• Gujarati News
  • National
  • Said Afghanistan's Land Is Not Used For Terrorist Attacks; Terrorism Will Also Prove Dangerous For Those Who Are Supporting This Terror

UNGAમાં આતંકવાદ મુદ્દે મોદીનો પ્રહાર:કહ્યું- અફઘાનિસ્તાનની ધરતીનો વપરાશ આતંકી હુમલાઓ માટે ન થાય; જેઓ આ આતંકનો સાથ આપી રહ્યા છે તેમના માટે પણ આતંકવાદ જોખમી સાબિત થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદીએ UNGAમાં આતંકવાદ મુદ્દે ગંભીર પ્રહારો કર્યા હતા - Divya Bhaskar
નરેન્દ્ર મોદીએ UNGAમાં આતંકવાદ મુદ્દે ગંભીર પ્રહારો કર્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધિત કરતા કહ્યું કે અફઘાનિસ્તાનની ધરતીનો વપરાશ આતંકવાદ માટે ન થવો જોઈએ. આતંકવાદને કોઈ પણ સંજોગોમાં રોકવું જ પડશે. આંતરરાષ્ટ્રિય સમુદાયે આ મુદ્દે એક સુરમાં અવાજ ઉઠાવવો પડશે. પ્રતિગામી વિચારો સાથે જે દેશો આતંકવાદનો રાજનીતિક ઉપકરણના રુપે ઉપયોગ કરી રહ્યા છે તેમને તે સમજવું જોઈએ કે આતંકવાદ તેમના માટે પણ એક મોટું જોખમ બની શકે છે. પીએમ મોદીએ કહ્યું કે દુનિયાની સામે કટ્ટરપંથીઓનું જોખમ વધી રહ્યું છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પ્રગતિવાદી વિચારને વધારવા જરુરી બની ગયા છે.

મોદીએ આગળ કહ્યું કે આપણે આપણી આવનારી પેઢીને જવાબ આપવાનો છે કે જ્યારે નિર્ણય લેવાનો સમય હતો, ત્યારે જેમના પર વિશ્વને દિશા દેવાની જવાબદારી હતી, તેઓ શું કરી રહ્યા હતાં? આજે વિશ્વ સામે પ્રતિગામી વિચાર અને ચરમપંથીનું જોખમ વધતું જઈ રહ્યું છે. આ પરિસ્થિતિઓમાં સમગ્ર વિશ્વને વિજ્ઞાન આધારિત તર્કસંગત અને પ્રગતિશીલ વિચારધારાને વિકાસનો આધાર બનાવો જ પડશે.

તેમણે કહ્યું કે સાયન્સ બેસ્ડ અપ્રોચને મજબૂત કરવા માટે ભારત અનુભવ પર આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યું છે. અમારા ત્યાં હજારો અટલ ટિંકરીંગ લેબ્સ ખોલવામાં આવી છે, ઈંક્યૂબ્યેટર્સ બન્યા છે અને એક મજબૂત સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ વિકસીત થયું છે. આપણી આઝાદીના 75માં વર્ષે ભારતે 75 એવા સેટેલાઈટ્સને અંતરિક્ષમાં મોકલવાના છે, જે ભારતીય વિદ્યાર્થી, સ્કૂલ-કોલેજોમાં બનાવી રહ્યા છે.

હિન્દ-પ્રશાંત મુદ્દે કહ્યું- સમુદ્ર અમારો સહયારો વારસો
આપણા સમુદ્ર આપણો સહિયારો વારસો છે. આપણે તેમને વિસ્તરણ અને તાકાતના બળ દ્વારા કબ્જો કરતા બચાવવા પડશે. આ માટે દુનિયાએ એકસાથે અવાજ ઉઠાવવો પડશે. સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતા દરમિયાન ભારતની પહેલ આ બાબત સૂચવે છે.

અન્ય સમાચારો પણ છે...