• Gujarati News
  • National
  • Russian Minister Death | Russia President Vladimir Putin Minister Yevgeny Zinichev Death In Arctic Drills

13મું બ્રિક્સ સંમેલન:રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અફઘાનિસ્તાન સંકટ માટે અમેરિકાની સેનાનું પરત ફરવું જવાબદાર; મોદીએ કહ્યું- આતંકવાદ સામે મળીને લડીએ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
13માં બ્રિક્સ સંમેલનને મોદી સંબોધન કરી રહ્યા છે - Divya Bhaskar
13માં બ્રિક્સ સંમેલનને મોદી સંબોધન કરી રહ્યા છે
  • બ્રિક્સ સમિટમાં પાંચ દેશ ભારત, બ્રાઝીલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે 13મી બ્રિક્સ સમિટ(BRICS)ને સંબોધન કર્યું હતું. તેમાં બ્રિક્સના તમામ દેશોના રાષ્ટ્રપ્રમુખો વર્ચ્યુઅલી(ઓનલાઈન) હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ સંશાધનોના યોગ્ય ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે સાથે મળીને આતંકવાદ સામે લડવાની પણ વાત કરી હતી. ભારત આ સંમેલનનું આયોજક છે અને વડાપ્રધાન મોદીએ સેશનની અધ્યક્ષતા કરી હતી.

મોદીએ કહ્યું કે, ભારતની અધ્યક્ષતા દરમિયાન અમને બ્રિક્સના તમામ પાર્ટનર્સ તરફથી ઘણો સહકાર મળ્યો છે. તેના માટે હું તમારા બધાનો આભારી છું. બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોએ દોઢ દાયકામાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે આપણે વિશ્વનો અસરકારક અવાજ છે. આ મંચ વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓને ધ્યાનમાં લેવા માટે ઉપયોગી થઈ રહ્યું છે.

આ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અફઘાનિસ્તાન સંકટ માટે અમેરિકન સૈનિકોના પરત જવાના નિર્ણયને જવાબદાર ગણ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકા અને તેના સાથીઓએ અફઘાનિસ્તાન છોડતાં નવું સંકટ ઉભુ થયું છે. તે હજી પણ સ્પષ્ટ નથી કે આ પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષાને કેવી અસર કરશે. બ્રિક્સ દેશોએ તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે સારી બાબત છે.

આવનારા 15 વર્ષોમાં બ્રિક્સની ભૂમિકા મહત્વનો બને
મોદીએ કહ્યું કે બ્રિક્સે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, એનર્જી રિસર્ચ કોર્પોરેશન જેવા પ્લેટફોર્મ લોન્ચ કર્યા છે. આપણી પાસે ગર્વ કરવા માટે ઘણું બધું છે. તે પણ મહત્વપૂર્ણ છે કે આપણે આત્મસંતુષ્ટ ના થઈએ. આ બેઠક બ્રિક્સને ભવિષ્યમાં વધુ ઉપયોગી બનાવવા કામમાં આવશે.

આતંકવાદનો ભેગા મળીને સામનો કરવો
અમે બ્રિક્સ કાઉન્ટર ટેરરિઝમ પ્લાનને અમલમાં મૂક્યો છે. અમે સમજૂતી દ્વારા સહકારનું એક નવું પ્રકરણ શરૂ કર્યું છે. આનાથી બ્રિક્સ સંગઠનનાં દેશોનાં વેપારમાં સરળતા આવશે અને વેક્સિનેશન રિસર્ચ સેન્ટર પણ બનશે. આ પગલાંથી આપણી જનતાને ફાયદો થશે એટલું જ નહીં પરંતુ બ્રિક્સની ભૂમિકા પણ જળવાઈ રહેશે. આ બેઠકમાં બ્રિક્સ ને ભવિષ્યમાં વધુ ઉપયોગી બનાવવા માટે કામ કરવામાં આવશે.

ચીની રાષ્ટ્રપતિએ કહ્યું- ભવિષ્ય માટે સાથે કામ કરીશું
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું કહેવું છે કે આ બ્રિક્સની 15મી એનિવર્સરી છે. છેલ્લાં 15 વર્ષમાં આપણે રાજકીય વિશ્વાસ વધાર્યો છે અને કૂટનીતિક વાતચીતને પ્રોત્સાહન આપ્યું છે. આપણે એકબીજા સાથે વાત કરવાનો મજબૂત રસ્તો શોધી કાઢ્યો. આપણે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આપણે આપણા વિકાસ માટે સાથે મુસાફરી કરી રહ્યા છીએ. આ વર્ષની શરૂઆતથી જ આપણા સાથી દેશો મહામારીને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આપણે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે.

જિનપિંગે કહ્યું કે આપણે બ્રિક્સના ભવિષ્ય માટે સાથે મળીને કામ કરીશું. આપણે આપણા પડકારોનો સામનો કરવા માટે સહિયારા સંશાધનોના આધારે વ્યૂહરચના બનાવીશું. બ્રિક્સનાં ભવિષ્યને મજબૂત કરીશું.

શું છે બ્રિક્સ ગ્રુપ અને તેમાં કોણ-કોણ સામેલ છે
બ્રિક્સ પાંચ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકાનું જૂથ છે. તેને 2011 માં બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપની રચના કરવાનો ઉદ્દેશ પશ્ચિમી દેશોના આર્થિક અને રાજકીય પ્રભુત્વનો સામનો કરવાનો છે. બ્રિક્સે વોશિંગ્ટન અને વર્લ્ડ બેંકમાં આંતરરાષ્ટ્રીય મોનિટરિંગ ફંડ સામે પોતાની બેંક બનાવી છે.

13મી બ્રિક્સ સમિટનું આયોજક ભારત છે
ભારત આ વખતે સમિટનું આયોજક છે અને વડા પ્રધાન મોદીએ આ સમિટની અધ્યક્ષતા કરી. આ સમિટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સેનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા સામેલ થયા હતા. આ વખતે સમિટની થીમ 'BRICS@15: ઇન્ટ્રા-બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યુટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સ' રાખવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...