તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sachin Vaze's Sagarit API Riazuddin Qazi Arrested By NIA, Accused Of Destroying Evidence

એન્ટિલિયા કેસ:સચિન વઝેનો સાગરીત API રિયાઝુદ્દીન કાઝીની NIAએ કરી ધરપકડ, તેના પર પુરાવા નાશ કરવાના આરોપ

મુંબઈ5 મહિનો પહેલા
  • મનસુખ હિરેનની હત્યામાં પણ કાઝીની ભૂમિકાની શંકા
  • કાઝીએ પુરાવાઓ નષ્ટ કરીને મીઠી નદીમાં ફેંકી દીધા હતા

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા મુંબઇના ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ (CIU)માં રહેલ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેકટર રિયાઝુદ્દીન કાઝીની ધરપકડ કરવામાં આવી છે. જો કે તેની બદલી મુંબઇના લોકલ આર્મ્સ યુનિટમાં કરવામાં આવી છે.

સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યામાં પણ કાઝીની ભૂમિકાની શંકા છે. તપાસમાં ખુલાસો થયો છે કે એન્ટિલિયા કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને મુંબઇની તલોજા જેલમાં બંધ સચિન વઝેના કહેવા પર જ તે રિયાઝુદ્દીને આ કેસ સાથે જોડાયેલા પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ કર્યા હતા.

આ કેસમાં NIA 15 માર્ચ, 16 માર્ચ, 17 માર્ચ, 20 માર્ચ, 23 માર્ચ, 26 માર્ચ અને 27 માર્ચે કેટલાક કલાકો માટે કાઝીની પૂછપરછ કરી ચૂક્યું છે. શરૂઆતથી જ આ મામલામાં કાઝીની ભૂમિકા શંકાસ્પદ ગણાવી હતી. તે સચિન વઝેનો સૌથી નજીકનો સાગરીત માનવામાં આવે છે. તેથી NIAને તેની પાસેથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળી શકે છે.

વઝેના ઇશારે પુરાવા નષ્ટ કરવામાં આવ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર 26 ફેબ્રુઆરીએ રિયાઝુદ્દીન કાઝી સચિન વઝેની થાણેની સાકેત સોસાયટીમાં ગયો હતો અને ત્યાંના CCTV, DVR લઈ ગયો હતો. બાદમાં આ પુરાવાઓને નષ્ટ કરીને મીઠી નદીમાં ફેંકી દીધા હતા. જ્યારે, રિયાઝુદ્દીન કાઝી સરકારી સાક્ષી બનવાની પણ ચર્ચા થઈ હતી.

કાઝી સામે CCTV ફૂટેજ બન્યા મહત્વપૂર્ણ પુરાવા
તપાસ દરમિયાન NIAને વિક્રોલી કન્નમવર નગર વિસ્તારમાં એક નંબર પ્લેટ બનાવવાની દુકાનની બહારના CCTV ફૂટેજ મળ્યાં હતાં. જેમાં કાઝી નંબર પ્લેટ બનાવવાની દુકાનમાં જતા જોવા મળે છે.​​​​​​​તપાસમાં બહાર આવ્યું છે કે કાઝી દુકાનની બહાર આવેલા CCTVનું DVR કબજે કરવા આવ્યો હતો. ફૂટેજમાં પણ તે દુકાનના માલિક સાથે બહાર જતા જોવા મળ્યો હતો.

ત્રણ એજન્સીઓ કરી રહી હતી એન્ટિલિયા સંબંધિત કેસની તપાસ

એન્ટિલિયાની બહારથી જિલેટીન જપ્તીના કેસમાં ત્રણ અલગ અલગ કેસ નોંધાયા છે. ત્રણેય કેસોની તપાસની હાલની સ્થિતિ આ મુજબ છે.

  • પહેલો કેસ મનસુખ હિરેનની સ્કોર્પિયો ચોરીનો છે, જેમાં મુંબઇની ગામદેવી પોલીસ તપાસ કરી રહી છે.
  • બીજો કેસ અંબાણીના ઘરની નજીક જિલેટીનથી ભરેલી સ્કોર્પિયોનો છે. તપાસ NIAના હાથમાં છે. આ કેસમાં સચિન વઝેની ધરપકડ કરવામાં આવી છે.
  • ત્રીજો કેસ સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યાનો છે. આ કેસમાં મહારાષ્ટ્ર ATS તપાસ કરી રહી હતી. હવે થાણે કોર્ટના આદેશ બાદ આ કેસ NIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જો કે, ATSએ હજુ સુધી આ કેસ બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી નથી.