નવા વર્ષમાં સારા સમાચાર:ભારત પહોંચી રશિયાની વેક્સીન Sputnik-V, 92% અસરકારક હોવાનો દાવો કરાયો છે

હૈદરાબાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે વિશ્વભરના દેશો વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ભારત માટે વેક્સીનને લઈને સારા સમાચાર આવ્યા છે. જાણવા મળ્યું છે કે સ્પુતનિક-વી (Sputnik-V)ની પ્રથમ ખેપ હૈદરાબાદ શહેરમાં પહોંચી ગઈ છે. ભારતની મોટી ફાર્મા કંપની ડો. રેડ્ડી લેબોરેટરીને આ વેક્સીનના હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી છે. રશિયાએ ઓગસ્ટમાં આ વેક્સીનને મંજૂરી આપી હતી અને આ વિશ્વની પ્રથમ વેક્સીન છે. જો કે તેના અંતિમ તબક્કાનું ટ્રાયલ હજુ બાકી છે.

સ્પુતનિક-વી હૈદરાબાદ પહોંચી તેના વીડિયો વાયરલ
વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હૈદરાબાદ એરપોર્ટ પર રશિયાની સ્પુતનિક-વી વેક્સીન આવે તેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહી છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ડો. રેડ્ડીઝ અને સ્પુતનિક-વીના લોગોવાળા કન્ટેનરોને લોકો ઉતારી રહ્યા છે.

92 ટકા પ્રભાવી છે સ્પુતનિક-વી
રશિયાના નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપેડિમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી અને રશિયા ડાયરેક્ટર ઈનવેસ્ટમેન્ટ ફંડે જાહેરાત કરી હતી કે સ્પુતનિક-વી ખૂબજ અસરકારક પ્રદર્શન કર્યું છે અને આ વેક્સીન 92 ટકા પ્રભાવશાળી છે.

બે વર્ષ માટે ઈમ્યુનિટી આપશે સ્પુતનિક-વી
રશિયાના ડાયરેક્ટર ઈન્વેસ્ટમેન્ટ ફંડ મુજબ સ્પુતનિક-વી વેક્સીન કોરોના વાઈરસ સામે બે વર્ષ સુધી ઈમ્યુનિટી આપશે. તેનો અર્થ એ થયો કે આ વેક્સીન લીધા પછી વ્યક્તિને બે વર્ષ સુધી કોરોના સંક્રમણનો ભય નહી રહે.

બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થશે
ભારતની મોટી ફાર્મા કંપની ડો. રેડ્ડી લેબોરેટરીને આ વેક્સીનના હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી છે. તે ટુંક સમયમાં આ ટ્રાયલ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...