મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ સોમવારે પદ છોડવાનું એલાન કર્યું છે. કોશ્યારીએ સોશિયલ મીડિયા પર લખ્યું-વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મેં તમામા રાજકીય જવાબદારીઓ છોડવાની ઈચ્છા જાહેર કરી છે.
કોશ્યરી શિવાજીને જૂના જમાનાના આઇકોન કહેવા માટે વિવાદમાં રહ્યા છે. ગયા મહિને કોશ્યારીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ વિવાદ અંગે માર્ગદર્શન માંગ્યું હતું. તેમણે ગૃહમંત્રી પાસેથી સલાહ માગી હતી કે શું તેમણે પદ પર રહેવું જોઈએ કે નહીં. કોશ્યારીએ આ પત્ર 6 ડિસેમ્બરે લખ્યો હતો, જે થોડા દિવસો પછી પ્રકાશમાં આવ્યો હતો.
બાકીનું જીવન લખવા-વાંચવામાં પસાર કરીશ
કોશ્યારીએ ટ્વીટમાં પદ છોડવાની વાત કરી છે. તેમણે લખ્યું કે- હાલ જ હું મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો. મેં તેમને કહ્યું કે હું તમામ રાજકીય જવાબદારીઓથી મુક્ત થવા માગુ છું. મારું બચેલું જીવન વાંચવા-લખવામાં પસાર કરવા માગુ છું. મને વડાપ્રધાન તરફથી હંમેશા પ્રેમ અને સ્નેહ મળ્યો છે.
પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, ખૂબ આદરની વાત છે કે મને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપવાની તક મળી. એ મહારાષ્ટ્ર જે સંતો, સામાજિક કાર્યકર્તાઓની ભૂમિ છે. છેલ્લા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રની જનતા પાસેથી જે પ્રેમ મળ્યો છે. તે હું ક્યારેય નહીં ભૂલી શકું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મુંબઈ આવ્યા હતા, ત્યારે તેમની તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે પોતે રાજકીય જવાબદારીથી મુક્ત થવા માગે છે.
કોશ્યારીએ શિવાજીને જૂના જમાનાના આઇકન ગણાવ્યા હતા
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ 19 નવેમ્બરના રોજ ઔરંગાબાદમાં એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં શિવાજીને જૂના જમાનાના આઇકોન ગણાવ્યા હતા. કોશ્યારી સાથે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતે નિતિન ગડકરી અને NCP પ્રમુખ શરદ પવાર પણ હાજર હતા.
તેમણે ભરી સભામાં બાબાસાહેબ આંબેડકર અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને નવા જમાનાના આઇકન ગણાવ્યા હતા. આ નિવેદન બાદ વિપક્ષના નેતાઓએ તેમના પર પ્રહારો કર્યા અને તેમના રાજીનામાની માગ કરવા લાગ્યા. બીજેપીના સમર્થનથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવનાર શિંદે જૂથે પણ કોશ્યારીના નિવેદનનો વિરોધ કર્યો હતો.
કોશ્યારીનું રાજીનામાની વાતથી લોકો ચોંકી ગયા છે. મહારાષ્ટ્રની વર્તમાન રાજનીતિ જે પ્રકારે ચાલી રહી છે, ભગત સિંહ કોશ્યારીનો વિવાદોથી સંબંધ મજબૂત બનતો ગયો છે. કોશ્યારીના વિવાદીત નિવેદનોના કારણે ઉદ્ધવ ઠાકરે અને બીજી વિપક્ષ પાર્ટીઓ સતત કોશ્યારીના રાજીનામાની માગ કરતા હતા. હવે શિંદે સરકારની શું પ્રતિક્રિયા રહેશે તેની પર તમામની નજર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.