તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Sachin Vaze Antilia Case: Mukesh Ambani Antilia Security| New Disclosure In NIA Investigation After Placing Scorpio, I Sachin Wajhe Forgot To Put Threatening Letter

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા વિસ્ફોટક કેસ:NIA તપાસમાં નવો ખુલાસો- વઝે સ્કોર્પિયોમાં ધમકીવાળો લેટર મુકવાનો ભૂલી ગયો હતો, બીજી વાર ઘટના સ્થળે પહોંચ્યો તો CCTVમાં કેદ થયો

2 મહિનો પહેલા

ઉદ્યોગપિત મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર મળી આવેલી સ્કોર્પિયો મુદ્દે NIAને વધુ એક મોટો પુરાવો મળ્યો છે. ઘટનાસ્થળ પર લગાવવામાં આવેલા CCTV ફૂટેજની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, 25 ફેબ્રુઆરીએ સ્કોર્પિયો ઉભી કર્યા પછી સચિન વઝે તેમાં ધમકી ભરેલો લેટર મુકવાનું ભૂલી ગયો હતો. પાછળથી આવેલી ઈનોવામાં બેસીને થોડે દૂર ગયા પછી વઝેને એ વાત યાદ આવી. ત્યારપછી તે ફરી ઘટના સ્થળે પહોંચ્યો અને તેણે સ્કોર્પિયોમાં લેટર પ્લાન્ટ કર્યો હતો.

NIA સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં જ વઝેથી ભૂલ થઈ ગઈ અને લેટર પ્લાન્ટ કરીને ત્યાંથી નીકળવાના ચક્કરમાં તે પાસે આવેલી એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. આ દરમિયાન વઝેએ સફેદ રંગનો ઢીલો કુર્તો-પાયજામો પહેરેલો હતો. જેને પહેલા પીપીઈ કિટ કહેવામાં આવતું હતું. સચિન વઝેએ સ્કોર્પિયોમાં એક ટાઈપ લેટર મુક્યો હતો. તેમાં લખ્યું હતું, પ્રિય નીતા ભાભી અને મુકેશ ભૈયા અને પરિવાર આ માત્ર એક ટ્રેલર છે. આવતી વખત પરિવાર પાસે ઉડાન ભરવા માટે પૂરતો સામાન હશે, સાવધાન રહેજો.

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર મળી આવેલી સ્કોર્પિયો
મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર મળી આવેલી સ્કોર્પિયો

પુરાવા પાક્કા કરવા સીનને રીક્રિએટ કરવામાં આવ્યો
ગયા સપ્તાહે NIAની ટીમ વઝેને લઈને તે જ જગ્યાએ ફરી આવી હતી અને તે સીનને રીક્રિએટ પણ કર્યો હતો. એટલે કે ગુનો જે રીતે થયો તેનું ફરી પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. તેની પાછળ NIAનો હેતુ હતો કે તપાસમાં કોઈ કમી બાકી ના રહે. આ દરમિયાન વઝેએ કુર્તો-પાયજામો પહેરીને એક ડમી સ્કોર્પિયો પણ ચલાવી હતી.

લોજિસ્ટિક સપોર્ટ માટે શિંદેને રૂ. 50,000 આપવામાં આવ્યા હતા
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ કેસમાં લોજિસ્ટિક હેલ્પ માટે વઝેએ વિનાયક શિંદેને રૂ. 50 હજાર આપ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિંદે દ્વારા વધે એક એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યા જે દક્ષિણ મુંબઈની એક ક્લબ ચલાવતા હતા. આ ક્લબમાં જુગારી અને સટ્ટોડિયાઓની ભીડ જમા થતી હતી. અહીં જ તેની મુલાકાત બુકી નરેશ ગોર સાથે થઈ હતી. જોકે આ નરેશની પણ અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે.

ક્રિકેટ સટ્ટોડિયાઓ પાસેથી વસુલી કરતો હતો વઝે
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, સચિન વઝેની એક મોટી કમાણી ક્રિકેટ સટ્ટોડિયામાંથી પણ થાય છે. મેચ દરમિયાન તેમના અડ્ડા પર દરોડા ના પડે, તે માટે ઘણાં સટ્ટોડિયાઓ પહેલેથી જ વઝે સુધી કરોડો રૂપિયા પહોંચાડી દે છે. તેમાં ગુજરાત ક્રિકેટનો બુકી નરેશ ધરે ઉર્ફે નરેશ ગોર પણ હતો. વઝેને ખબર હતી કે સટ્ટાનો સમગ્ર વેપાર ગેરકાયદે સિમ કાર્ડથી જ થાય છે. તેથી તેણે ફેબ્રુઆરીમાં નરેશ ગોરને અમુક સિમકાર્ડ આપવા કહ્યું હતું.

આ તસવીર વઝેએ શિવસેના જોઈન કરી ત્યારની છે.
આ તસવીર વઝેએ શિવસેના જોઈન કરી ત્યારની છે.

વઝેએ ત્રણ ફોનનો નાશ કરવા કહ્યું હતું
તપાસ દરમિયાન મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ની ટીમે ત્રણ મોબાઈલ ફોનના હિસ્સા મેળવ્યા હતા. જેમાંથી એકનો ઉપયોગ મનસુખ હિરેનને કોલ કરવા માટે કરવામાં આવ્યો હતો. વઝેએ આ ફોન તેના પરિચિત દ્વારા નષ્ટ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસને ત્રણ સીમ કાર્ડ પણ મળી આવ્યા છે. જે વ્યક્તિએ વઝેને ચાર ફોન અપાવવામાં મદદ કરી હતી તેની ઓળખ પોલીસે કરી લીધી છે અને તેમનું નિવેદન પણ નોંધી લેવામાં આવ્યું છે.

વઝેની અન્ય બે કાર NIA શોધી રહી છે
NIA વધુ બે અને હાઈ એન્ડ કારની તપાસમાં છે, જેનો કથિત રીતે સચિન વઝેએ ઉપયોગ કર્યો હતો. તેમાંથી એક આઉટલેન્ડર છે. ચે પહેલાં NIAએ 5 અને મહારાષ્ટ્ર ATSએ એક કાર જપ્ત કરી છે. ATSએ જપ્ત કારની ડિટેલ NIAને ટ્રાન્સફર કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો