તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસમાં CCTV ઘટસ્ફોટ:સચિન વઝે અને મનસુખ 17 ફેબ્રુઆરીએ CST સ્ટેશનની બહાર મળ્યા હતા

મુંબઈએક મહિનો પહેલા
CCTV ફૂટેજમાંથી કેપ્ચર કરવામાં આવેલી આ ઈમેજમાં મનસુખ હિરેન(રેડ સર્કલ) સચિન વઝેની ઓડીમાં બેસતા દેખાઈ રહ્યા છે
  • મનસુખ હિરેનની સ્કોર્પિયોમાં વિસ્ફોટક મૂકીને તેને મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી
  • 5 માર્ચે મનસુખનું શબ ખાડીમાંથી મળ્યું હતું, તપાસ એજન્સીઓને શક- મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ API સચિન વઝેએ હત્યા કરાવી

એન્ટલિયાકેસ અને મનસુખ હિરેનના મોતના મામલામાં કડી જોડનાર એક CCTV ફૂટેજ પ્રકાશમાં આવ્યા છે. એમાં દેખાઈ રહ્યું છે કે 17 ફેબ્રુઆરીએ સચિન વઝે અને મનસુખની મુલાકાત થઈ હતી. CCTV ફૂટેજ CST રેલવે સ્ટેશનની બહારના છે. હવે તપાસ એજન્સીઓનું માનવું છે કે આ મુલાકાત દરમિયાન મનસુખે સ્કોર્પિયોની ચાવી વઝેને સોંપી હતી.

ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ મનસુખે સ્કોર્પિયોની ચોરી થઈ હોવાની ફરિયાદ કરી હતી. આ એ જ સ્કોર્પિયો હતી, જેમાં વિસ્ફોટક ભરીને મુકેશ અંબાણીના ઘરની સામે પાર્ક કરવામાં આવી હતી.

હાલ જે CCTV ફૂટેજ પ્રકાશમાં આવ્યા છે એમાં દેખાઈ રહ્યું છે કે સફેદ રંગની કાર CST રેલવે સ્ટેશનની બહાર રોકાઈ છે. કારમાંથી મનસુખ હિરેન ઊતરે છે. બીજા ફૂટેજમાં સચિન વઝેની ઓડી દેખાઈ રહી છે, જે ટ્રાફિક સિગ્નલ પર રોકાય છે, જેમાં મનસુખ હિરેન બેસી જાય છે.

વઝે ષડયંત્રના સૂત્રધાર હોવાનો પૂરતા પુરાવા મળ્યા
NIAના જણાવ્યા મુજબ, અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મૂકવાનું ષડયંત્ર વઝેએ રચ્યું હોવાના પૂરતા પુરાવા મળ્યા છે. આ જ કાર 25 ફેબ્રુઆરીની રાતે મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી. એમાંથી જિલેટીનના 20 રોડ મળ્યા હતા. આ સ્કોર્પિયોની પાછળ જે ઈનોવા કાર CCTVમાં દેખાઈ રહી હતી, તે ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટ(CIU)ની જ હતી અને તેને CIUના પોલીસકર્મચારીઓ જ ચલાવી રહ્યા હતા. NIAની તપાસમાં બહાર આવ્યું છે કે વઝે જ સ્કોર્પિયો ચલાવીને લઈ ગયા અને એને પાર્ક કર્યા પછી નીકળીને ઈનોવામાં બેસીને ફરાર થઈ ગયા.

વઝેએ કહ્યું હતું- જ્યારે મનસુખ ગુમ થયો ત્યારે તેઓ ડોંગરીમાં હતા
સચિન વઝેએ પોતાની જામીન અરજીમાં કહ્યું હતું કે તેમને ફસાવવા માટે FIR નોંધવામાં આવી. મનસુખ હિરેન જ્યારે ગુમ થયા અને તેમની કથિત રીતે હત્યા કરવામાં આવી એ સમયે વઝે દક્ષિણ મુંબઈમાં ડોંગરીમાં હતા. સચિન વઝેએ ધરપકડના એક દિવસ પહેલાં એટલે કે 12 માર્ચે થાણે સેશન કોર્ટમાં ઈન્ટેરિમ જામીન અરજી કરી હતી. એમાં વઝેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર ATS દ્વારા નોંધવામાં આવેલી FIR આધારહીન અને ઉદ્દેશહીન છે. FIRમાં કોઈ વ્યક્તિનું નામ નથી. જોકે ત્યારે કોર્ટે તેમની અરજી પર ચુકાદો સંભળાવ્યો ન હતો.

પુરાવાનો નાશ કરવા માટે મનસુખની હત્યાની યોજના બનાવી
ATS સાથે જોડાયેલાં સૂત્રોના જણાવ્યા મુજબ, અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાનું ષડયંત્ર વઝેએ રચ્યું હતું. તેના આ ષડયંત્રનો મુખ્ય સાક્ષી મનસુખ હતો. મનસુખે વઝેને આ સમગ્ર ષડયંત્રમાં મદદ કરી હતી. આ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી તો વઝેએ સત્ય બહાર આવવાના ડરથી વધુ એક ષડયંત્ર રચ્યું. તેણે મનસુખની હત્યાની યોજના બનાવી અને 4 માર્ચની રાતે 8.30 વાગ્યે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે દ્વારા મનસુખને બોલાવ્યો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો