તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એન્ટિલિયા અને મનસુખ મર્ડરકેસમાં બુધવારે NIAના પૂર્વ ACP એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા સાથે પૂછપરછ કરી છે. NIA જાણવા માગે છે કે શું પ્રદીપ શર્મા, સસ્પેન્ડેડ સચિન વઝે અને પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદા શર્માના સંપર્કમાં હતા. આ સાથે જ મનસુખ હિરેનની હત્યાકેસમાં જોડાયેલા પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે પણ શર્માના ખાસ માણસ માનવામાં આવે છે.
શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડેલા શર્મા થાણેની એન્ટી-એક્સટોર્શન સેલમાં રહી ચૂક્યા છે. 90ના દાયકામાં તેમને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમને અંડરવર્લ્ડની સફાઈની કામગીરી સોંપવામાં આવી હતી. અહીંથી જ શર્મા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ બન્યા હતા.
4 સવાલોના જવાબમાં જાણો- ગુરુ-ચેલા અને કેસનું કનેક્શન
1. શર્મા NIAની રડારમાં કેવી રીતે આવ્યા?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, NIA પાસે પ્રદીપ શર્મા અને સચિન વઝેની એક મીટિંગની માહિતી છે. તપાસ દરમિયાન એજન્સીને ખ્યાલ આવ્યો કે મનસુખના મર્ડરના થોડા દિવસ પહેલાં વઝેએ અંધેરીમાં એક વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી. પ્રદીપ શર્મા પણ આ જ વિસ્તારમાં રહે છે. શંકા છે કે મીટિંગ વઝે અને શર્મા વચ્ચે થઈ હતી. એક સીસીટીવી ફૂટેજમાં વઝે અને શિંદે બાંદ્રા વરલી સી લિંક પર કારમાં બેઠેલા જોવા મળ્યા હતા. એજન્સીનું માનવું છે કે બંને અંધેરીમાં શર્માને મળવા જતા હતા. મનસુખને જે નંબરથી કોલ કરીને બોલાવ્યો હતો એનું છેલ્લું લોકેશન પણ અંધેરી જેબીનગર પોલીસ સ્ટેશનનું હતું. NIA વઝેને સાથે લઈને 3 એપ્રિલની રાતે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી અંધેરીમાં ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.
2. NIA શર્મા પાસેથી શું જાણવા માંગે છે?
NIA જાણવા માગે છે કે શર્માએ છેલ્લે વઝે સાથે મુલાકાત ક્યારે કરી હતી. કેમ શર્માએ નોકરી છોડ્યા પછી પણ વઝે તેના સંપર્કમાં હતો? શું શર્માની વઝે અને શિંદે સાથે મીટિંગ થઈ હતી? શું વઝે અને શિંદેએ શર્માને મનસુખ હિરેન વિશે કોઈ વાત કહી હતી?
3. વઝે અને શર્માનું શું કનેક્શન છે?
2007માં વઝેને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યાર પછી તેણે શિવસેના જોઈન કરી હતી. માનવામાં આવે છે કે વઝેની શિવસેનામાં એન્ટ્રી કરાવનાર શર્મા જ હતા. શર્માને જ વઝેનો ગુરુ માનવામાં આવે છે. તે પોતે નાલાસપોરા વિધાનસભાથી શિવસેનાની ટિકિટ પર 2019માં ચૂંટણી લડી ચૂક્યા છે.
4. શર્માના કેટલા ખાસ હતા વિનાયક શિંદે?
બીજી બાજુ, શિંદે 10 વર્ષ સુધી એ જ એન્કાઉન્ટર ટીમનો ભાગ રહ્યા હતા, જેમાં શર્મા પણ હતા. છોટા રાજનના ખાસ લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર કરવાનો આરોપ શર્મા, શિંદે સહિત આખી ટીમ પર લગાવવામાં આવ્યો હતો. આરોપ હતો કે મુંબઈના બિલ્ડર જનાર્દન ભાંડે પાસેથી પૈસા લીધા પછી લખનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. શર્માને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર પછી તેને કોર્ટમાંથી છોડી દેવામાં આવ્યા હતા. વિનાયકની આ કેસમાં જ ધરપકડ કરવામાં આવી હતી. તે પેરોલ પર બહાર આવ્યો હતો અને આ દરમિયાન મનસુખ મર્ડરકેસ સામે આવ્યો હતો.
35 વર્ષ પોલીસ વિભાગમાં રહ્યા શર્મા
ઉત્તરપ્રદેશમાં જન્મેલા અને મહારાષ્ટ્રના ધુલેમાં વસેલા પ્રદીપ શર્મા 35 વર્ષથી પોલીસ સર્વિસમાં છે. તેમણે અત્યારસુધી 112 એન્કાઉન્ટર કર્યા છે. તેઓ 100થી વધારે એન્કાઉન્ટર કરનાર દેશના પહેલા પોલીસકર્મી છે. મે 2020માં તેમણે મહારાષ્ટ્ર પોલીસ વિભાગ છોડી દીધો હતો. ત્યાર પછી તેમણે પોતાનું NGO પીએસ ફાઉન્ડેશન શરૂ કર્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.