તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Russia's Sputnik V Vaccine Has Been Approved For Second And Third Phase Medical Tests In India

કોરોનાને લઈ સારા સમાચાર:રશિયાની વેક્સિન સ્પુતનિક વી ને ભારતમાં બીજા તથા ત્રીજા તબક્કાના તબીબી પરીક્ષણ માટે મંજૂરી મળી

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 સપ્ટેમ્બરના રોજ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને ડો.રેડ્ડી વચ્ચે ભારતમાં પરીક્ષણ માટે સહમતિ થઈ હતી
  • સ્પુતનિક વી વેક્સિનને ગમાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમોલોજીએ તૈયાર કરી છે

ભારતમાં રશિયાની વેક્સિન સ્પુતનિક વી ને બીજા તથા ત્રીજા તબક્કાના તબીબી પરીક્ષણ માટે મંજૂરી મળી ગઈ છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ આ પરીક્ષણ માટે મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનના પરીક્ષણથી દેશમાં મોટાપાયે તેની અસર અંગે માહિતી મળી શકશે. 16 સપ્ટેમ્બરના રોજ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) તથા ડો.રેડ્ડી વચ્ચે ભારતમાં સ્પુતનિક વી ના પરીક્ષણ તથા વિતરણ માટે એક સમજૂતી થઈ હતી.

ડો.રેડ્ડીઝ લેબોરેટરીના કો-ચેરમેન અને MD જીવી પ્રસાદે એક નિવેદનમાં કહ્યું કે "ભારતમાં તબીબી પરીક્ષણ શરૂ કરવા માટે અમને જે મંજૂરી મળી છે તે એક મહત્વપૂર્ણ વિકાસ છે. અમે આ મહામારીનો સામનો કરવા માટે એક સુરક્ષિત અને અસરકારક વેક્સિન રજૂ કરવા માટે કટિબદ્ધ છીએ."

વેક્સિનની ડિલિવરી વર્ષ 2020ના અંત સુધીમાં થઈ શકે છે
આ અગાઉ RDIFએ કહ્યું હતું કે ભારતમાં હૈદરાબાદની કંપની ડો.રેડ્ડીઝને વેક્સિનના 10 કરોડ ડોઝ સપ્લાય કરવામાં આવશે. સ્પુતનિક વેક્સિન એડિનોવાઈરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે, જેનું કોરોના વાઈરસની મહામારીથી બચવા માટે ટ્રાયલ ચાલી રહ્યા છે. આ સાથે જ કહેવામાં આવ્યુ હતું કે ભારતમાં વેક્સિનનું સફળતાપૂર્વક પરિક્ષણ તથા નોંધણી પૂરું થયા બાદ ડિલિવરી 2020ના અંતભાગમાં શરૂ થઈ શકે છે.
સ્પુતનિક વી વેક્સિનને રશિયાના ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ તથા ગમાલેયા સાયન્ટિફિક રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમોલોજીએ સાથે મળી તૈયાર કરી છે. 11 ઓગસ્ટના રોજ તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો