તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sachin Vaze Antilia Case; Mumbai ATS News | Mukesh Ambani House Scare And Mansukh Hiran Murder Case Latest News Today Updates

બાર ગર્લના કારણે ક્રેક થયો એન્ટિલિયા કેસ:24 કલાકમાં સર્ચ કર્યો 9000 મોબાઈલ યુઝર્સનો ડેટા, સચિન વઝેને મુંબઈ પોલીસમાંથી કાઢવાની તૈયારી

5 મહિનો પહેલા
5 માર્ચે મનસુખ હિરેનનો મૃતદેહ રેતી બંદર ખાડીમાંથી મળ્યો, 13 માર્ચે NIAએ સચિન વઝેની ધરપકડ કરી

એન્ટિલિયા કેસ અને મનસુખ હિરેનની મોતના મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવી વાત પણ સામે આવી રહી છે કે આ કેસ સોલ્વ થવાનું મુખ્ય કારણ છે એક બાર ગર્લ. હકીકતમાં 4 માર્ચે મનસુખ હિરેનના ફોન પર એક વોટ્સએપ કોલ આવ્યો હતો. આ કોલને ટ્રેસ કર્યા પછી મહારાષ્ટ્રની એટીએસ મુંબઈની એક બાર ડાન્સર સુધી પહોંચી હતી અને તેના દ્વારા ક્રિકેટ બુકી ગોરની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વધુ એક ખુલાસો થયો છે.

મનસુખની હત્યાવાળા દિવસે (4-5 માર્ચે) 9000 મોબાઈલ યુઝર્સના ડેટાની ATS દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરેક લોકો મુંબઈના રેતી બંદરની ખાડી મુંબ્રાથી તે રાતે પસાર થયા હતા. આ દરેક ખુલાસા વચ્ચે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટર (API) સચિન વઝેને મુંબઈ પોલીસમાંથી કાઢવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કેસ વેપારી મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી 300 મીટર દૂર વિસ્ફોટ ભરેલી સ્કોર્પિયો મળ્યા પછી શરૂ થયો છે. ત્યારપછી સ્કોર્પિયોના 48 વર્ષના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ રેતી બંદર ખાડીમાંથી મળી આવ્યો હતો. આ કેસની તપાસ સૌ પહેલાં ATSએ શરૂ કરી હતી.

ગુજરાતના ભુજમાંથી ખરીદવામાં આવ્યા હતા 14 સિમ
4 માર્ચની સાંજે આવેલા વોટ્સએપ કોલને સ્કેન કર્યા પછી ATSને એક વધુ માહિતી મળી હતી. તે નંબર પરથી પણ મનસુખ હિરેનને કોલ આવ્યો હતો. આ નંબર ગુજરાતના ભુજમાંથી ખરીદવામાં આવ્યો હતો. દુકાનદારે આવા 14 સિમ કાર્ડ નરેશ ગોરને વેચ્યા હતા. ગોરે તેમાંથી એક સીમ કાર્ડ તેની બાર ડાન્સર ફ્રેન્ડને આપ્યું હતું. ATSએ આ કડી મેળવીને ગુજરાતથી નરેશ ગોર અને ગુજરાતના એક હોટલ વિનાયક શિંદેની ધરપકડ કરી હતી.

તાવડેનો ફોન આવ્યા પછી ઘરેથી નીકળ્યા હતા મનસુખ
મનસુખની પત્ની વિમલા હિરેને ATSને જણાવ્યું હતું કે, મનસુખને છેલ્લો કોલ તાવડે નામના એક અધિકારીને આવ્યો હતો. ત્યારપછી તે 8.30 વાગે ઘરેથી નીકળ્યા હતા અને કદી પાછા ના આવ્યા. વિમલાએ રાતે 11 વાગે મનસુખને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ આવતો હતો.

સચિન વઝેને મુંબઈ પોલીસમાંથી કાઢવાની તૈયારીઓ શરૂ
મુંબઈની તલોજા જેલમાં બંધ સસ્પેન્ડ API સચિન વઝેને હવે પોલીસ વિભાગમાંથી સસ્પેન્ડ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમની એન્ટિલિયા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગૃહ વિભાગની ભલામણ પર મુંબઈ પોલીસ 1-2 દિવસમાં જ વઝેને સસ્પેન્ડ કરી શકે છે. તેમના વિરુદ્ધ 311 (2) કલમ દાખલ કરવામાં આવી છે.

ત્રણ એજન્સીઓ કરી રહી છે એન્ટિલિયા કેસની તપાસ
એન્ટિલિયા બહાર જિલેટિન મળ્યા કેસમાં અત્યાર સુધી ત્રણ અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્રણેય કેસની હાલની સ્થિતિ...

  • પહેલો કેસ મનસુખ હિરેનની સ્કોર્પિયો ચોરી થવાનો, જેની તપાસ મુંબઈની ગામદેવી પોલીસ કરી રહી છે.
  • બીજો કેસ અંબાણીના ઘર પાસેથી મળેલી જિલેટિન ભરેલી સ્કોર્પિયોનો છે. તેની તપાસ NIA કરી રહી છે. આ જ કેસમાં સચિન વઝેની ઝરપકડ કરવામાં આવી છે.
  • ત્રીજો કેસ સ્કોર્પિયો માલિક મનસુખ હિરેનની હત્યાનો છે. આ કેસમાં મહારાષ્ટ્ર ATS તપાસ કરી રહી છે. હવે થાણે કોર્ટના આદેશ પછી આ કેસ NIAને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. જોકે ATSએ અત્યાર સુધીમાં આ કેસ બંધ કર્યો હોવાની ઓફિશિયલ જાહેરાત નથી કરી.
અન્ય સમાચારો પણ છે...