ISROને મળ્યું નવું નેતૃત્વ:એસ. સોમનાથ બન્યા ISROના નવા ચીફ, રોકેટ એન્જિનિયરિંગના છે એક્સપર્ટ

4 મહિનો પહેલા
વર્ષ 2015માં તેઓ LPSCના ચીફ બન્યા. વર્ષ 2018માં તેઓને VSSCના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા (ફાઈલ)

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડાયરેક્ટર અને ISROના મુખ્ય વૈજ્ઞાનિક એસ. સોમનાથને ISROના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. એસ. સોમનાથ ISROના હાલના ચીફ કે. સિવાનની જગ્યા લેશે. તિરુવનંતપુરમ સ્થિત VSSCના ડાયરેક્ટર એસ. સોમનાથ દેશના સૌથી ટેલેન્ટેડ રોકેટ ટેક્નોલોજિસ્ટ અને એરોસ્પેસ એન્જિનિયરમાંથી એક છે.

VSSC પહેલા એસ. સોમનાથ તિરુવનંતપુરમ સ્થિત લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર (LPSC)ના ડાયરેક્ટર પદે પણ રહ્યાં છે. તેઓએ ISROના રોકેટ્સના વિકાસમાં ઘણું જ યોગદાન આપ્યું છે. સોમનાથ લોન્ચ વ્હીકલની ડિઝાઈનિંગના માસ્ટર છે. તેઓ લોન્ચ વ્હીકલ સિસ્ટમ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઈન, સ્ટ્રક્ચરલ ડાયનેમિક્સ અને પાઈરોટેક્નીક્સના એક્સપર્ટ છે.

આ તે સરકારી આદેશ છે જેમાં એસ. સોમનાથને ISROના નવા ચીફ બનાવવાનો આદેશ અપાયો છે.
આ તે સરકારી આદેશ છે જેમાં એસ. સોમનાથને ISROના નવા ચીફ બનાવવાનો આદેશ અપાયો છે.

એસ. સોમનાથની સિદ્ધિ
ISRO ચીફ બન્યા તે પહેલાં તેઓ GSAT-MK11(F09)ને અપગ્રેડ કરી રહ્યાં હતા કે જેથી ભારે સંચાર સેટેલાઈટ્સને અંતરિક્ષમાં લોન્ચ કરી શકાય. આ ઉપરાંત એસ. સોમનાથ GSAT-6A અને PSLV-C41ને પણ વધુ ઉત્કૃષ્ટ બનાવવામાં લાગ્યા હતા કે જેથી રિમોન્ટ સેન્સિંગ સેટેલાઈટ્સને યોગ્ય રીતે લોન્ચ કરી શકાય.

જાણો એસ. સોમનાથ અંગે
એસ. સોમનાથે એર્નાકુલમથી મહારાજા કોલેજના પ્રી-ડિગ્રી પ્રોગ્રામ પૂરો કર્યો. જે બાદ કેરળ યુનિવર્સિટીના ક્વિલોન સ્થિત ટીકેએમ કોલેજ ઓફ એન્જિનિયરિંગથી મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. જે બાદ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સના એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેઓએ રોકેટ ડાયનેમિક્સ અને કંટ્રોલ પર વિશેષજ્ઞતા મેળવી છે.

ગ્રેજ્યુએશન કર્યા બાદ જ વર્ષ 1985માં એસ. સોમનાથે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જોઈન કર્યું. શરૂઆતમાં તેઓ PSLV પ્રોજેક્ટની સાથે કામ કરતા હતા, જે બાદ તેઓને વર્ષ 2010માં GSLV Mk-3 રોકેટના પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. વર્ષ 2015માં તેઓ LPSCના ચીફ બન્યા. વર્ષ 2018માં તેઓને VSSCના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...