તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • RT PCR Reports Of 67 Samples Taken From 13 Dens Were Negative, But E. Coli Bacteria Were Found In Each Sample.

મા ગંગા કોરોનામુક્ત, ઓક્સિજનની જરૂરત:13 ઘાટ પરથી લેવામાં આવેલાં 67 સેમ્પલના RT-PCR રિપોર્ટ નેગેટિવ, પરંતુ દરેક સેમ્પલમાં ઇ-કોલાઇ બેક્ટેરિયા મળ્યા

લખનઉ22 દિવસ પહેલા
  • તપાસમાં બહાર આવ્યું કે ગંગાનું પાણી નાહવાલાયક નથી

ઉત્તરપ્રદેશથી લઈને બિહાર સુધી ગંગા નદીના પાણીમાં કોરોના નથી. ગંગા નદીના 13 ઘાટ પરથી લેવામાં આવેલાં 67 સેમ્પલના RT-PCR નેગેટિવ આવ્યા છે, પરંતુ ગંગા નદીમાં ઘણા હાનિકારક બેક્ટેરિયા મળી આવ્યા છે. પાણીમાં ઓક્સિજનની માત્રા ઓછી છે. રાહતની વાત એ છે કે આની જળચર જીવો પર કોઇ પ્રતિકૂળ અસર નહિ પડે. IITR (ભારતીય વિષ વિજ્ઞાન અનુસંધાન સંસ્થાન) લખનઉએ 2 તબક્કામાં આ તપાસ કરી હતી. આ તપાસનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે.

નેશનલ મિશન ફોર ક્લીન ગંગાએ યુ.પી અને બિહારના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને IITR લખનઉને ગંગાજળની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પહેલા તબક્કામાં 24 મેથી 6 જૂન સુધી સેમ્પલ લેવામાં આવ્યાં. બીજા ગબક્કાનાં સેમ્પલ 10 જૂનથી 21 જૂનના સમયગાળા દરમિયાન પૂરાં થયાં. આ બધી પ્રક્રિયા પછી અંતિમ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ઉન્નાવમાં પી.પી.ઇ કિટ પહેરીને નમૂના લેતા આઈઆઈટીઆર નિષ્ણાતો.
ઉન્નાવમાં પી.પી.ઇ કિટ પહેરીને નમૂના લેતા આઈઆઈટીઆર નિષ્ણાતો.

13 શહેરમાંથી સેમ્પલ લેવામાં આવ્યાં
IITRના કાર્યકારી નિયામક પ્રો. એસ.કે બારિકએ ભાસ્કરને જણાવ્યું હતું કે યુપી અને બિહારનાં 13 શહેરમાંથી સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. આ 13 જગ્યામાંથી 12 સેમ્પલ ગંગા અને 1 સેમ્પલ યમુના નદીમાંથી લેવામાં આવ્યાં હતાં. આ દરેક સેમ્પલનો RT-PCR નેગેટિવ આવ્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ ફિઝિકો રસાયણોની માત્રા સામાન્યથી વધારે જોવા મળી છે.

ગંગાજળ નાહવાલાયક નથી
IICRના વરિષ્ઠ વૈજ્ઞાનિક PPE કિટ પહેરી જાતે જ સેમ્પલ લેવા પહોંચી ગયા હતા. કેટલીક જગ્યાઓ પર હોડીમાં બેસી નદીના મધ્ય ભાગમાંથી સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. વૈજ્ઞાનિકોની શોધમાં ગંગાના પાણીમાં BOD એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ સામાન્યથી વધારે જોવા મળ્યું છે. કેટલીક જગ્યાએ એક લિટર પાણીમાં 20-25 મિલિગ્રામ BOD નોંધવામાં આવી. વૈજ્ઞાનિકો અનુસાર, નદીના એક લિટર પાણીમાં BODનો સ્તર 3 મિલિગ્રામથી ઓછું હોવું જોઇએ. જોકે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ પાણીમાં રહેતા જળચર જીવોને આનાથી કોઈ ખતરો નથી, પરંતુ આ પાણીમાં નાહવું નુકસાનકારક બની શકે છે.

આ ત્રણ તબક્કામાં થઈ તપાસ

  • ફિઝિકો રાસાયણિક પરિમાણોમાં PH, રંગ, ઓગળેલો ઓક્સિજન (DO), બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD), કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (COD), નાઇટ્રેટ, ક્લોરાઇડ, એમોનિયમ નાઇટ્રોજન, ટોટલ ફોસ્ફરસની તપાસ કરવામાં આવી છે.
  • બેક્ટેરિયોલોજિકલ પરિમાણોમાં ટોટલ કોલિફોર્મ્સ, ફિકલ કોલિફોર્મ્સ, ઇ-કોલાઇ અને ફિકલ સ્ટ્રેપ્ટોકોકીની તપાસ કરવામાં આવી હતી.
  • કોવિડ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા.

વૈજ્ઞાનિકોની તપાસમાં સામે આવ્યું.......

  • ઇ- કોલાઇની હાજરી દરેક સેમ્પલમાં: ઇ- કોલાઇ એક બેક્ટેરિયા છે, જે માણસો અને પશુઓના પેટમાં હંમેશા હોય છે. આના મોટા ભાગનાં સ્વરુપ નુકસાન કરતાં નથી, પરંતુ કેટલાંક સ્વરુપ પેટમાં ખેંચાણ તથા ઝાડા જેવાં લક્ષણો પેદા કરે છે. કેટલીકવાર આના હિસાબે કિડની કાર્ય કરવાનું બંધ પણ કરી દે છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે.
  • ફેકલ સ્ટ્રેપ્ટોકોસી: આ બેક્ટેરિયા ઉન્નાવ, વારાણસી, પ્રયાગરાજ, ગાઝીપુર, કાનપુર ખાતે લેવામાં આવેલા ગંગાના નમૂનાઓમાં મળી આવ્યા હતા. એ જ સમયે, બિહારના સારણમાં ત્રણ અને ભોજપુરમાં ત્રણ નમૂનામાં પણ સ્ટ્રેપ્ટોકોસીની હાજરી મળી આવી છે. આ એક ખતરનાક પ્રકારનો બેક્ટેરિયા છે. એ આંતરડાંના ચેપનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સિવાય એ પેટ અને આંતરડાંને લગતી બીજી ઘણી બીમારીઓનું પણ કારણ બને છે
IITRની ટીમે આ તપાસ કરી છે.
IITRની ટીમે આ તપાસ કરી છે.

મનુષ્ય અને નદી બંનેમાં કોરોના શોધવાની રીત RT-PCR
માનવશરીરમાં કોરોના શોધવા માટે RT-PCR ટેસ્ટ જરૂરી છે અને ગંગામાં પણ આ જીવલેણ વાયરસના અંશને ચકાસવા માટે વૈજ્ઞાનિકોએ RT-PCR ટેસ્ટનો આશરો લીધો હતો. આ એક રસપ્રદ પાસું પણ છે.
IITRના ડાયરેક્ટર પ્રો. બારીક કહે છે કે આ પદ્ધતિ વિશ્વવ્યાપી લાગુ કરવામાં આવી રહી છે. IITRનાં સિનિયર પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ડો. એ.બી.પંત અને સિનિયર સાયન્ટિસ્ટ ડો.પ્રીતિ ચતુર્વેદીની આગેવાની હેઠળની ટીમે તેના પર કામ કર્યું હતું. RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ વિવિધ પરિમાણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...