તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • "I Am Very Happy That Many People In The Country Have Lost Their Lives Due To Lack Of Oxygen From Kovid," The Union Minister Said.

નીતિન ગડકરીની જીભ લપસી:કેન્દ્રીય મંત્રીએ કહ્યું- મને ઘણી ખુશી છે કે કોવિડથી દેશમાં અનેક લોકોને ઓક્સિજનની અછતના કારણે જીવ ગુમાવવો પડ્યો

પ્રયાગરાજ14 દિવસ પહેલા
  • ગડકરીએ કહ્યું કે આપણે ત્રીજી અને ચોથી વેવની તૈયારીઓ અત્યારથી કરવી પડશે

ઉત્તરપ્રદેશમાં એક ઓક્સિજન પ્લાન્ટના વરચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની જીભ લપ્સી હતી. ગડકરી તેમના ભાષણમાં બોલ્યા- સૌથી પહેલા મને ખૂબ જ ખુશી છે કે કોવિડથી હાલના સમયમાં દેશમાં અનેક લોકોને ઓક્સિજનની અછતના કારણે જીવ ગુમાવવો પડ્યો.

ગડકરીને જોવો પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેમણે કહ્યું કે હવાથી ઓક્સિજન બનાવવાની ટેક્નિક છે. કોવિડમાં અનુભવ થયો કે કોઈને 3થી 4 લીટર તો કોઈને 3 મિનિટમાં 20 લિટર ઓક્સિજનની જરૂરિયાત પડે છે. એવામાં તમામ જિલ્લાઓએ ઓક્સિજનના મામલામાં આત્મનિર્ભર થવુ પડશે.

અમે હાલ જિયોલાઈટ 350 ટનને રશિયાથી ઈમ્પોર્ટ કર્યું છે. આગળ આપણે આ મામલામાં આત્મનિર્ભર થવાનો પ્રયત્ન કરવો પડશે. આપણા રોડ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરે નૈનીમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનું વિચાર્યું, આ સમાજ માટે હિતકારી છે. કાર્યક્રમમાં યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય, સિદ્ધર્થનાથ સિંહ અને મહેન્દ્ર નાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યાં.

  • ગડકરીના ભાષણની ત્રણ મહત્વની વાત

50 બેડની હોસ્પિટલમાં મેન્ડેટરી હશે ઓક્સિજન પ્લાન્ટ

1. ગડકરીએ કહ્યું- મેં કેશવ પ્રસાદ(ડેપ્યુટી સીએમ), સિદ્ધાર્થનાથ સિંહ(યોગી સરકારમાં મંત્રી) અને મહેન્દ્ર સિંહને કહ્યું કે રાજ્યમાં જેટલી પણ 50 બેડવાળી હોસ્પિટલ છે, તેમાં ઓક્સિજન પ્લાન્ટ અનિવાર્ય કરવો જોઈએ. સરકાર આ અંગે ઝડપથી નિયમ લાવે.

2. હવે ઓક્સિજન કન્સ્નટ્રેટર દેશમાં બનવા લાગ્યા છે. ચાર લોકોને એક જ સિલિન્ડરમાં ઓક્સિજન મળી જાય છે. અમે મહારાષ્ટ્રમાં તેને ખૂબ જ સસ્તા ભાવે તેની ખરીદી કરી છે. તેના માટે ઓક્સિજન કન્સ્નટ્રેટરની બેન્ક પણ ખોલી છે. તેના કારણે કોઈનો જીવ નહિ જાય. બાઈપેક પણ 2500 ખરીદયા છે.

3. મહત્વની વાત છે કે રેમડેસિવિરની અછત હતી, હવે આપણે આત્મનિર્ભર છે. યુપીને જોઈએ તો આપણી પાસેથી લઈ શકે છે. 1250 રૂપિયામાં બ્લેક ફંગસનું ઈન્જેક્શન પણ તૈયાર કરાવ્યું છે. યુપીને આપણે આપી શકીએ છે.

સરસ્વતી હાઈટેક સિટીમાં પ્લાન્ટનુ ઉદ્ઘાટન કરતા મંત્રી કેશવ પ્રસાદ મોર્ય અને સિદ્ધાર્થ નાથ સિંહા.
સરસ્વતી હાઈટેક સિટીમાં પ્લાન્ટનુ ઉદ્ઘાટન કરતા મંત્રી કેશવ પ્રસાદ મોર્ય અને સિદ્ધાર્થ નાથ સિંહા.

ત્રીજી અને ચોથી વેવની તૈયારી અત્યારથી કરો
ગડકરીએ કહ્યું કે આપણે ત્રીજી અને ચોથી વેવની તૈયારી અત્યારથી કરવી પડશે. તેમણે થિંક ફોર ધ બેસ્ટ, પ્રિપેયર ફોર ધ વેસ્ટનો મૂળમંત્ર આપ્યો. ગડકરીએ મહારાષ્ટ્રનું ઉદાહરણ આપ્યું કે કઈ રીતે તેમણે મોટા કોમ્પલેક્સ અને ખાલી જગ્યામાં વેક્સિનેશન શરૂ કરાવ્યું. વરિષ્ઠ નાગરિકોને ગાડીમાં વેક્સિન આપવાની અને તેમને પાણીની બોટલ અને ફૂલ આપવાની પરંપરા શરૂ કરી. તેના કારણે લોકોમાં ઉત્સાહ છે.

રાજનીતિ, ધર્મનીતિ અને લોકનીતીની નવી વ્યાખ્યા
ગડકરીએ દરિદ્ર નારાયણની સેવાને જ જીવનનો મુખ્ય ઉદેશ્ય ગણાવ્યો અન રાજનીતિ, ધર્મનીતિ અને લોકનીતિની નવી વ્યાખ્યા આપી. દલિતો, દરિદ્ર નારાયણને ભગવાન માનીને સેવા કરતા રહો. પંડિત દીન દયાલ ઉપાધ્યાયનો પણ આ જ ધ્યેય હતો.

અમે કામ કર્યું, ફોટો ક્લિક કરાવવાનું બંધ કર્યું
કોવિડમાં અમે માત્ર કામ કર્યું. પ્રચાર માટે ફોટો ક્લિક કરાવવાનું બંધ કર્યું. મહારાષ્ટ્રમાં માત્ર 90 કરોડનું સાહિત્ય વહેંચ્યું. 500 વેન્ટિલેટર વહેંચ્યા તે પણ ફ્રીમાં, અમારો ક્યાય ફોટો આવ્યો નથી. અાપણે જાતિ, પંથ અને ધર્મથી ઉપર ઉઠીને કામ કરવાનું છે.

ઓક્સિજન પ્લાન્ટથી શું સવિધા મળશે...

  • પ્રાભવ્ય ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડે આ પ્લાન્ટ માત્ર 16 કરોડ રૂપિયામાં લગાવ્યો છે.
  • શિલાન્યાસ પછી 90 દિવસમાં ઓક્સિજન ઉત્પાદન શરૂ થશે.
  • રોજના 1100થી 1500 સિલિન્ડર ઓક્સિજન ઉત્પાદનનું લક્ષ્ય છે.
  • 350 ઘન મીટર પ્રતિ કલાક સુધી ઓક્સિજનનું ઉત્પાદન થશે.
  • આ પ્લાન્ટથી અલ્હાબાદના બેલી, કોલ્વિન અને ડફરિન હોસ્પિટલને લાઈફટાઈમ ફ્રી ઓક્જિન આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...