• Gujarati News
  • National
  • Said In Jabalpur If Muslims Are Allowed To Pray, Then Can We Not Abhishek In Shravan Too?

જ્ઞાનવાપી મહાદેવમાં અભિષેકની જાહેરાત:કિન્નર મહામંડલેશ્વરે કહ્યું- મુસ્લિમોને વજૂ કરવાની પરવાનગી, તો શું અમે શ્રાવણમાં પણ અભિષેક ન કરી શકીએ

ભોપાલ21 દિવસ પહેલા

પશુપતિનાથ અખાડાના કિન્નાર મહામંડલેશ્વરની સાથે પ્રથમ કિન્નર ભગવતાચાર્ય હિમાંગી શીખે 8 ઓગસ્ટે ઉત્તરપ્રદેશના બનારસ ખાતે આવેલા વિશ્વેશ્વર જ્ઞાનવાપી મહાદેવનો જળઅભિષેક કરવાની જાહેરાત કરી છે. જબલપુર પહોંચેલી હિમાંગી સખીએ કહ્યું શ્રાવણમાં જળઅભિષેક નહિ કરીએ, તો ક્યારે કરીશું. હું અર્ધનારીશ્વર ભગવાન અર્ધનારીશ્વરનો અભિષેક નહિ કરું તો કોણ કરશે. તેના માટે મારે જેલમાં પણ જવું પડે તો મને મંજૂર છે.

હિમાંગી સખીએ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે જબલપુરથી 20 કિન્નર અને અન્ય સંતોની સાથે બનારસ માટે રવાના થશે. વૃંદાવનથી 800 સંત વારાણસી પહોંચશે. અમે બધા લોકો બનારસથી ગંગાજળ લઈને કાવડયાત્રાના રૂપમાં 8 ઓગસ્ટે એટલે કે શ્રાવણના છેલ્લા સોમવારે વિશ્વેશ્વર જ્ઞાનવાપી મહાદેવનો જળઅભિષેક કરવા જઈશું. જો પ્રશાસને રોક્યા તો ત્યાં જ અમે ધરણા-દેખાવો કરીશું.

પરવાનગી ન મળી તો પોતાનો અભિષેક કરી લઈશ
કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખીએ કહ્યું- પ્રશાસને અનુમતિ ન આપી તો હું પોતાનો અભિષેક કરી લઈશ. કિન્નરને પણ આ ધરતી પર અર્ધનારીશ્વર માનવામાં આવે છે. ભગવાન ભોળેનાથ પણ અર્ધનારીશ્વર જ છે. જો મુસ્લિમ સમાજને આટલા વર્ષો સુધી વજૂ કરવાનો અધકાર મળ્યો હતો, તો શું અમે હિન્દુ સમાજના લોકો શ્રાવણમાં પણ મહાદેવનો જળઅભિષેક ન કરી શકીએ? મહામંડલેશ્વર હિમાંગી સખીએ આ પહેલા 12 જૂને વૃંદાવનમાં વિશ્વેશ્વર મહાદેવનો જળઅભિષેક કરવાની પરવાનગી માંગી હતી. જોકે ત્યારે તેમને કેટલાક લોકોએ ધમકી પણ આપી હતી.

હિન્દુ પક્ષ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના વજૂખાનામાંથી મળેલી આકૃતિ શિવલિંગ હોવાનો દાવો કરી રહ્યો છે.
હિન્દુ પક્ષ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના વજૂખાનામાંથી મળેલી આકૃતિ શિવલિંગ હોવાનો દાવો કરી રહ્યો છે.

કોણ છે હિંમાંગી મા ઉર્ફે હિમાંગી સખી
મહામંડલેશ્વર હિમાગી સખી મૂળ મુંબઈના રહેવાસી છે. માતા-પિતાના નિધન અને બહેનના લગ્ન પછી તે વૃંદાવન જતા રહ્યાં હતા. ગુરુના શરણમાં રહીને શાસ્ત્રોનુ અધ્યયન કર્યું. પછી ગુરુની આજ્ઞા પર ધર્મનો પ્રચાર કરવા વૃંદાવન છોડીને મુંબઈ જતી રહી. મુંબઈમાં તેમણે ફિલ્મોમાં પણ અભિનય કર્યો, જોકે તેમનુ મન ધર્મમાં જ રહ્યું. પછીથી બધું જ છોડીને હિન્દુ ધર્મના પ્રચારમાં લાગી ગઈ.

પશુપતિનાથ પીઠથી મળી મહામંડલેશ્વરની ઉપાધિ
હિમાંગી સખીને મહામંડલેશ્વરની ઉપાધિ પશુપતિનાથ પીઠ અખાડામાંથી મળી છે. આ અખાડો નેપાળમાં છે. 2019માં પ્રયાગરાજમાં થયેલા કુંભમાં નેપાળના ગોદાવરી સ્થિત આદિ શંકર કૈલાશ પીઠના આચાર્ય મહામંડલેશ્વર ગૌરીશંકર મહારાજે તેમને પશુપતિનાથ પીઠ મહામંડલેશ્વરની ઉપાધિ આપી હતી. અત્યાર સુધીમાં મહામંડલેશ્વર હિમાંગી સખી બેંગકોક, સિંગાપુર, મોરિશસ, મુંબઈ, પટના વગેરે જગ્યાઓ પર 50થી વધુ ભાગવત કથાઓ કરી ચુકી છે.

જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ
18 ઓગસ્ટ 2021ના રોજ 5 મહિલાઓ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મા શ્રૃંગાર ગૌરી, ગણેશ જી, હનુમાન જી સહિતના અન્ય દેવી-દેવતાઓની રોજ પૂજા કરવાની પરવાનગી માંગવા માટે કોર્ટમાં ગઈ હતી. હાલ અહીં વર્ષમાં એક જ વખત પૂજા થાય છે. 26 એપ્રિલ 2022ના રોજ વારાણસી સિવિલ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસર શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવ વિગ્રહોંના સત્યાપન માટે વીડિયોગ્રાફી અને સર્વેનો આદેશ આપ્યો હતો. સર્વેમાં મસ્જિદના વજૂખાનામાં શિવલિંગ જેવી આકૃતિ મળી. હિન્દુ પક્ષનો દાવો છે કે આ શિવલિંગ જ છે. જ્યારે મુસ્લિમ પક્ષ તેને ફુવારો હોવાનો દાવો કરે છે. હાલ કોર્ટના ઓર્ડરના પગલે આ સ્થાનને પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...