• Gujarati News
  • National
  • Said Islam Came To The Country By The Sword, Mamata Is Bringing BJP Leaders To TMC In The Same Way

દીદી પર ભડક્યા વિજયવર્ગીય:કહ્યું- તલવારના જોરે ઈસ્લામ દેશમાં આવ્યો, મમતા તે જ રીતે ભાજપના નેતાઓને TMCમાં લાવી રહી છે

ઈન્દોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ મંગળવારે ફરી એક વિવાદીત નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે જે રીતે તલવારના જોરે ઈસ્લામે દેશમાં પ્રવેશ કર્યો હતો, તેવી જ રીતે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓને TMCમાં સામેલ કરે છે. મમતા બેનર્જી દેશના તે નેતાઓની યાદીમાં આવે છે જેઓને પ્રજાતંત્ર પર જરાય વિશ્વાસ નથી.

વિજયવર્ગીયના નિવેદન પર મુસ્લિમ ઉલેમાઓએ નારાજગી વ્યક્ત કરી છે. ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડના અધ્યક્ષ કાઝી સૈયદ અનસ અલી નદવીએ કહ્યું કે રાજકારણ માટે કોઈપણ ધર્મને બદનામ કરવો તે યોગ્ય નથી. હિંદુસ્તાનમાં ઈસ્લામના પ્રસારને પ્રેમ-ભાઈચારાનું ઉદાહરણ ગણાવવામાં આવે છે. આ પ્રક્રિયા ના તો રાજકારણની નૈતિકતામાં સામેલ છે કે ના તો ધર્મની સાંસ્કૃતિક શિક્ષણ આવો કોઈ હુકમ આપે છે.

જમીયત ઉલેમા હિંદ મધ્યપ્રદેશના હાઝી મોહમ્મદ હારુને કહ્યું કે કેટલાંક રાજકીય લોકો પોતાને ચર્ચામાં બનાવી રાખવા માટે ભૂલી ગયા છે કે તેઓ જે કહી રહ્યાં છે, તે પોતાની પાર્ટીની ગાઈડલાઈન વિરૂદ્ધની છે.

પહેલા પોતાની સરકારનું વલણ જોઈ લો: આરિફ મસૂદ
કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદે કહ્યું કે પહેલા તેઓ પોતાની પાર્ટી ભાજપની સરકારની સ્થિતિ પર નજર નાખે. તેઓએ કહ્યું કે કૈલાશ મઝહબ-એ-ઈસ્લામનો ઈતિહાસ વાંચી લે, સમજી લે પછી કોઈ વાત કરે. ઈસ્લામ ધર્મ કોઈની સાથે વેર, વિદ્વેષ કે નફરતનો પાઠ નથી ભણાવતા.

ધનતેરસના દિવસે પૂર્વજોની દુકાનમાં બેઠા વિજયવર્ગીય
વિજયવર્ગીય દર વર્ષે ધનતેરસના દિવસે ઈન્દોરમાં આવેલી પૂર્વજોની દુકાનમાં બેસે છે. આ દરમિયાન તેઓએ ગ્રાહકોને સામાન પણ આપ્યો. તેઓએ કહ્યું મારો જન્મ અને દુકાનનો જન્મ એક સાથે જ થયો હતો. બંને 60 વર્ષના થઈ ગયા છે.

તેઓએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં લૉ એન્ડ ઓર્ડર જેવું કંઈ જ નથી. એક-એક વ્યક્તિ પર 20થી 40 કેસ નોંધાયેલા છે. આ રીતે સરકાર જ્યારે વિપક્ષને કીલ કરવામાં લાગી જાય છે તો વ્યક્તિ ત્યાં કઈ રીતે રહી શકે.

મમતા બેનર્જીને કંઈ પણ કહેવાથી કોઈ ફર્ક પડતો નથી
વિજયવર્ગીયએ કહ્યું કે મમતા બેનર્જીને કહેવાથી કોઈ જ ફર્ક નથી પડતો. તેઓ પોતે પહેલા કોંગ્રેસમાં રહ્યાં, યુવા કોંગ્રેસની પદાધિકારી પણ રહી. કોંગ્રેસના ચરિત્રનો તેઓએ પ્રમાણપત્ર આપવાનો અધિકાર છે કે નહીં તે મને નથી ખબર. દુનિયાભરમાં ભારતના લોકતંત્રની પ્રશંસા થઈ રહી છે, પરંતુ પશ્ચિમં બંગાળમાં લોકશાહી જ નથી. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી દ્વારા ચૂંટણી તૈયારીઓને લઈને તેઓએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે.

જનતાને શું જોઈએ તે પેટાચૂંટણીના પરિણામોએ જણાવી દીધું
તેઓએ કહ્યું કે કોંગ્રેસે ખેડૂત વિરોધી મુદ્દો બનાવ્યો હતો. પેટાચૂંટણીએ સાબિત કરી દીધું કે જનતાની શું રાય છે. મોદીજીને ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે. ખંડવા સહિત વિધાનસભામાં બે સીટ પર ભાજપે જીત મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...