તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rupee Rain On Kirtidan And Geeta Rabari In Kumbh Mela Diary, Kaniram Bapu Zumi Woke Up

હરિદ્વાર:કુંભમેળાના ડાયરામાં કીર્તિદાન અને ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ, કનિરામ બાપુ ઝૂમી ઉઠ્યા

2 મહિનો પહેલા

હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. ભક્તિરસથી ભરપૂર આ મેળામાં આસ્થાના અનેક રંગ-રૂપ જોવા મળી રહ્યા છે. ત્યારે શ્રીવડવાળા દેવ, દુધરેજ મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રીકનીરામ બાપુની રાવટીમાં ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કીર્તિદાન ગઢવી અને ગીતાબેન રબારી સહિતના લોકગાયકોએ સંતવાણીના સૂર રેલાવ્યા હતાં. આ દરમિયાન કીર્તિદાન ગઢવીએ 'મેરે ભોલે કે દરબાર' ભજન ગાતાં, મહામંડલેશ્વર કનીરામ બાપુએ પણ મંજીરા વગાડી તાલ પુરાવ્યો હતો. આ ઉપરાંત ડાયરામાં કીર્તિદાન ગઢવી પર કરોડો રૂપિયાનો વરસાદ સંતો અને લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. આમ સ્ટેજ પર નોટનો ઢગલો થઈ જતાં રૂપિયા થેલામાં ભરવા પડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...