• Gujarati News
  • National
  • Said I Am Not Afraid Of This; Vinay Saxena Asked How Many Rupees Were Manipulated In Cash Payments?

AAP નેતા સંજયસિંહે બદનક્ષીની નોટિસ ફાડી:કહ્યું- હું આનાથી ડરતો નથી; વિનય સક્સેનાને પૂછ્યું - કેશ પેમેન્ટમાં કેટલા રૂપિયાની હેરફેર કરી?

3 મહિનો પહેલા

આમ આદમી પાર્ટી(AAP)ના સાંસદ સંજયસિંહે બુધવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાની માનહાનિની ​​નોટિસની કોપી ફાડી નાખી હતી. તેમણે કહ્યું- હું ભ્રષ્ટ વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસથી ડરતો નથી.

સિંહે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારતનું બંધારણ મને સાચું બોલવાનો અધિકાર આપે છે. રાજ્યસભાના સભ્ય તરીકે મને સાચું બોલવાનો અધિકાર મળે છે. સંજયસિંહે આક્ષેપ કર્યો હતો કે ખાદીના ચેરમેન રહીને ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ કરોડોનું કૌભાંડ કર્યું હતું.

સંજયસિંહનો દાવો - ખાદીમાં 2.5 લાખથી વધુ ભૂતિયા કર્મચારીઓ હતા
તેમણે કહ્યું હતું કે હવે અમે એલજી (ઉપરાજ્યપાલ)ને પૂછીશું કે ખાદીમાં રોકડ ચુકવણીમાં કેટલી છેડછાડ કરવામાં આવી હતી. ત્યાંના 4,55,000 કર્મચારીમાંથી માત્ર 1,93,598 કર્મચારીનાં ખાતાં જ ખૂલ્યાં હતાં, બાકીના 2.5 લાખથી વધુ ભૂતિયા કર્મચારીઓ હતા, જેમને દર મહિને કેશ પેમેન્ટ મળતું રહ્યું અને અબજોનાં કૌભાંડો થતાં રહ્યાં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોદી સરકારે આવા ભ્રષ્ટ એલજીને હટાવી તેમની ધરપકડ કરવી જોઈએ, જેમણે 2.5 લાખ કર્મચારીના પૈસા ખાધા છે. આ એલજીના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરો તો નોટિસ મોકલે છે. ત્યાર બાદ તેણે માનહાનિની ​​નોટિસની કોપી ફાડી નાખી. હું આવી નોટિસ 10 વખત ફાડી શકું છું.

એલજી સક્સેનાએ AAP નેતાઓ પર ફેક ન્યૂઝ ફેલાવીને તેમની છબિ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. એલજી વિનય સક્સેનાએ AAP નેતાઓ પર ફેક ન્યૂઝ ફેલાવીને તેમની છબિ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
એલજીએ AAPના 5 નેતાને નોટિસ મોકલી હતી
દિલ્હીના એલજી વી.કે. સક્સેનાએ AAP નેતાઓ સંજયસિંહ, આતિશી, દુર્ગેશ પાઠક, સૌરભ ભારદ્વાજ અને જસ્મિન શાહને નોટિસ મોકલી હતી. એલજીએ આક્ષેપ કર્યો હતો કે આ નેતાઓ તેમની સામે ભ્રષ્ટાચારના અને બીજા ખોટા આક્ષેપો લગાવ્યા કરતા હતા. તેમણે કહ્યું હતું કે તેમની છબિ ખરાબ કરવા માટે ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા હતા, ત્યાર બાદ એનો અપપ્રચાર પણ કરવામાં આવ્યો હતો. એલજીએ આ નેતાઓને 48 કલાકમાં જવાબ આપવા કહ્યું હતું.

AAPએ કહ્યું- કંઈ ખોટું કર્યું નથી, તો પછી CBIનો ડર કેમ
એલજી (ઉપરાજ્યપાલ)ની નોટિસ પર આમ આદમી પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જો તેણે કંઈ ખોટું કર્યું નથી તો તે સીબીઆઈના દરોડા અને તપાસથી આટલા શા માટે ડરે છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના અને આમ આદમી પાર્ટી વચ્ચે ગયા મહિને દારૂના વેચાણની નીતિમાં ભ્રષ્ટાચારના આરોપમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પર સીબીઆઈના દરોડા પડ્યા ત્યારથી વિવાદ વધી ગયો છે.

કેજરીવાલે કહ્યું- 75 વર્ષમાં નેતાઓએ માત્ર રાજનીતિ કરી, તેથી ભારત પાછળ રહી ગયું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. બુધવારે તેમણે કહ્યું- આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. 75 વર્ષ કોઈપણ દેશ માટે ઘણું નથી, પરંતુ એ ખૂબ ટૂંકાં પણ નથી. 130 કરોડ ભારતીયોનો સવાલ છે કે આ 75 વર્ષમાં ઘણા દેશો આપણાથી આગળ નીકળી ગયા છે તો આપણે પાછળ કેમ રહી ગયા?
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતના લોકો વિશ્વના સૌથી બુદ્ધિશાળી લોકો છે. વિશ્વની દરેક બહુરાષ્ટ્રીય કંપનીમાં ભારતીય ચોક્કસપણે જોવા મળશે. તેમણે સરકારને સવાલ પૂછ્યો કે દરેક બાળકને સારું શિક્ષણ કેમ નથી મળતું?

કેજરીવાલ સરકારે 1 ઓગસ્ટથી દારૂની નવી નીતિ રદ કરી
જુલાઈમાં લેફ્ટનન્ટ ગવર્નરે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા પછી AAP સરકારે નવી એક્સાઈઝ નીતિ પાછી ખેંચી લીધી. આના પર AAPએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર બદલો લેવાનું કામ કરી રહ્યા છે. આ પછી 1 ઓગસ્ટથી કેજરીવાલ સરકારે નવી નીતિ રદ કરી. આ પછી દિલ્હીમાં માત્ર સરકાર સંચાલિત દારૂની દુકાનો ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...