તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એન્ટિલિયાકેસ અને મનસુખ હિરેનની હત્યાકેસમાં તપાસ કરતી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સચિન વઝેના મેન્ટર રહેલા પૂર્વ ACP અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની સતત બીજા દિવસે પણ પૂછપરછ કરી છે. આ પહેલાં બુધવારે પણ શર્માની 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. હિરેનની હત્યા મામલે NIA તપાસ કરી રહી છે કે શું પ્રદીપ શર્માને વઝે વિશેની માહિતી હતી?
NIAને વઝેના એક બેન્ક અકાઉન્ટમાંથી 1.5 કરોડ રૂપિયા હોવાની પણ માહિતી મળી છે. આ વિશે સોલિસિટર જનરલ અનિલ સિંહે બુધવારે NIA કોર્ટને જણાવ્યું હતું કે પોતાને પ્રામાણિક ગણાવનાર સચિન વઝેના એક અકાઉન્ટમાંથી આટલી મોટી રકમ મળવી શંકા ઊભી કરે એવું છે. NIA તપાસ કરવા માગે છે કે આટલા પૈસા કેવી રીતે અને ક્યાંથી આવ્યા? એના જ આધારે વઝેની કસ્ટડી વધારવાની માગણી કરવામાં આવી છે.
મનસુખ હિરેન પણ એન્ટિલિયાકેસમાં સામેલ હતો
સોલિસિટર જનરલે કોર્ટમાં જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે મનસુખ હિરેન પણ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહારથી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો ઊભી કરવાના મામલે સામેલ હતો. NIAના જણાવ્યા પ્રમાણે, મનસુખ પૈસાની લાલચમાં આ કેસમાં વઝેનો ભાગીદાર બન્યો હતો, જ્યારે બીજી બાજુ વઝેએ દાવો કર્યો છે કે મનસુખે તેની મરજીથી સ્કોર્પિયોની ચાવી તેને આપી હતી.
મનસુખ સૌથી નબળી કડી બન્યો હતો
NIA સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મનસુખ સતત પૂછપરછને કારણે કંટાળી ગયો હતો અને એને કારણે તે આ કેસની સૌથી નબળી કડી બની ગયો હતો. ત્યાર પછી 2 અને 3 માર્ચ વચ્ચે સચિન વઝેએ તેને પોતાના રસ્તેથી હટાવવાનું પ્લાનિંગ કર્યું હતું અને વિનાયક શિંદે સહિત અમુક લોકો સાથે મળીને 4 માર્ચની રાતે મનસુખની હત્યા કરી દેવામાં આવી હતી. સોલિસિટર જનરલે કોર્ટમાં જણાવ્યું હતું કે આ વિશે પણ હજી થોડા પુરાવા ભેગા કરવાના છે.
NIA UAPAમાં 30 દિવસની કસ્ટડી ઈચ્છે છે
NIA હાલ એન્ટિલિયા વિસ્ફોટક મળવાના કેસ બાબતે અને સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેન હત્યા કેસની તપાસ કરી રહ્યા છે. આ પહેલાં હિરેનની હત્યાની તપાસ મહારાષ્ટ્ર ATSએ શરૂ કરી હતી અને પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ-બુકી રાજેશ ગોરેની પણ ધરપકડ કરી છે. સચિન વઝે 9 એપ્રિલ સુધી NIA કસ્ટડીમાં છે, જ્યારે શિંદે અને ગોરને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) અંતર્ગત વઝેને 30 દિવસની કસ્ટડીમાં રાખવાની ડિમાન્ડ કરી હતી, જેને હાલ કોર્ટે નકારી દીધી છે.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું છે કે હવે ફરી વખત વઝેને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે તેમના મેડિકલ રિપોર્ટ પણ રજૂ કરવા. ત્યાર પછીથી માનવામાં આવે છે કે NIA આજે વઝેના મેડિકલ રિપોર્ટ કરાવી શકે એમ છે.
NIA સામે પૂછપરછમાં વઝેએ બે મંત્રીનાં નામ આપ્યાં
એક દિવસ પહેલાં રજૂ કરવામાં આવ્યા ત્યારે વઝેએ કોર્ટ સામે એક લેખિત નિવેદન રજૂ કર્યું હતું. આ નિવેદન તેણે NIAની કસ્ટડી દરમિયાન આપ્યું હતું. એમાં વઝેએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ પર પણ ગેરકાયદે વસૂલીનો આરોપ લગાવ્યો છે.
લેખિત નિવેદનમાં વઝેએ એવું પણ કહ્યું છે કે વસૂલીકાંડમાં સમગ્ર માહિતી અનિલ દેશમુખના PA પાસે હતી. સચિન વઝેએ તેમના નિવેદનમાં કહ્યું છે કે NCP ચીફ શરદ પવારે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો હતો અને તેઓ ઈચ્છતા હતા કે વઝેનું સસ્પેન્શન રદ કરવામાં આવે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.