નોર્થમાં પીએમ મોદીનો સાઉથ ઈન્ડિયન લુક:કહ્યું- 'કાશી અને તમિલનાડુ સંગીત-સાહિત્ય, અને કલાના સ્ત્રોત'

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વારાણસી પહોંચ્યા હતા. તેમણે કાશી-તમિલ સંગમમ્ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે કાશીના નિર્માણ અને વિકાસમાં તમિલનાડુએ ઘણું યોગદાન આપ્યું છે. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન, રાજેશ્વર શાસ્ત્રી, પટ્ટાભિરામ શાસ્ત્રી જેવા વિદ્વાનોને BHUથી લઈ વિવિધ જગ્યાએ પોતાની શિષ્યવૃત્તિથી લોકોને નવી દિશા આપી છે.

જો તમે કાશીની મુલાકાત લો છો તો હરિશ્ચંદ્ર ઘાટ પર કાશી કામિકોટિશ્વર પંચાયતન તમિલ મંદિર છે. કેદાર ઘાટ પર કુમારસ્વામી મઠ છે. આ હનુમાન ઘાટ અને કેદારઘાટની આસપાસ મોટી સંખ્યામાં તમિલનાડુના લોકો રહે છે. આપણા દેશમાં નદીઓનું સંગમથી લઈને વિચારોના સંગમ સુધી મોટો મહિમા અને મહત્વ રહ્યું છે. દરેક સંગમમાં પ્રાચીન કાળથી ઉજવણી કરી રહ્યા છે. કાશી-તમિલ સંગમમ પોતાનામાં અજોડ છે.

PM મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM યોગી BHUના એમ્ફી થિયેટર મેદાનમાં બનેલા મંચ પર હાજર.
PM મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM યોગી BHUના એમ્ફી થિયેટર મેદાનમાં બનેલા મંચ પર હાજર.

કાશી-તમિલ સંગમમ્ વારસાને જાળવવામાં મહ્તવપૂર્ણ ભૂમિકા ભજવશે
વડાપ્રધાને કહ્યું કે આપણા દેશમાં સૌરાષ્ટ્ર સોમનાથથી લઈને 12 જ્યોર્તિલિંગને સવારે ઉઠ્યા પછી યાદ કરવાની પરંપરા છે. જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે ગંગા! યમુના! ગોદાવરી! સરસ્વતી! નર્મદા! સિંધુ! એટલે કે દેશની તમામ નદીઓનું સ્મરણ કરીને મંત્રનો જાપ કરીએ છીએ. એટલે કે આખા ભારતની પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની આપણને અનુભૂતિ થાય છે. આપણે આઝાદી પછી આ દેશનો વારસો મજબૂત કરવાનો હતો. પરંતુ, કમનસીબે આ માટે પ્રયત્નો કરવામાં આવ્યા ન હતા.

કાશી-તમિલ સંગમમ આપણને આપણા વારસાને જાળવવામાં અને આપણી સાંસ્કૃતિક એકતાને મજબૂત રાખવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતનું સ્વરૂપ કેવું છે. વિષ્ણુ પુરાણના એક શ્લોક અનુસાર, ભારત હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધીની તમામ વિવિધતાઓને સામેલ કર્યું છે અને તેની દરેક સંતાન ભારતીય છે.

આ તસવીર કાશી-તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન લેવામાં આવી હતી. પીએમ મોદીની વાત સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા.
આ તસવીર કાશી-તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન લેવામાં આવી હતી. પીએમ મોદીની વાત સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા.

હર-હર મહાદેવ... વણક્કમ કાશીથી ભાષણની શરૂઆત કરી
વડાપ્રધાને ભાષણની શરૂઆત હર-હર મહાદેવ... વણક્કમ કાશી... વણક્કમ તમિલનાડુથી કરી. તેમણે કહ્યું કે આજે સમગ્ર ભારતની સામે એક પોતાની સાંસ્કૃતિક રાજધાની કાશી છે. બીજી તરફ, ભારતની પ્રાચીનતાનું કેન્દ્રબિંદુ તમિલનાડુની સંસ્કૃતિ છે. આ સંગમ ગંગા અને યમુનાના સંગમ જેટલો જ પુણ્યશાળી છે. હું કાશી અને તમિલનાડુના લોકો તેમજ દેશના શિક્ષણ મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકારને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. BHU અને IIT મદ્રાસ જેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

ભારતની પ્રાચીનતાનું કેન્દ્રબિંદુ તમિલનાડુની સંસ્કૃતિ છે.
કાશી અને તમિલનાડુના વિદ્વાનો આ આયોજન માટે વિશેષ અભિનંદનને પાત્ર છે. આપણા ઋષિઓએ કહ્યું છે કે એક જ ચેતના જુદા જુદા રૂપમાં પ્રગટ થાય છે. કાશી અને તમિલનાડુને આપણે ફિલોસોફીના સંદર્ભમાં જોઈ શકીએ છીએ. કાશી અને તમિલનાડુ બંને સભ્યતા અને સંસ્કૃતિના કેન્દ્રો છે. બંને વિશ્વની પ્રાચીન ભાષાઓ સંસ્કૃત અને તમિલના કેન્દ્રો છે. કાશીમાં બાબા વિશ્વનાથ છે અને તમિલનાડુમાં ભગવાન રામેશ્વરમના આશીર્વાદ છે. કાશી અને તમિલનાડુ બંને શિવ અને શક્તિ છે. કાશી અને તમિલનાડુ બંને સંગીત, સાહિત્ય અને કલાના સ્ત્રોત છે. કાશીમાં બનારસી સાડીઓ ઉપલબ્ધ છે તો કાંચીપુરમનું સિલ્ક વિશ્વભરમાં પ્રખ્યાત છે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કાશી અને તમિલનાડુના સંબંધો વિશે વાત કરી હતી. કહ્યું કે આપણે વારસાને સાચવવાની જરૂર છે.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કાશી અને તમિલનાડુના સંબંધો વિશે વાત કરી હતી. કહ્યું કે આપણે વારસાને સાચવવાની જરૂર છે.

રામાયણ અને મહાભારત ભારતને સમજવાની સારી તક પૂરી પાડે છે
વડાપ્રધાને કહ્યું કે તમિલ ગ્રંથોમાં વારાણસીના લોકોની પ્રશંસા કરવામાં આવી છે. દક્ષિણની કાશી તરીકે ઓળખાતા તેનકાસીની સ્થાપના થઈ. આ લગાવ હતો કે ધર્મપુરમ અધિનમના ગુરુ કાશી આવ્યા અને તેમણે પોતાનું કેન્દ્ર બનાવ્યું. તમિલનાડુના એક મહાન ગુરુએ કાશીના મણિકર્ણિકા ઘાટ પર લાંબો સમય વિતાવ્યો. રામાનુજાચાર્ય ઋષિએ પણ હિમાલયની યાત્રા દરમિયાન કાશીમાં સમય વિતાવ્યો હતો. ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા લખાયેલ રામાયણ અને મહાભારતમાં ભારતીય તત્વજ્ઞાનને સમજવાની સારી તક મળે છે. અમારા એક ગુરુએ પણ અમને આ વાત સમજાવી હતી.

આપણે તમિલના વારસાને સાચવીને સમૃદ્ધ બનાવવો છે
વડાપ્રધાને કહ્યું કે આજે ભારતે તેના વારસામાં ગૌરવના પંચપ્રાણને સામે રાખ્યો છે. વિશ્વના કોઈપણ દેશ પાસે પ્રાચીન વારસો હોય તો તે તેના પર ગર્વ અનુભવે છે. એ પ્રાચીન વારસાને દુનિયા સમક્ષ રાખે છે. આપણી પાસે વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ પણ છે. આજ સુધી આ ભાષા એટલી જ પોપ્યુલક અને અલાઇવ છે. જ્યારે દુનિયાના લોકોને ખબર પડે છે કે દુનિયાની સૌથી જૂની ભાષા ભારતમાં છે તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ, તેમના ગુણગાન ગાવામાં આપણે પાછળ રહીએ છીએ.

આપણા 130 કરોડ દેશવાસીઓની જવાબદારી છે કે આપણે તમિલ વારસાને સાચવવી અને તેને સમૃદ્ધ કરવી છે. જો આપણે તમિલને ભૂલી જઈએ તો પણ આ દેશને નુકસાન થશે. જો આપણે તમિલોને બંધનમાં રાખીશું તો પણ દેશને નુકસાન થશે. ભાવનાત્મક સંબંધોને મજબૂત રાખવાની જવાબદારી આપણી છે. કાશી-તમિલ સંગમ એ શબ્દો કરતાં અનુભવનો વિષય છે. કાશીના મારા રહેવાસીઓ તમારું સ્વાગત કરવામાં કોઈ કસર છોડશે નહીં. હું ઈચ્છું છું કે આવા કાર્યક્રમો તમિલનાડુ અને અન્ય દક્ષિણી રાજ્યોમાં પણ યોજાય. દેશના લોકોએ એકબીજાને ઓળખવા જોઈએ. આ બીજ આગળ રાષ્ટ્રીય એકતાનું વટવૃક્ષ બનશે.

તમિલ લગ્ન પરંપરામાં કાશી યાત્રાનો ઉલ્લેખ
તમિલનાડુ એ સંત તિરુવલ્લુવરની પવિત્ર ભૂમિ છે. બંને સ્થાનો ઊર્જા અને જ્ઞાનના કેન્દ્રો છે. આજે પણ તમિલ લગ્ન પરંપરામાં કાશી યાત્રાનો ઉલ્લેખ છે. તમિલનાડુના દિલમાં આ અવિનાશી કાશી માટેનો પ્રેમ છે. આ એક ભારત શ્રેષ્ઠ ભારતનો ખ્યાલ છે જે પ્રાચીન સમયથી અત્યાર સુધી અકબંધ છે.

શર્ટ-લુંગીમાં એરપોર્ટ પર પહોંચ્યા
​​​​​​​
PM નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતીય લુકમાં વારાણસી બાબતપુર એરપોર્ટ પર વિમાનમાંથી ઉતર્યા. પીએમ મોદીએ શર્ટ-લુંગી પહેરી છે. શાલ પણ પહેરી હતી. અહીં તેમનું વણક્કમ કાશી અને હર હર મહાદેવના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ BHU પહોંચ્યા. અહીં તેમણે BHUના એમ્ફીથિયેટર ગ્રાઉન્ડ ખાતે મહિના સુધી ચાલનારા કાશી-તમિલ સંગમનું ઉદ્ઘાટન કર્યું.

પીએમ નરેન્દ્ર મોદીનું રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગીએ અંગવસ્ત્રથી સ્વાગત કર્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીનું રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગીએ અંગવસ્ત્રથી સ્વાગત કર્યું હતું.

પીએમ મોદીએ કાશી અને તમિલનાડુના સંબંધો, વિશ્વાસ અને સંસ્કૃતિ પર આધારિત શોર્ટ ફિલ્મ જોઈ. તમિલનાડુના જાણીતા સંગીતકાર ઇલૈયારાજા અને તેમની ટીમે કાર્યક્રમમાં શિવ ગીત પર પર્ફોર્મન્સ આપ્યું હતું. મોદીએ તમિલ ભાષામાં લખાયેલ ધાર્મિક પુસ્તક તિરુક્કુરલ સહિત કાસી-તમિલ સંસ્કૃતિ પર પુસ્તકોનું વિમોચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...