તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Sachin Vaze Antilia Case: Mukesh Ambani Mansukh Hiren Murder Case Update | National Investigation Agency, Mumabi Police Latest News

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસ:NIA ધરપકડ કરવામાં આવેલા શિંદે અને ગોરની વઝેની સામે બેસાડી પુછપરછ કરશે, આરોપી દાઉદ એંગલથી કેસ ગેરમાર્ગે દોરવા માંગે છે

2 મહિનો પહેલા
  • ATSએ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને સટ્ટાબાજ નરેશ ગોરને NIAને સોંપ્યા

એન્ટિલિયા કેસમાં મનસુખ હિરેનની હત્યાની તપાસ હવે ATSથી NIAને સોંપવામાં આવી છે. ત્યારપછી NIAની ટીમ મોડી રાતે રેતી બંદરની ખાડીમાં તે જગ્યાએ ગઈ જ્યાં મનસુખનો મૃતદેહ 5 માર્ચે મળી આવ્યો હતો. મનસુખની હત્યા રાતે થઈ હતી, તેથી ટીમ સસ્પેન્ડ કરવામાં આવેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટર સચિન વઝેને લઈને રાત્રે ત્યાં ગઈ હતી અને આખો સીન રિક્રિએટ કરાવ્યો હતો.

ATSએ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને સટ્ટાબાજ નરેશ ગોરને NIAને સોંપી દીધા હતા. ત્યારપછી કેન્દ્રીય તપાસ એજન્સી સચિન વઝે અને બંને આરોપીઓને આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. NIAને એ કાર પણ મળી ગઈ છે જેમાં મનસુખની હત્યા કરવામાં આવી હતી. કારમાંથી મળેલા ફોરેન્સિક પુરાવાને મેચ કર્યા પછી વઝેનો ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે. તે માટે વઝેનું બ્લડ સેમ્પલ પણ લઈ લેવામાં આવ્યું છે.

વઝે દાઉદ એંગલથી તપાસને ગેરમાર્ગે દોરવા માંગે છે
NIA સૂત્રોના જણાવ્યા પ્રમાણે સચિન વઝે એન્ટિલિયા કેસને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડીને તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માંગે છે. તેણે દુબઈમાં રહેતા દાઉદ ઈબ્રાહિમની એક ગેંગ સાથે જોડાયેલા વ્યક્તિને નકલી ટેલિગ્રામ બનાવીને ધમકીવાળો મેસેજ મોકલવા પણ કહ્યું હતું. જિલેટિન ભરેલી સ્કોર્પિયો મળ્યા પછી 12 દિવસ સુધી આ કેસની તપાસ વઝેના હાથમાં જ હતી.

જોકે આ કેસમાં ધમકી દિલ્હીની તિહાડ જેલમાંથી મોકલવામાં આવી છે. તે માટે જૈશ-એ-હિંદ નામનું એક નકલી ટેલિગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તેની તપાસ માટે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે એક પ્રાઈવેટ સાઈબર ફર્મની મદદ લીધી હતી. પરંતુ તેને ક્યાંય રેકોર્ડમાં સામેલ કરવામાં આવી નથી. NIA હવે એ વાતની તપાસ કરી રહી છે કે, એ મેસેજ આટલો મહત્વનો હોવા છતાં મુંબઈ પોલીસે તેની તપાસ કરીને તિહાડ જેલ કેમ ના ગઈ.

વઝેએ પોતાના ઉપર લગાવવામાં આવેલા દરેક આરોપો નકાર્યા
NIA કોર્ટમાં જજ પીપી સિતરે સામે વઝેના વકીલે કહ્યું, વઝેને મનસુખ મર્ડર કેસ સાથે કોઈ લેવા દેવા નથી. તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. NIAના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને કહ્યું કે, આરોપમાં કોઈ પોલીસકર્મીનું સામેલ હોવું અને વઝેના ઘરમાંથી NIAને મળેલી 62 કારતૂસોની તપાસ કરવી જરૂરી છે. NIA કોર્ટે આતંકવાદ રોકવાના કાયદા UAPAની કલમ 16 અને 18ના આરોપી વઝેને 3 એપ્રિલ સુધી NIAની કસ્ટડીમાં મોકલી દીધા છે.

NIAને મળ્યા મનસુખની હત્યા સમયે વઝે ઘટના સ્થળે હોવાના પુરાવા
NIA સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોબાઈલ ટાવર અને IP ઈવેલ્યુશનના આધાર પર જાણવા મળ્યું છે કે, મનસુખની હત્યા સમયે વઝે ઘટના સ્થળે હાજર હતા. ત્યારપછી તે મુંબઈ પોલીસ હેડક્વાર્ટર પર આવેલી તેની CIUની ઓફિસમાં જઈને પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં લગાવ્યો હતો, જેથી તેનું લોકેશન તે જ દેખાય. તે પૂછપરછમાં જણાવ્યું છે કે, તે 4 માર્ચે આખો દિવસ કમિશનર ઓફિસમાં જ હતો. જ્યારે 4 માર્ચે બપોરે 12.48 મિનિટે તેનું મોબાઈલ લોકેશન ચેમ્બુરની MMRDA કોલોનીમાં હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો