સચિન તેંડુલકર હોસ્પિટલમાં દાખલ:5 દિવસ પહેલાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, લોકોને વર્લ્ડ કપ જીતવાની 10મી વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવી

મુંબઈએક વર્ષ પહેલા
27 માર્ચે સચિન તેેંડુલકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
  • સચિનએ ટ્વીટમાં લખ્યું છે કે હું સતત ટેસ્ટ કરાવતો આવ્યો છું અને કોરોનાથી બચવા માટેનાં તમામ પગલાં લીધાં છે

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 5 દિવસ પહેલાં જ તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી તે ઘરમાં આઈસોલેટ હતો, પરંતુ હવે તેને ડોક્ટર્સે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સચિને સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે. સચિનના પરિવારના બાકીના તમામ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

લોકોને પ્રાર્થના કરવા બદલ ધન્યવાદ આપ્યા
સચિને ફેન્સને સંબોધિત આ પોસ્ટમાં લખ્યું છે, પ્રાર્થના કરવા બદલ ધન્યવાદ. મેડિકલ સલાહ પછી મને સાવધાનીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મને આશા છે કે હું થોડા દિવસોમાં જ ઘરે પરત ફરીશ. પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો.

પોઝિટિવ આવ્યા પછી સચિને સોશિયલ મીડિયા પર આપી માહિતી.
પોઝિટિવ આવ્યા પછી સચિને સોશિયલ મીડિયા પર આપી માહિતી.

સચિને તેના ટ્વીટમાં આગળ કહ્યું છે કે વર્લ્ડ ચેમ્પિયન બનવાની 10મી વર્ષગાંઠ પર તમામ ભારતીયો અને ટીમના મારા સાથીઓને શુભેચ્છા. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલ 2011એ ભારતે બીજી વખત વિશ્વ કપ પર કબજો કર્યો હતો. 1983 પછી આ બીજી તક હતી, જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી હતી, જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

27 માર્ચે થયો હતો કોરોના સંક્રમિત
સચિન તેંડુલકર 27 માર્ચે કોરોનાવાયરસથી સંક્રમિત થયો હતો. તેણે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી. કોરોના પોઝિટિવ આવ્યા પછી સચિન તેંડુલકરે કહ્યું છે કે તેઓ પોતે હોમ ક્વોરન્ટીન થયો છે. આ સિવાય તે જરૂરી મહામારી સાથે સંબધિત તમામ જરૂરી પ્રોટોકોલ અને ડોક્ટરની સલાહનો અમલ કરી રહ્યો છે. સચિન કોરોના પોઝિટિવ આવ્યા પછી તેના સમગ્ર પરિવારનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

હું સતત ટેસ્ટ કરાવતો આવ્યો છુંઃ સચિન
સચિન(47 વર્ષ)એ ટ્વીટમાં લખ્યું છે કે હું સતત ટેસ્ટ કરાવતો આવ્યો છું અને કોરોનાથી બચવા માટેનાં તમામ પગલાં લીધાં છે. જોકે થોડાં લક્ષણો દેખાયાં પછી હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સચિને આગળ લખ્યું છે કે હું ઘરે ક્વોરન્ટીન છું. ડોક્ટરોના નિર્દેશોનું પાલન કરી રહ્યો છે. હું એ તમામ સ્વાસ્થ્યકર્મચારીઓને ધન્યવાદ આપવા માગું છું, જેમણે મને સાથ આપ્યો છે. તમે બધા પોતાનું ધ્યાન રાખજો.

સચિન સિવાય બીજા 3 ખેલાડી પોઝિટિવ
સચિન રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી-20માં રમ્યા પછી સંક્રમિત થયો હતો. આ સિવાય આ ટૂર્નામેન્ટમાં રમનારા ભારતના 3 અને પૂર્વ ક્રિકેટર કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાં યુસુફ પઠાન, ઈરફાન પઠાન અને એસ.બદ્રીનાથ સામેલ છે.

સચિનની કેપ્ટનશિપમાં ઈન્ડિયા લેજન્ડ્સ ચેમ્પિયન બની હતી
સચિને 7થી 21 માર્ચની વચ્ચે રાયપુરમાં થયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ભાગ લીધો હતો. તેની કેપ્ટનશિપમાં ઈન્ડિયા લેજન્ડ્સ ચેમ્પિયન પણ બની હતી. મેચ પહેલાં દરેક ખેલાડીનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતો હતો. સચિને એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

ઈન્ડિયા લેજન્ડ્સની ટીમ.
ઈન્ડિયા લેજન્ડ્સની ટીમ.

વર્લ્ડકપ જીતની 10મી વર્ષગાંઠ પર શુભેચ્છા
તેની સાથે જ તેણે વનડે વર્લ્ડ કપ જીતની 10મી વર્ષગાંઠ પર ફેન્સને શુભેચ્છા પાઠવી. તેણે લખ્યું છે કે વર્લ્ડ કપ જીત્યાને 10 વર્ષ થઈ ચૂક્યાં છે; એ બદલ તમામ ભારતીયો અને મારા સાથીઓને શુભેચ્છા. ભારતે 2011માં આજના દિવસે(2 એપ્રિલે) શ્રીલંકાને ફાઈનલમાં 6 વિકેટે હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

શ્રીલંકાએ બનાવ્યા હતા 6 વિકેટ 274 રન
શ્રીલંકાએ ટોસ જીતેને પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 6 વિકેટ 274 રન બનાવ્યા હતા. માહેલા જયવર્ધને 88 બોલમાં 103 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 48.2 ઓવરમાં 4 વિકેટે 277 રન બનાવીને મેચ જીતી હતી.

2011 વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ટીમ.
2011 વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ટીમ.

ગંભીર અને ધોનીએ ભારતને ફાઈનલ જિતાડી
ભારત તરફથી ગૌતમ ગંભીરે 97 રન અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઉટ થયા વગર 91 રનની ઈનિંગ રમી હતી. આ ભારતની બીજી વર્લ્ડ કપ ટ્રોફી રહી. આ પહેલાં કપિલ દેવના નેતૃત્વમાં ટીમે ઈન્ડિયાએ 1983 વર્લ્ડ કપ જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...