તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Said In Tamil Nadu Congress And DMK Wanted To Stop Jallikattu, Asked In Kerala Which Government Is Raining Sticks On Devotees?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દક્ષિણ મોદીનું ધાર્મિક કાર્ડ:તામિલનાડુમાં કહ્યું- કોંગ્રેસ અને DMK જલ્લીકટ્ટુ બંધ કરવા માંગતુ હતુ, કેરળમાં પૂછ્યું- કઈ સરકાર શ્રદ્ધાળુઓ પર લાકડીઓ વરસાવે છે?

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન મોદીએ મદુરાઇમાં કહ્યું કે તામિલનાડુના લોકોનું મન મોટું છે અને અહીંના લોકોનું મગજ પણ તેજ હોય છે. - Divya Bhaskar
વડાપ્રધાન મોદીએ મદુરાઇમાં કહ્યું કે તામિલનાડુના લોકોનું મન મોટું છે અને અહીંના લોકોનું મગજ પણ તેજ હોય છે.
  • તામિલનાડુમાં મોદીએ કહ્યું- 2024 સુધીમાં દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કેરળના પ્રવાસે છે. મોદી શુક્રવારે સૌ પ્રથમ તામિલનાડુના મદુરાઈ પહોંચ્યા હતા. અહીં નાયબ મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે તેમનું સ્વાગત કર્યું હતુ. અહીં વડાપ્રધાન મોદીએ જલ્લીકટ્ટુ અને સબરીમાલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તામિલનાડુમાં મોદીએ કહ્યું કે 2016નીચૂંટણીમાં DMK અને કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. તેમને શરમ આવવી જોઈએ. અહીના લોકો જલ્લીકટ્ટુને ચાલુ રાખવા ઈચ્છે છે. જલ્લીકટ્ટુ બળદોના દોડની ધાર્મિક પરંપરા છે. સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી દીધી હતી. આ અંગે ઘણો જ વિવાદ થયો હતો.

જ્યારે કેરળમાં મોદીએ કહ્યું કે હું અહીં સમજી નથી શક્યો કે કઈ સરકાર ભક્તો પર લાકડીઓ વરસાવે છે? કઈ સરકાર વારંવાર પોતાના નાગરિકો પર જ હુમલા કરશે. તેમનો ઈશારો સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર થયેલા વિવાદ તરફ હતો. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશની મંજૂરી આપી છે. પરંપરાનો હવાલો આપીને ફેંસલાના વિરોધનાં ઘણા દિવસો સુધી પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

તામિલનાડુ સાથે જોડ્યુ ગુજરાત કનેક્શન
વડાપ્રધાને રેલીમાં સંબોધન કરતાં કહ્યું હતું કે આ ધરતી પર ભગવાન સુંદરેશ્વરની કૃપા છે. અત્યાર સુધી એવી ઘણી ફિલ્મો બની છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે પાણી કેટલું મહત્વનું છે. તેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર નળ જળ યોજના લઈને આવી છે. આ દ્વારા 2024 સુધીમાં દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે.

આ યોજનાથી અત્યાર સુધીમાં 60 લાખ ઘરોમાં પાણી પહોંચી ચૂક્યું છે. તામિલનાડુના લોકો મોટું મન અને મગજ ઘરાવનારા છે. ઘણા વર્ષો પહેલા મારા ગૃહ રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્રથી ઘણા લોકો અહીં આવ્યા હતા. મદુરાઇના લોકોએ તેમને અપનાવ્યા હતા, જે એક ભારતનું જીવતું-જાગતું ઉદાહરણ છે.

પશ્ચિમ બંગાળમાં કહ્યું હતુ- સંભાળ્યું છે કે મમતા કોઈ બીજી બેઠક પરથી લડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પશ્ચિમ બંગાળ અને આસામમાં રેલી કરી હતી. તેમને બંગાળના ઉલબેરિયામાં CM મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતુ. મોદીએ કહ્યું કે તેમને સંભાળ્યું છે કે મમતા કોઈ અન્ય બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવનાર છે. પહેલા તેમણે નંદીગ્રામથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો અને નંદીગ્રામના લોકોને તેને જવાબ આપી દીધો છે. હવે તે કોઈ અન્ય બેઠક પરથી ચૂંટણી લડશે તો પણ બંગાળની જનતા તેને જવાબ આપવા માટે તૈયાર છે.

મહુઆ મોઈત્રાના પલટવાર, વારાણસીથી ચૂંટણી લડશે મમતા
મોદીના આ નિવેદન બાદ TMCના સાંસદ મહુઆ મોઈત્રાએ વડાપ્રધાન પર પલટવાર કર્યો હતો. મહુઆએ સોશિયલ મીડિયા પર લખ્યું હતુ કે વડાપ્રધાન જી, બિલકુલ તે લડશે અને તે બેઠક વારાણસી હશે. એટલા માટે આપ પણ તૈયારી કરો લેજો. આ પહેલા TMCએ વડાપ્રધાનના નિવેદન બાદ મીડિયાને જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી મમતા બેનર્જી કોઈ અન્ય બેઠક પરથી ચૂંટરની લડશે નહીં. તેઓ નંદીગ્રામથી લડ્યા છે અને અહીંથી જ ભારે મતોથી જીતીને ફરીથી રાજ્યની કમાન સંભાળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો