સુષ્મિતાને ડેટ કરનાર મોદીનો વિવાદો સાથે સંબંધ:લલિતના કારણે RCA પર લાદ્યો 5 વર્ષનો પ્રતિબંધ, અધ્યક્ષ બનાવવા રાજસ્થાનમાં નિયમ પણ બદલ્યા

2 મહિનો પહેલા

રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનના (RCA)ના નવા અધ્યક્ષ રહેલા લલિતા મોદી પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને ડેટ કરીને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાથી ક્રિકેટની દુનિયામાં પોતાની નવી ઓળખ ઊભી કરનાર લલિત મોદીને RCA અધ્યક્ષ બનાવવા માટે એ સમયની સરકારે નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા. 56 વર્ષના મોદી બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથે ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

હકીકતમાં લલિત મોદીએ ક્રિકેટની સાથે સાથે રાજસ્થાન સરકાર અને બ્યૂરોક્રેસી પર પણ પકડ મેળવી છે. ટ્રાન્સફર અને મંત્રીઓનાં કામ વિશે પણ તેઓ ભલામણ કરવા લાગ્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)થી ક્રિકેટર્સ અને BCCIને પણ મોદીએ માલામાલ કર્યા. લલિત કેવી રીતે આટલે સુધી પહોંચ્યા અને કયા એ વિવાદ હતા, જેના કારણે RCAએ વર્ષો સુધી મુશ્કેલીનો સામનો કર્યો....આવો... વાંચીએ આ સ્ટોરીમાં.

નાગૌર જિલ્લા ક્રિકેટ સંઘના અધ્યક્ષ બનેલા લલિતા મોદીએ 2002માં રાજસ્થાનથી ક્રિકેટ દુનિયામાં શરૂઆત કરી હતી.
નાગૌર જિલ્લા ક્રિકેટ સંઘના અધ્યક્ષ બનેલા લલિતા મોદીએ 2002માં રાજસ્થાનથી ક્રિકેટ દુનિયામાં શરૂઆત કરી હતી.

નાગૌરથી ક્રિકેટજગતમાં થઈ એન્ટ્રી
વર્ષ 2002નો સમય હતો. લલિત મોદીએ રાજસ્થાનના નાગૌર જિલ્લા ક્રિકેટ સંઘથી અધ્યક્ષપદ પર ચૂંટણી લડી હતી. તેમણે જીત મેળવી હતી. જીત છતાં RCAના અધ્યક્ષ માટે ચૂંટણી નહોતા લડી શક્યા. ત્યારે RCA પર કિશોર રુંગટા જૂથનો કબજો હતો. એ સમયે RCAના આજીવન સભ્યો પણ વોટ આપી શકતા હતા. એમાં મોટા ભાગના સભ્યો રુંગટા જૂથના હતા. તેઓ દર વખતે કિશોર રુંગટાને જ સમર્થન આપતા હતા. આ સંજોગોમાં લલિત મોદીની RCAમાં એન્ટ્રી પર બ્રેક લાગી હતી.

...અને બદલાઈ ગયો નિયમ
લલિત મોદીનો ટાર્ગેટ હતો કોઈપણ રીતે RCA પર કબજો મેળવવો. વર્ષ 2003માં રાજસ્થાનમાં બીજેપી સરકાર બની. ત્યાર પછી દેશમાં પહેલીવાર લલિત મોદીને RCAના અધ્યક્ષ બનાવવા માટે નવા સ્પોર્ટ્સ એક્ટ બનાવવામાં આવ્યા. એ અંતર્ગત આજીવન સભ્યોના મતદાનના હકને રદ કરી દેવામાં આવ્યો.

એસોસિયેશનના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું હતું, જ્યારે માત્ર જિલ્લા સંઘના પદાધિકારીઓને વોટિંગનો હક આપવામાં આવ્યો હતો. લલિત મોદીનો રસ્તો હવે ક્લિયર થઈ ગયો હતો. વર્ષોથી કબજો જમાવીને બેઠેલા રુંગટા ગ્રુપને મોદીએ ઉખાડીને ફેંકી દીધું. વર્ષ 2005માં લલિત મોદી RCAના પહેલીવાર અધ્યક્ષ બન્યા હતા.

અધ્યક્ષ રહ્યા ત્યારે લલિત મોદી BCCI ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા. વર્ષ 2008માં લલિત મોદીના ડ્રીમ પ્રોજેક્ટ IPLની પહેલી સીઝન શરૂ થઈ. એમાં તેમને IPLના આયોજનના ચેરમેન અને કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. વર્ષ 2010માં મની લોન્ડરિંગ વિવાદ પછી લલિત મોદી દેશમાંથી ભાગી ગયા હતા. ત્યાર પછી તેમને BCCI પદ પરથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લલિત મોદી અત્યારે પણ ભાગેડુ છે.

લલિત મોદીના દીકરા રુચિર મોદી પણ પહેલા અલવર જિલ્લા ક્રિકેટ સંઘના અધ્યક્ષ હતા.
લલિત મોદીના દીકરા રુચિર મોદી પણ પહેલા અલવર જિલ્લા ક્રિકેટ સંઘના અધ્યક્ષ હતા.

લલિતને કારણે RCA પર લાગ્યો પ્રતિબંધ
ક્રિકેટમાં પોતાની શાખ ગુમાવનાર લલતિ મોદીએ વર્ષ 2010માં એકવાર ફરી RCA અધ્યક્ષની ચૂંટણી લડી. એ સમયે IAS અધિકારી સંજય દીક્ષિતે તેમને હરાવ્યા. સંજય દીક્ષિત પણ તેમના પદ પર વધારે સમય સુધી ના રહ્યા. વર્ષ 2010માં જ લલિત મોદી સંજય દીક્ષિત સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા. ત્યાર પછી સીપી જોશી RCAના અધ્યક્ષ બન્યા અને લલિત મોદીએ પદ છોડવું પડ્યું.

વર્ષ 2013માં લલિત મોદીએ બીસીસીઆઈએ પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં ફરી એકવાર RCAના અધ્યક્ષપદ માટે ચૂંટણી લડી. આ વખતે મોટા ભાગના જિલ્લા સંઘોએ લલિત મોદીના સમર્થનમાં વોટ આપ્યા, એને કારણે તેમને જીત મળી. BCCIએ RCAની ચૂંટણીને ગેરબંધારણીય માનીને લલિત મોદીના ચૂંટણી પરિણામ રોકી લીધા. એ સાથે જ RCAને પણ સસ્પેન્ડ કરી દીધું. વર્ષ 2013થી 2018 સુધી 5 વર્ષ RCA પર લલિત મોદીને કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો.

સરકારની નજીક હોવાને કારણે લલિત મોદી હંમેશાં ચર્ચામાં રહેતા હતા. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે એક તસવીરમાં લલિત મોદી.
સરકારની નજીક હોવાને કારણે લલિત મોદી હંમેશાં ચર્ચામાં રહેતા હતા. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે એક તસવીરમાં લલિત મોદી.

હવેલી ખરીદતાં થયો હતો વિવાદ
RCAના અધ્યક્ષ બન્યા પછી સત્તામાં પણ લલિત મોદીએ પકડ જમાવી લીધી હતી. બ્યૂરોક્રેસીમાં ટ્રાન્સફરથી લઈને કેબિનેટના મોટા ભાગના મંત્રીઓની ભલામણ કરવામાં પણ લલિત મોદી આગળ રહેતા હતા. લલિત મોદી પર આમેર મહેલ સાથે જોડાયેલી અમુક હવેલીઓ સસ્તા ભાવ પર વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિપક્ષે હોબાળો કર્યો તો સરકારે પણ બેકફૂટ પર આવવું પડ્યું. ત્યાર પછી માત્ર 10-10 લાખમાં વેચેલી કીમતી હવેલીઓની હરાજી રોકવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...