તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલમાં ફોટો સેશન:સુશીલ કુમારને તિહાડમાં શિફ્ટ કરતી વખતે પોલીસકર્મીઓએ લીધી સેલ્ફી, હસતો દેખાયો હત્યાનો આરોપી

3 મહિનો પહેલા

પહેલવાન સાગરની હત્યાના આરોપી સુશીલ કુમારને શુક્રવારે મંડોલી જેલમાંથી તિહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસકર્મીઓએ સુશીલ કુમાર સાથે સેલ્ફી લીધી હતી. ગંભીર આરોપોમાં ફસાયેલો સુશીલ આ સમયે હસતો જોવા મળ્યો હતો. આ તસવીર સામે આવ્યા પછી સવાલ ઊભા થવા લાગ્યા છે કે તેને જેલની અંદર સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે શું?

લેરિંસ-કાલા ગેંગથી જોખમ પછી શિફ્ટ કરાયો
સુશીલે જેલ-પ્રશાસનને કહ્યું હતું કે તેને લોરિંસ બિશ્નોઈ અને કાલા જઠેડી ગેંગથી જોખમ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંડોલી જેલમાં સુશીલ તેના સેલમાં પણ ગભરાયેલો દેખાતો હતો. તે આખો દિવસ સેલમાં આંટા મારતો હતો.
23 મેના રોજ ધરપકડ કરવામાં આવેલા સુશીલના પોલીસ રિમાન્ડ 2 જૂને પૂરા થતા હતા. ત્યાર પછી તેને મંડોલી જેલ મોકલવામાં આવ્યો હતો. 15 સેલની જેલમાં સુશીલને અલગ સેલમાં 14 દિવસ સુધી ક્વોરન્ટીન રાખવામાં આવ્યો હતો.

સુશીલને તિહાડ જેલ શિફ્ટ કરતી વખતે પોલીસ સાથે તસવીર લેવામાં આવી હતી.
સુશીલને તિહાડ જેલ શિફ્ટ કરતી વખતે પોલીસ સાથે તસવીર લેવામાં આવી હતી.

બે ગ્રુપની ઝપાઝપીમાં ગયો સાગરનો જીવ
પોલીસે તપાસ પછી કહ્યું હતું કે 4 મેની રાતે 1.15થી 1.30 વાગ્યા સુધી છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગ એરિયામાં પહેલવાનોના બે ગ્રુપમાં ઝપાઝપી થઈ હતી. એમાં 5 પહેલવાન ઘાયલ પણ થયા હતા. એમાં સાગર (23), સોનુ (37), અમિત કુમાર (27) અને 2 અન્ય પહેલવાન સામેલ હતા.

સાગરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. તે દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલનો દીકરો હતો. માનવામાં આવે છે કે આ ઝઘડો પ્રોપર્ટી વિવાદ વિશે થયો હતો. પોલીસને ઘટનાસ્થળેથી 5 ગાડીઓ સિવાય એક લોડેડ ડબલ બેરલ ગન અને 3 લાઈવ કારતૂસ મળી આવ્યાં હતાં.

સુશીલનો એક ફોટો સામે આવ્યો હતો, જેમાં તે સાગરને મારતો દેખાય છે.
સુશીલનો એક ફોટો સામે આવ્યો હતો, જેમાં તે સાગરને મારતો દેખાય છે.

સાગરને હોકી સ્ટિકથી મારતો સુશીલનો વીડિયો પણ સામે આવ્યો હતો
સુશીલ કુમારનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે મિત્રો સાથે હોકી સ્ટિકથી સાગરને મારતો દેખાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ વીડિયો ઘટનાવાળા દિવસે સુશીલ કુમારે જાતે જ મિત્ર જોડે શૂટ કરાવ્યો હતો, જેથી કુસ્તી માર્કેટમાં તેનો ડર છવાયેલો રહે. તસવીરોમાં ઘાયલ પહેલવાન 23 વર્ષનો સાગર ધનખડ જમીન પર લોહીથી લથબથ ઊંધો પડેલો દેખાય છે. આરોપી સુશીલ કુમાર અને અન્ય 3 લોકોએ તેને ઘેરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...