટર લીના મણિમેકલાઈએ થોડા દિવસો પહેલા તેની ડોક્યુમેન્ટ્રી કાલીનું પોસ્ટર શેર કર્યું હતું. તેમાં કાલીને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ દેશભરમાં વિવાદ શરૂ થયો છે.

તેમણે બીજી પોસ્ટ કરી હતી, જેમાં શિવ અને પાર્વતીને પણ સિગારેટ પીતા બતાવવામાં આવ્યા હતા. જો કે આ તસવીર તેની ફિલ્મ સાથે જોડાયેલી ન હતી. લીના વિરુદ્ધ ઘણા રાજ્યોમાં કેસ નોંધાયેલા છે. આ સાથે ટ્વિટરે તેનું એકાઉન્ટ બ્લોક કરવાની પણ માંગ કરી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની ક્રાઈમ બ્રાન્ચે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે.

ઉત્તરાખંડમાં FIR નોંધાઈ
ઉત્તરાખંડના હરિદ્વારમાં લીના મણિમેકલાઈ અને અન્ય 10 લોકો સામે પણ FIR નોંધવામાં આવી છે. હિંદુ યુવા વાહિનીના વિક્રમ સિંહ રાઠોડે કાલી ફિલ્મના પોસ્ટરો દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના મામલે કનાકલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.

જે 11 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં લીના મણિમેકલાઈની સાથે એસોસિએટ પ્રોડ્યુસર આશા પોન્નાચન, સહ લેખક અને સંપાદક શ્રવણ સહીત ફિલ્મના ક્રૂનો સમાવેશ થાય છે.

આયોજકોએ માફી માંગી, સ્ક્રીનિંગ પણ બંધ કરી દીધું
આ મામલે વધી રહેલા વિવાદને જોતા વિદેશ મંત્રાલયે પણ નિવેદન બહાર પાડ્યું હતું. ત્યારપછી કેનેડાના ઓટાવામાં આ ફિલ્મ સ્ક્રીનિંગ સાથે જોડાયેલા આયોજકોએ માફી માંગી હતી. તેમણે ફિલ્મનું પ્રદર્શન પણ અટકાવી દીધું હતું. ત્યાં આ બાબતે એફઆઈઆર નોંધવા પર તેમણે કહ્યું કે આ ઘરનો મામલો છે.

અન્ય સમાચારો પણ છે...