તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે બુધવારે RT-PCR ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેમાં પહેલા 1000 રૂપિયામાં આ ટેસ્ટ કરાતો હતો, જેનો ભાવ આશરે 50% સુધી ઘટાડીને 500 રૂપિયા કરી દેવાયો છે. કોરોના મહામારીના શરૂઆતી તબક્કાઓમાં સરકારે RT-PCR ટેસ્ટની કિંમત 4500 રૂપિયા નક્કી કરી હતી, ત્યારપછી સમય અને સંજોગો અનુસાર તેમાં ફેરફાર કરતા રહ્યા હતા. તેવામાં જાલનામાં કાર્યરત મજૂરોના દર 15 દિવસે કોરોના ટેસ્ટ હાથ ધરાશે.
રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, કોરોનાના ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો કરાયો છે. હવે નવી કિંમતો 500 રૂપિયા, 600 રૂ. અને 800 રૂ. નિર્ધારિત કરાઈ છે. તેઓએ જણાવ્યું હતું કે ટેસ્ટ માટે કેન્દ્ર પર પહોંચીને સેમ્પલ આપવા બદલ 500 રૂપિયા, જ્યારે કોવિડ સારસંભાળ કેન્દ્ર અથવા ક્વોરન્ટાઈન સેન્ટરથી સેમ્પલ કલેક્ટ કરવા બદલ 600 રૂપિયા અને ઘરેથી સેમ્પલ લઈ જવા બદલ 800 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે. આવી જ રીતે એન્ટીબૉડી ટેસ્ટ કરાવવા બદલ 250, 300 અને 400 રૂપિયાની કિંમત નિર્ધારિત કરાઈ છે.
જાલનામાં પ્રત્યેક 15 દિવસે મજૂરોનું ટેસ્ટિંગ કરાશે
જાલનામાં કોરોના સંક્રમણામાં વધારો નોંધાતા જિલ્લા અધિકારીઓએ અહીંયા કાર્ય કરતા તમામ મજૂરોને દર 15 દિવસે કોરોનાનો ટેસ્ટ કરાવવાનો આદેશ કર્યો છે. જિલ્લા અધિકારી રવિન્દ્ર બિનવડેએ વેપારી સંગઠન સાથે એક બેઠકમાં ભાગ લીધો હતો, ત્યારપછી આ નિર્ણય લેવાયો હતો. જાલનામાં મોટી માત્રામાં ઔદ્યોગિક એકમો હોવાથી અહીંયા દરરોજ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરવા આવે છે. અત્યારે તો વેપારીઓએ તેમના કોરોનાના ટેસ્ટનો ખર્ચ જાતે ઉઠાવવો પડશે અને જે અસંગઠિત રૂપે કાર્ય કરતા વેપારીઓ છે તેઓ સરકારી ટેસ્ટિંગ સેંન્ટર ખાતે મફતમાં ટેસ્ટ કરાવી શકશે.
મહારાષ્ટ્રમાં 28 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત
અહીંયા બુધવારે 39,554 નવા દર્દીઓ મળી આવ્યા છે. સતત 2 દિવસથી અહીંયા નવા કેસો સામે આવી રહ્યા હતા. મંગળવારે 27,918, સોમવારે 31,643 અને રવિવારે 40,414 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. રાજ્યમાં અત્યારસુધી 28.12 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 24 લાખ લોકો સાજા થયા છે અને 54,649 દર્દીઓના મોત નીપજ્યાં છે. હાલ મહારાષ્ટ્રમાં 3.56 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.
ટૂંક સમયમાં લોકડાઉનના એંધાણ જણાયા
સતત વધી રહેલા કોરોનાના કેસોના પગલે સૂબેમાં લોકડાઉન લાદવાની અટકળો લગાવાઈ રહી છે. જોકે, ઉદ્ધવ સરકારે હજુ સુધી આ મુદ્દે કોઈપણ પ્રકારનું ઔપચારિક નિવેદન આપ્યું નથી. મહારાષ્ટ્ર સરકારે એટલું કહ્યું હતું કે અગર રાજ્યના લોકોએ કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક અને બીજી અન્ય કોવિડની ગાઈડલાઈનનું પાલન ન કર્યું તો સંક્રમણને રોકવા અર્થે મોટો નિર્ણય લેવાઈ શકે છે. મુંબઈ માટે આવનારો સમય ઘણો મહત્ત્વનો છે. કારણેકે BMCના કમિશ્નરે કહ્યું હતું કે જો પરિસ્થિતિ પર કાબૂ ન મેળવાયો તો રણનિતીમાં ફેરફાર લાવી શકાય છે.
મુંબઈમાં બીજા તબક્કાના સંક્રમણમાં 81% અસિમ્પટોમેટિક
10 ફેબ્રુઆરીથી મુંબઈમાં કોરોનાનો બીજો ફેઝ શરૂ થઈ ગયો હતો. ત્યારપછી શહેરમાં લગભગ 90 હજારથી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આમાં 74 હજાર દર્દીઓ એટલે કે 81% અસિમ્પટોમેટિક હતા. જેમાં કોરોનાના એકપણ લક્ષમ જણાયા નહોતા. બાકી પોઝિટિવ દર્દીઓ પૈકી માત્ર 50% લોકોને જ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. રાહતની વાત એ છે કે અત્યારે બીજા તબક્કામાં પોઝિટિવ આવેલા 90 હજાર દર્દીઓમાં કેવળ 271 એટલે કે 0.2%ના મોત નીપજ્યાં છે.
પોઝિટિવિટી રેટમાં ધરખમ વધારો થયો
મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરી મહિનામાં 16 લાખ 28 હજાર 389 ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 7.78% લોકો પોઝિટિવ મળ્યા હતા. જ્યારે માર્ચમાં 32 લાખ 78 હજાર 707 ટેસ્ટ થયા હતા, જેમાં 18.66% દર્દીઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ પ્રત્યેક અંકો દર્શાવે છે કે ટેસ્ટિંગમાં વધારો કરવાથી પોઝિટિવિટી રેટમાં પણ ભારે ઉછાળ આવ્યો છે. મુંબઈમાં ફેબ્રુઆરી મહિનામાં 3.36% પોઝિટિવિટી રેટ હતો, જે માર્ચમાં 11% સુધી પહોંચી ગયો છે.
આ મહિનામાં 28.31% દર્દીઓ પોઝિટિવ આવ્યા
આરોગ્ય વિભાગથી પ્રાપ્ત થયેલા આંકડાઓનો અભ્યાસ કરતા સામે આવ્યું હતું કે 1થી 28 ફેબ્રુઆરી દરમિયાન કોરોનાના કેસમાં 7.78% સુધીના વધારા સાથે કુલ 1 લાખ 26 હજાર 723 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે માર્ચનો અભ્યાસ કરીએ તો 1થી 30 તારીખ દરમિયાન કોરોનાના કેસમાં 28.31%નો વધારો જોવા મળ્યો હતો અને 6 લાખ 11 હજાર 969 નવા દર્દીઓ સામે આવ્યા હતા. મુંબઈની વાત કરીએ તો 1થી 28 ફેબ્રુઆરી વચ્ચે કોરોના સંક્રમિતોનો આંક 5.47%નો વધારો થયો હતો, જેમાં 16,618 નવા કેસ આવ્યા હતા. માર્ચથી શરૂઆતથી અંતસુધી 82,550 નવા કેસો સામે આવ્યા હતા. જેનો વૃદ્ધિદર 25.26%નો છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.