• Gujarati News
 • National
 • Said Many States Have Suffered Due To Lumpy, Every Animal Will Be Vaccinated By 2025

PM મોદીએ વર્લ્ડ ડેરી સમિટનું કર્યું ઉદઘાટન:કહ્યું- લમ્પીને કારણે ઘણાં રાજ્યોને નુકસાન થયું છે, 2025 સુધીમાં દરેક પશુને રસી આપી દેવાશે

19 દિવસ પહેલા
 • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્રેટર નોઈડામાં વર્લ્ડ ડેરી સમિટ-2022નું ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ કહ્યું, "છેલ્લા ઘણા સમયથી ભારતનાં ઘણાં રાજ્યોમાં લમ્પી નામની બીમારીને કારણે પ્રાણીઓને નુકસાન થયું છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે મળીને એને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અમારા વૈજ્ઞાનિકોએ લમ્પી રોગની સ્વદેશી રસી વિકસાવી છે. અમે પ્રાણીઓના સાર્વત્રિક રસીકરણ પર પણ ભાર આપી રહ્યા છીએ.

તેમણે કહ્યું, "અમે સંકલ્પ કર્યો છે કે 2025 સુધીમાં અમારી પાસે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ અને બ્રુસેલોસિસ માટે 100 ટકા રસી હશે. અમે આ દાયકાના અંત સુધીમાં આ રોગોથી સંપૂર્ણપણે મુક્ત થવાનું લક્ષ્ય રાખીએ છીએ." 50 દેશના પ્રતિનિધિઓ, 800 ખેડૂત સહિત લગભગ 1500 પ્રતિનિધિએ સમિટમાં ભાગ લીધો.

વર્લ્ડ ડેરી સમિટ-2022ના ઉદઘાટન દરમિયાન લગભગ 800 ખેડૂત પણ પહોંચ્યા હતા.
વર્લ્ડ ડેરી સમિટ-2022ના ઉદઘાટન દરમિયાન લગભગ 800 ખેડૂત પણ પહોંચ્યા હતા.

8 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 44%નો વધારો થયો છે
PMએ કહ્યું, "2014થી અમારી સરકારે ભારતના ડેરીક્ષેત્રની ક્ષમતા વધારવા માટે કામ કર્યું છે. આજે એનું પરિણામ દૂધ ઉત્પાદનમાંથી ખેડૂતોની આવકમાં વધારો છે. 2014માં ભારતમાં 146 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થયું હતું. 2022માં એ વધીને 210 મિલિયન ટન થઈ ગયું છે. આ 8 વર્ષમાં લગભગ 44%નો વધારો થયો છે."

આ સમિટમાં દેશભરની તમામ દૂધ કંપનીઓએ એક પ્રદર્શન મૂક્યું છે.
આ સમિટમાં દેશભરની તમામ દૂધ કંપનીઓએ એક પ્રદર્શન મૂક્યું છે.

ડેરી સેક્ટરમાં 70% મહિલાઓ
પીએમ મોદીએ કહ્યું, "મહિલા શક્તિ ભારતના ડેરી સેક્ટરમાં 70% વર્કફોર્સનું પ્રતિનિધિત્વ કરે છે. મહિલાઓ ભારતના ડેરી સેક્ટરની અસલી લીડર છે. એટલું જ નહીં, ભારતની ડેરી કો-ઓપરેટિવમાં ત્રીજા ભાગથી વધુ મહિલાઓ પણ છે."

આ સમિટમાં લગભગ 50 દેશના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહ્યા છે. તેમને ગાય અને ભેંસની ભારતીય જાતિ વિશે જણાવવામાં આવશે.
આ સમિટમાં લગભગ 50 દેશના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહ્યા છે. તેમને ગાય અને ભેંસની ભારતીય જાતિ વિશે જણાવવામાં આવશે.

નાના ખેડૂતો ભારતમાં ડેરીક્ષેત્રનું પ્રેરક બળ છેઃ મોદી
તેમણે વધુમાં કહ્યું હતું, "ડેરીક્ષેત્રની ક્ષમતા માત્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાને જ વેગ આપે છે, પરંતુ એ વિશ્વભરના કરોડો લોકો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત પણ છે. ભારતમાં ડેરીક્ષેત્રનું પ્રેરક બળ નાના ખેડૂતો છે." આજે ભારતમાં ડેરી સહકારી સંસ્થાઓનું આટલું વિશાળ નેટવર્ક છે, એનું ઉદાહરણ સમગ્ર વિશ્વમાં મળવું મુશ્કેલ છે.

દેશભરની દૂધ કંપનીઓ પ્રદર્શનનું આયોજન કર્યું
6900 ચોરસમીટરની જગ્યામાં પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. અમૂલ, મધર ડેરી, નંદિની જેવી મોટી દૂધ ઉત્પાદક કંપનીઓએ આ પ્રદર્શનમાં તેમના સ્ટોલ લગાવ્યા છે. આ સ્ટોલ દ્વારા કંપનીઓ જણાવે છે કે ભારતમાં શ્વેત ક્રાંતિ કેવી રીતે લાવી. વડાપ્રધાન આજે આ પ્રદર્શનની પણ મુલાકાત લેશે. કુલ 41 દૂધ કંપની વર્લ્ડ ડેરી સમિટને સ્પોન્સર કરી રહી છે.

સમિટના મહત્ત્વના મુદ્દા

 • ભારત વિશ્વને નાના ડેરી ખેડૂતોથી સહકારી રણનીતિ સુધીની તેની પરિવર્તનકારી સફર જણાવશે.
 • સમિટ પહેલાંના ત્રણ દિવસ સુધી બેઠકો યોજાઈ હતી, જેમાં 2 પશુ સાથે 80 મિલિયન
 • ખેડૂતોના આધારે 210 મિલિયન ટન દૂધ ઉત્પાદનની ચર્ચા કરવામાં આવી હતી.
 • 150 વિદેશી અને ભારતીય પ્રવક્તા આ સત્રોને સંબોધશે
 • 'ઇનોવેશન્સ એક્રોસ ડેરી વેલ્યુ ચેઇન' વિષય પર પોસ્ટર સેશન પણ હશે.
 • આ સમિટમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ન્યુઝીલેન્ડ, બેલ્જિયમથી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ આવ્યા છે.

ભારતીય ડેરી સેક્ટર વિશે જાણો

 • ભારત 6% વિકાસ દર સાથે વિશ્વના ડેરીક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. દેશમાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા 427 ગ્રામ પ્રતિ દિવસ છે.
 • દૂધએ દેશની એકમાત્ર સૌથી મોટી કૃષિ કોમોડિટી છે, જેની કિંમત રૂ. 9.32 લાખ કરોડ છે અને એ વિશ્વકક્ષાનો 23% હિસ્સો છે.
 • ભારતમાં 8 કરોડ ખેડૂતો એવા છે, જેમની પાસે બે પશુ છે. આ કારણે ભારત દર વર્ષે 210 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કરે છે.
 • ભારતમાં શ્રેષ્ઠ સ્વદેશી પશુઓ અને ભેંસની જાતિઓનો વૈવિધ્યસભર આનુવંશિક પૂલ છે. અહીં 193 મિલિયન પશુ અને લગભગ 110 મિલિયન ભેંસ છે.
અન્ય સમાચારો પણ છે...