રશિયા-યુક્રેન યુદ્ધ:સુપ્રીમકોર્ટમાં દાખલ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાની અરજી, CJIએ પૂછ્યું- શું પુતિનને યુદ્ધ રોકવાનું કહી શકીએ?

5 મહિનો પહેલા

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનો મુદ્દો હવે સુપ્રીમકોર્ટ પહોંચી ગયો છે. ચીફ જસ્ટિસે આ મુદ્દે એટર્ની જનરલને કોર્ટમાં બોલાવ્યા છે. અરજી કરનાર વકીલે કહ્યું હતું કે ત્યાં માઈનસ 7 ડીગ્રી તાપમાન છે. કોર્ટ ભારતીય વિદેશ મંત્રાલયને કહે કે ત્યાં ફસાયેલા લોકોને રાહત આપવી જોઈએ.

CJIએ કહ્યું હતું કે અમે આ મુદ્દે શું કરી શકીએ છીએ? કાલે તો તમે કહેશો કે પુતિનને આદેશ કરો. સીજેઆઈએ કહ્યું,શું અમે પુતિનને યુદ્ધ રોકવા કહીએ? અમને વિદ્યાર્થીઓ સાથે લાગણી પણ છે અને તેમની ચિંતા પણ છે. ભારત સરકાર પણ તેમનું કામ કરી રહી છે.

ઝડપથી સુનાવણી કરવાની અરજી પર CJI જસ્ટિસ એનવી રમનાએ કહ્યું હતું કે અમે એટર્ની જનરલને બોલાવીએ છીએ. તમે રાહ જુઓ. સુપ્રીમકોર્ટે થોડીવારમાં એટર્ની જનરલને કોર્ટમાં આવવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમકોર્ટમાં આ અરજી કાશ્મીરથી આવેલા એક વકીલે કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનની સીમામાં 213 લોકો ફસાયેલા છે અને એમાં મોટા ભાગની છોકરીઓ છે. તેઓ માઈનસ ફ્રીઝિંગ તાપમાનમાં 6 દિવસથી ફસાયેલા છે.

જ્યારે એટર્ની જનરલ કેકે વેણુગોપાલ જ્યારે કોર્ટમાં રજૂ થયા ત્યારે તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી બંને સાથે વાત કરી છે.

સુનાવણી દરમિયાન એડવોકેટ ડારે જણાવ્યું હતું કે ફસાયેલા વિદ્યાર્થીઓ ઓડેસાની નેશનલ મેડિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. કહેવામાં આવ્યું છે કે 250 જેટલા વિદ્યાર્થીઓ છે, જેઓ યુક્રેન બોર્ડર ક્રોસ કરી શકતા નથી. એટર્ની જનરલે જણાવ્યું હતું કે ભારત સરકારે ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે ચાર મંત્રીને મોકલ્યા છે, જેમાં એક મંત્રી રોમાનિયા પણ ગયા છે. તેમણે કહ્યું હતું કે યુક્રેનની સીમાને તે લોકો કેમ ક્રોસ નથી કરી શકતા એ વિશે ક્રોસ ચેક કરવામાં આવશે, કારણ કે યુક્રેનનું કહેવું છે કે તેઓ ત્યાંથી બધાને કાઢી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...