તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sadanand Gowda Said The Court Will Tell Us To Bring So Many Vaccines And If We Can't Bring Them, Should We Hang Ourselves?

કોર્ટના આદેશ પર કેન્દ્રીય મંત્રી નારાજ:સદાનંદ ગૌડાએ કહ્યું- અદાલત કહી દેશે આટલી વેક્સિન લાવો અને અમે ન લાવી શક્યા તો શું ફાંસી પર લટકી જઈએ?

બેંગલુરુ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ ગુરૂવારે મહામારીને લઈને અદાલતી આદેશો પર નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ પૂછ્યું કે જો સરકારે જેવા નિર્દેશ આપ્યા છે, તેટલી વેક્સિન પ્રોડ્યુસ ન કરી શકીએ તો શું પોતાને ફાંસી પર લટકાવી દઈએ?

સદાનંદ ગૌડાએ તો માન્યું કે અદાલતની નીતિ સારી છે કે દેશમાં દરેક લોકોને વેક્સિન લાગવી જોઈએ. પરંતુ, તેઓએ કહ્યું કે- હું તમને પૂછવા માગુ છું કે જો કાલે અદાલતે એમ કહી દે કે અમને આટલી સંખ્યામાં વેક્સિન જોઈએ. જો અમે ત્યાં સુધીમાં તેને પ્રોડ્યુસ ન કરી શકીએ તો શું ફાંસી પર લટકી જઈએ?

રાજકીય ફાયદા માટે કેન્દ્રની યોજના નથી હોતી- ગૌડાએ જ્યારે આ નિવેદન આપ્યું, ત્યારે તેઓ વેક્સિન શોર્ટેજ પર પત્રકારોના સવાલનો જવાબ આપી રહ્યાં હતા. તેઓએ કહ્યું કે વેક્સિનને લઈને કેન્દ્ર સરકારની યોજના કોઈ પણ રીતે રાજકીય ફાયદા કે અન્ય કારણો પર આધારિત નથી હોતી. સરકાર પોતાનું કામ ઘણી જ ગંભીરતા અને ઈમાનદારીથી કરી રહી છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે કેટલીક વસ્તુઓ આપણાં નિયંત્રણથી બહાર હોય છે, અમે તેને કઈ રીતે સંભાળી શકીએ છીએ? અમારું ફોકસ એ જ છે કે એક-બે દિવસમાં બધું જ બરોબર થાય અને લોકોને વેક્સિન લાગે.

ભાજપે પણ સ્થિતિને લઈને કેન્દ્રનો બચાવ કર્યો
આ તબક્કે ભાજપના રાષ્ટ્રીય સચિવ સીટી રવિ પણ ઉપસ્થિત હતા. તેઓએ કહ્યું કે જો સરકારે યોગ્ય સમય પર યોગ્ય વ્યવસ્થા ન કરી હોત તો સ્થિતિ વધુ બદતર બની ગઈ હોત. તેઓએ કહ્યું કે જો પહેલાંથી વસ્તુ તૈયાર ન થઈ હોત તો મોતનો આંકડો દસ ગણો કે સો ગણો વધુ થઈ શક્યો હોત. વ્યવસ્થાની સાથે કરવામાં આવેલી તૈયારીઓને કારણે જ ઓક્સિજન સપ્લાઈ 300 મેટ્રિક ટનથી 1500 મેટ્રિક ટન સુધી પહોંચી શકી છે.

તેઓએ કહ્યું કે અમારી તૈયારીઓ તે કારણે ફેલ થઈ કેમકે કોરના વાયરસ એટલી ઝડપથી ફેલાયો કે જેનો અંદાજ જ ન હતો. જજ બધું જ નથી જાણતા હોત. ટેક્નિકલ એડવાઈઝરી કમિટી જ રિકમન્ડ કરે છે કે કેટલી વેક્સિન વેચવામાં આવે. તેમના રિપોર્ટના આધારે જ અમે નિર્ણય લેતા હોઈએ છીએ.

અન્ય સમાચારો પણ છે...