તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sachin Waze Mukesh Ambani Antilia House Case Latest News And Update|Waze Had Escorted Scorpio To The Outside Of Antilia, The Person Seen In The PPE Kit Was Also Waze.

એન્ટિલિયા કેસમાં નવો ઘટસ્ફોટ:સચિન વઝે જ સ્કોર્પિયોને એસ્કોર્ટ કરીને એન્ટિલિયા બહાર સુધી લઈ ગયા હતા, દાવો- પીપીઇ કિટમાં જે વ્યક્તિ દેખાઈ હતી એ પણ એ જ

3 મહિનો પહેલા

સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેએ વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો એસ્કોર્ટ કરવા માટે પોતાની જ સરકારી ઈનોવા ગાડીનો ઉપયોગ કર્યો હતો અને 25 ફેબ્રુઆરીએ તે પોતે ક્રાઈમ સીન સુધી ગયા હતા. આ વાતનો ઘટસ્ફોટ ધરપકડની માગ કરતી અરજીમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, NIAની પૂછપરછમાં સામે આવ્યું છે કે CCTV ફૂટેજમાં PPE કિટ પહેરીને જે વ્યક્તિ દેખાઈ છે તે સચિન વઝે જ છે. કેન્દ્રીય તપાસ એજન્સીને એવા પુરાવા મળ્યા છે કે પીપીઈ કિટને વઝેએ જ નષ્ટ કરી છે. કિટની અંદર વઝેએ જે કપડાં પહેર્યાં હતાં એ એક ગાડીમાંથી મળી આવ્યાં છે.

વઝેનો ખાસ માણસ ચલાવતો હતો ઈનોવા કાર
NIA સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સચિન વઝે જ ઈનોવાને ડ્રાઈવ કરીને સ્કોર્પિયોની પાછળ પાછળ વેપારી મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા સુધી લઈ ગયા હતા. ઈનોવાના સરકારી ડ્રાઈવરે NIAને જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીએ તેની ડ્યૂટી સમાપ્ત થઈ ગઈ હતી, ત્યાર પછી તેણે ઈનોવાને પોલીસ હેડ ઓફિસની અંદર પાર્ક કરી હતી અને ઘરે જતો રહ્યો હતો. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે ત્યાંથી કાર કોણ લઈને ગયું હતું.
રજિસ્ટર પર વાહન લઈ જવા-લાવવાની કોઈ એન્ટ્રી કરવામાં આવી નથી. અધિકારીઓને નિયમ અનુસાર, સરકારી વાહન લાવવા-લઈ જવા માટે રજિસ્ટરમાં લોગ ઇન કરવાનું રહે છે. NIAને શંકા છે કે સ્કોર્પિયો વઝેનો એક ખાસ કોન્સ્ટેબલ જ ચલાવતો હતો.

PPE કિટમાં સચિન વઝે જ હોવાની શંકા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, NIAને એવા પુરાવા મળ્યા છે કે PPE કિટ પહેરેલી સ્કોર્પિયો પાસે જોવા મળેલી વ્યક્તિ સચિન વઝે જ છે. CIUમાં કામ કરતા સરકારી ડ્રાઈવરે પણ આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી ફોરેન્સિક પોડિયાટ્રી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાના દાવાને મજબૂત કર્યો છે. એમાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવા માટે પગનાં નિશાન અને ચાલવાની પેટર્નનું અધ્યયન કરવામાં આવે છે.

NIA તપાસમાં જાણવા મળ્યું છે કે આ કારમાં છેલ્લી વાર સચિન વઝે અને મનસુખ હિરેન મળ્યા હતા.
NIA તપાસમાં જાણવા મળ્યું છે કે આ કારમાં છેલ્લી વાર સચિન વઝે અને મનસુખ હિરેન મળ્યા હતા.

કેસમાં મર્સિડીઝની થઈ એન્ટ્રી, ઘણા પુરાવા મળ્યા
આ દરમિયાન મંગળવારે રાતે NIAએ એક મર્સિડીઝ જપ્ત કરી છે. એમાં 5 લાખ રુપિયા કેશ, નોટ ગણવાનું મશીન, અમુક દસ્તાવેજ, કપડાં, એન્ટિલિયા બહારથી મળેલી સ્કોર્પિયો કારની અસલી નંબર પ્લેટ, કેરોસિન અને બિયરની બોટલો મળ્યાં છે. એનો વઝે જ ઉપયોગ કરતા હતા. માનવામાં આવે છે કે કેરોસિનનો ઉપયોગ પીપીઈ કિટ સળગાવવા માટે કરવામાં આવ્યો હતો.
કારમાં નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. NIAના IG અનિલ શુક્લાએ આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે કે વઝે જ આ મર્સિડીઝ કારનો ઉપયોગ કરતા હતા. હાલ આ કારની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

વઝેનાં આઇપેડ અને ફોનમાંથી ડિલિટ કરવામાં આવેલું
NIAના અધિકારીઓએ સોમવારે રાતે પોલીસ હેડક્વાર્ટરમાં આવેલી ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ ઓફિસની તપાસ કરી છે અને એક CP, વઝેનું આઈ-પેડ, ફોન અને અમુક દસ્તાવેજો જપ્ત કર્યાં છે. NIAની ટીમ ફોન અને આઈપેડને ક્લોન કરી એના ડિલિટ ડેટા રિકવર કરવાનું કામ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, API રિયાઝુદ્દીન કાઝી દ્વારા 27 ફેબ્રુઆરીએ વઝેની હાઉસિંગ સોસાયટીની બહાર કરવામાં આવેલા ડિજિટલ વીડિયો રેકોર્ડની જપ્તીનો કોઈ રેકોર્ડ CIU પાસે નથી. આ તપાસ સોમવારે સાંજે આછ વાગે શરૂ થઈ અને મંગળવારે સવારે ચાર વાગ્યા સુધી ચાલી હતી.

ધરપકડને ગેરકાયદે દર્શાવતી અરજી ફગાવાઈ
આ દરમિયાન મંગળવારે મુંબઈની સ્પેશિયલ NIA કોર્ટે સચિન વઝેની એ અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે એજન્સીને તેમની ધરપકડ ગેરકાયદે ગણાવી હતી. વઝેએ વકીલ સજલ યાદવ અને સની પુનમિયાએ દલીલ કરી હતી કે નિયમ અનુસાર ધરપકડના 24 કલાકની અંદર વઝેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા નહોતા. તેમણે કહ્યું હતું કે CrPCની કલમ 45(1) અંતર્ગત રાજ્ય સરકાર પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી નથી. કલમ 45(1) અંતર્ગત કોઈ સરકારી અધિકારીની તેની ડ્યૂટી દરમિયાન કરવામાં આવેલા કાર્ય માટે ધરપકડ કરવામાં આવે તો એ પહેલાં એ રાજ્ય સરકારની મંજૂરી લેવાની હોય છે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન શું થયું?

  • વિશેષ લોક ફરિયાદી સુનીલ ગોંસાલ્વેસે આરોપોને નકાર્યા છે. તેમણે કહ્યું હતું કે વઝેની શનિવાર રાતે 11 વાગીને 50 મિનિટે ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે બપોરે 2.45 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ દાવો કર્યો છે કે વઝેને તપાસ સાથે જોડાયેલા સ્પષ્ટીકરણ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ મોડી રાતે આવ્યા છે.
  • વઝેના વકીલોએ આરોપ લગાવ્યો કે તેની શનિવારે સવારે 11 વાગે ધરપકડ કરવામાં આવી છે. NIAના વકીલોએ જણાવ્યું હતું કે સરકારની મંજૂરીની જરૂર નથી, કારણ કે વઝેએ તેની ઓફિશિયલ ડ્યૂટી સમય દરમિયાન આ કામ નથી કર્યું.
  • ન્યાયધીશ પીઆર સિત્રેએ વઝેની અરજી ફગાવતાં કહ્યું હતું કે પોલીસ અધિકારી હોવાના કારણે તેમને તેમના અધિકાર ખબર છે. જજે કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી એન્ટ્રીથી આરોપી અને સંબંધિત પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી છે અને તેમને ધરપકડની માહિતી પણ હતી. તેનો અર્થ એ છે કે ધરપકડનો આધાર જણાવવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તેમણે ડ્યૂટી અંતર્ગત આ કાર્ય કર્યું છે કે નહીં એ સુનાવણી દરમિયાન નક્કી કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...