તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • RSS Swayamsevak Sangh Chitrakoot Meeting Update; Mohan Bhagwat | Religious Conversion, Uttar Pradesh Election

સંઘની સુપર સિક્રેટ મીટિંગની ઇન્સાઇડ સ્ટોરી:મંથનથી ધર્મપરિવર્તન રોકવા માટે 'ચાદર અને ફાધરમુક્ત ભારત'નું સૂત્ર બહાર આવ્યું; UP ચૂંટણી પહેલાં સંઘની શાખાઓ સુપર એક્ટિવ થશે

ચિત્રકૂટ / લખનઉ23 દિવસ પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી

મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની બોર્ડર પાસે આવેલા ચિત્રકૂટમાં છેલ્લા 5 દિવસ સુધી સંઘની ટીમે બેઠકોનું આયોજન કર્યું હતું. અહીં સંઘની ચર્ચા-વિચારણ ચાલી રહી હતી. આના નિર્ણય અંગે જાણવા માટે જ્યારે ભાસ્કરની ટીમ મંથન ભવન પહોંચી રહી હતી ત્યારે 3 કિલોમીટર દૂરથી જ પોલીસ બેરિકેડ અને ઓફિસરોના સવાલોનો મારો શરૂ થઈ ગયો હતો. સવાલો વચ્ચે એક જ વાત સતત કહેવામાં આવી રહી હતી કે અહીં તમને કશું નહીં મળે, પાછા જતા રહો.

પરંતુ દિલ્હીથી લગભગ 700 કિલોમીટર દૂર આવીને એકપણ પ્રકારની માહિતી મેળવ્યા વગર પરત ફરવું અમારા માટે મુશ્કેલીભર્યું હતું. આ સમયે અમારા મનમાં રામ ભગવાનના જીવનનો એક પ્રસંગ યાદ આવ્યો. જ્યારે તેમની વાનરસેના લંકા પહોંચવા માટે પથ્થરો પર રામનું નામ લખીને સમુદ્રમાં મૂકી રહી હતી. અમે પણ કંઇક આવી જ રીતે એક કડીને બીજી કડી સાથે જોડીને આ ગુપ્ત ચર્ચા-વિચારણાનો મુદ્દો સમજી લીધો હતો.

અમને જાણવા મળ્યું હતું કે આ મંથનમાં ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને રામજન્મ ભૂમિ વિવાદનો મુદ્દો વધુ ચર્ચિત રહ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે ઘણી કાયદાકીય અને અન્ય નીતિઓ અંગે સલાહ-સૂચનો કરાયાં હતાં. ધર્મપરિવર્તન અંગે એક સૂત્ર પણ સામે આવ્યું હતું- ચાદર અને ફાધરમુક્ત ભારત, પરંતુ આ સૂત્રને સત્તાવાર રીતે જાહેર નથી કરાયું. અમારી સફરની સાથે મંથન કરતી આ સુપર સિક્રેટની અંદરની વાર્તા વાંચો...

8 જુલાઇની રાતે લગભગ 8.15 વાગ્યે અમારી ગાડી બાંદાના બબેરુ બ્લોક પાસેથી પસાર થઈ હતી. ત્યાર બાદ ચિત્રકૂટના કામદગિરિ પર્વતની એકદમ નજીક આવેલા આશ્રમ સુધી અંદાજે 20-25 મિનિટ જ પહોંચવાની હતી, પરંતુ અડધા કલાકથી પણ ઓછા સમયમાં પૂરો થનારો આ પ્રવાસ અંદાજે 2 કલાકની કસ્મકસમાં પરિવર્તિત થઈ ગયો.

અમાસનું મુહૂર્ત હતું અને એમાંય ચિત્રકૂટમાં સંઘીઓની ભીડ હતી. આ ઉપરાંત કડક પોલીસ પહેરો પણ હતો. પોલીસની એક ટોળીએ અમારી ગાડી ચિત્રકૂટના પ્રવેશદ્વારે જ રોકી. પૂછપરછ શરૂ થઈ. તેમણે અંદર જવાની ચોખ્ખી ના પાડતાં કહ્યું, ‘ઉપરથી ઓર્ડર છે કે બહારના કોઈપણ પ્રેસના માણસને અંદર ન આવવા દેવામાં આવે.’ અમે પૂછ્યું, ‘કેમ?’ તો કેપ્ટને જવાબ આપ્યો કે ‘આ સમયે ચિત્રકૂટની સુરક્ષા વ્યવસ્થા હાઇ અલર્ટ પર છે. અમે કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માટે તૈયાર નથી.’

જ્યારે અમે પૂછ્યું કે શું આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક છે એટલે આટલો સુરક્ષા-બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તો કહ્યું, ‘મેડમ તમે સમજદાર છો. સંઘની ‘અતિગોપનીય’ બેઠક ચાલી રહી છે. અમને બહારના મીડિયા પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે.’ આ જવાબ સાંભળી અમે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારે અમે કહ્યું, અમે બસ માત્ર આશ્રમમાં રોકાવાની ઇચ્છાથી જ જઈ રહ્યા છીએ. કોઈ બેઠક સ્થળે નથી જઈ રહ્યા તો કેપ્ટન બોલ્યા, ‘આ આશ્રમ દીનદયાલ ઉપાધ્યાય રિસર્ચ ફાઉન્ડેશનની બિલકુલ નજીક છે.’

આ તસવીર રામનાથ મંદિરના પરિસરની છે.
આ તસવીર રામનાથ મંદિરના પરિસરની છે.

આમ જોવા જઇએ તો અમને પણ મનમાં એક ડર ઘર કરી ગયો હતો કે આ સંક્રમણના કાળમાં શું અમને કંઇપણ જાણકારી નહીં મળે? બીજા દિવસે મેં સંઘની દિલ્હીસ્થિત એક વરિષ્ઠ કાર્યકર્તાને ફોન લગાવ્યો હતો. સર હું ચિત્રકૂટમાં છું. તો મને વળતો જવાબ આપ્યો કે તમને કોણે બોલાવ્યા? મારા મત મુજબ તમારે પરત ફરી જવું જોઇએ. ત્યાં તમને કશું નહીં મળે. તમારી સાથે કોઇપણ વાત અથવા મુલાકાત કરવા રાજી નહીં થાય. સંઘની આ બેઠક ગુપ્ત છે.

મેં આનો જવાબ આપતાં કહ્યું હતું કે જોઇએ છે આગળ શું થાય છે. ત્યાર પછી મેં સ્થાનિક પત્રકારોને ફોન લગાવ્યા તો તેમણે પણ મને કહ્યું હતું કે ત્યાં જવું મુશ્કેલ છે, આ એક ગુપ્ત બેઠક છે. તમને આ અંગે એકપણ પ્રકારની જાણકારી નહીં મળે. ત્યાં પત્રકારોને આજુબાજુ ભટકવા પણ નહીં દેવાય. અમે 700 કિમી. દૂર આવી ગયા હોવાથી ત્યાંથી માહિતી મેળવ્યા વગર પરત જવું યોગ્ય નથી.

મેં મારા મનને દૃઢ કર્યું અને રામનું ધ્યાન ધરતાં કહ્યું હતું કે 'દીન દયાલ બિરિદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી'. લગભગ 10 વાગ્યે દીન દયાલ ઉપાધ્યાય શોધ સંસ્થાન અમે પહોંચી ગયા હતા. પોલીસની નાકાબંધી હતી. સ્થાનિક લોકોને પણ પોતાના ઘરે જતાં પહેલાં પોલીસના સવાલોના જવાબ આપવા પડે તેમ હતા. અહીં એટલો કડક બંદોબસ્ત હતો કે કોઇપણ બહારની વ્યક્તિ પગ ના મૂકી શકે. મેં મોબાઇલથી ફોટો ક્લિક કરવાની કોશિશ કરી તો પોલીસે કહ્યું હતું કે અહીં ફોટો ક્લિક કરવાનો આદેશ નથી.

અમને લાગ્યું કે મીડિયાનું નામ લઈને અમે આ સફરને આગળ વધારીશું, પરંતુ એ મુશ્કેલ હતું. અમારી સાથે એક રિસર્ચનો વિદ્યાર્થી હતો. તેણે કહ્યું હતું કે આની પાસે એક આરોગ્યધામ પણ છે, આપણે ત્યાં દવા લેવાના બહાને જઈ શકીએ છીએ. તેણે જ્યારે ફ્રી દવાનો આદેશ આપ્યો ત્યારે હું ફોટો ક્લિક કરવા લાગી હતી. એવામાં એક પોલીસવાળાની નજર મારા પર પડી અને તેણે મારો ફોન જપ્ત કરી લીધો હતો. મેં કહ્યું, હું તો અહીં ફરવા આવી છું અને મારી સાથે રહેલા મારા મિત્રને આરોગ્યધામમાંથી દવા લેવી છે. આ સાંભળીને બીજા પોલીસવાળાએ મને જવા દીધી.

શું સંઘ માત્ર સંગઠન અંગે ચર્ચા કરી રહ્યો હતો, જો આમ હતું તો આટલી ગુપ્ત બેઠક કેમ? સંગઠને આ બેઠક દરમિયાન 8 જુલાઈ અને 12 જુલાઈને 2 પ્રેસ રિલીઝ બહાર પાડી હતી. બહાર એમ પાડ્યું હતું કે કોરોનાકાળમાં બંધ પડેલી શાખાને ફરી શરૂ કરવા અને થર્ડ વેવમાં પોતાની ભૂમિકાનું વિસ્તરણ કરવા અંગે ચર્ચા કરી હતી. જો આમ છે તો મીડિયાને કેમ દૂર રાખવામાં આવ્યું છે? સુરક્ષા આટલી બધી કેમ? શું આ ફક્ત સંગઠન અંગે ચર્ચા કરી રહ્યા છે, તો આટલી ગુપ્તતા કેમ રાખી છે?

મહામહેનતે અમને એક કડી મળી, ચંપત રાયનો દેખાવ અને એ અંગે દરમિયાન સંઘની અસંતુષ્ટિ. બે દિવસ ફોન કર્યા અને આ દરમિયાન સંઘની બેઠક માટે એક મીડિયાના કાર્યકર્તાને મળવાનો સમય આપ્યો હતો. જ્યારે 11 જુલાઈની સાંજે છ વાગ્યે અમે સંસ્થાનની અંદર જવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

મુલાકાતનો સમય નક્કી હતો, પરંતુ સૌથી પહેલા સુરક્ષા પહેરો ભરતી પોલીસે અમને રોક્યાં. અમારી ગાડીને દૂર જ ઊભા રહેવાનો આદેશ આપ્યો. કહેવા લાગ્યા કે ગમે તે થાય પણ તમે અંદર નહીં જઈ શકો. અમારી નોકરી જતી રહેશે. મીડિયા માટે સખત મનાઈ ફરમાવવામાં આવી છે. અહીં કોઈ મીડિયા પર્સનને મુલાકાત માટે બોલાવી નહીં શકાય. આ વચ્ચે અમે સંઘના તે પદાધિકારીને બે વાર ફોન કરી ચૂક્યા હતા. બેઠકમાં હોવાને કારણે તે ફોન ઉપાડતા નહોતા. હવે અમે શું કરીએ? પોલીસે અમારી ગાડી પર ડંડા મારી મારીને ત્યાંથી અમને ભગાડ્યા.

એક પોલીસ અધિકારીએ અમને પોલીસ સાથે ઝગડતા જોયા તો તેમણે ગાડી રોકીને આખી વાત વિગતે જાણી. ત્યાંથી એક કિલોમીટર દૂર મેઇન ગેટ પર પૂછપરછ કરી તો ત્યાં અમારું નામ રજિસ્ટર થયેલું હતું. સંઘના એક કાર્યકર્તા મને એ સ્થળ સુધી લઈ ગયા હતા. જોકે તેણે પણ કહ્યું હતું કે મેડમ કંઈ મળવાનું નથી. અહીં બહુ સેન્સિટિવ બેઠક ચાલી રહી છે.

પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જ્યારે સવાલ પૂછ્યો કે તમે જાણો છો મુદ્દો શું છે? તેમણે કહ્યું, અમે તો બહુ નાના કાર્યકર્તા છીએ. દરબારી સમજી લો. તો શું ઉત્તરપ્રદેશની ચૂંટણી, ધર્મપરિવર્તન કે અન્ય કંઈ મુદ્દો લાગે છે? તેણે માત્ર એટલું જ કહ્યું કે સરકારની કેટલીક નીતિઓ પર આ બેઠક અસર કરશે તેવો અંદાજો છે. આ વચ્ચે અમે સંઘના મોટા મોટા પદાધિકારીઓ મળી રહ્યા હતા તે સંતો સાથે પણ મુલાકાત કરી હતી.

પરત ફરવાના એક દિવસ પહેલાં, 11 જુલાઈએ અમારા હાથ ખાલી નહોતા, પરંતુ જે-તે દિવસે મળ્યું હતું તે કદાચ આ ગોપનીય બેઠકનો સિક્રેટ એજન્ડા હતો. સંઘના એક સૂત્રએ તેનો ફોન અમને દેખાડ્યો. તેણે કહ્યું કે બસ આ એક જ લાઇનમાં તમે સંઘની બેઠકનો તમામ સાર સમજી જશો. ફોનના મેસેજમાં લખ્યું હતું કે હવે આપણે ચાદરમુક્ત ભારત અને ફાધરમુક્ત ભારત બનાવવાનું છે. રાત થતાં જ અમે સતનાના કોંગ્રેસી ધારાસભ્ય અને ચિત્રકૂટના પીડબ્લ્યુડી મંત્રી તથા ભાજપનાં ધારાસભ્ય ચંદ્રિકા પ્રસાદને મળવા પહોંચ્યા. આ દરમિયાન જ સંઘના અન્ય એક સૂત્ર સાથે પણ મુલાકાત થઈ હતી.

તેમણે પણ ચાદરમુક્ત અને ફાધરમુક્ત ભારતના સ્લોગન સાથે બેઠકની ઝલકો દેખાડવાની શરૂઆત કરી. કોંગ્રેસના ધારાસભ્ય નિલાંશુ ચતુર્વેદીએ અમને એક ચિઠ્ઠી બતાવી અને કહ્યું, ‘જ્યાં આ બેઠક ચાલતી હતી એ અમારી વિધાનસભા સીટમાં આવે છે. અમે ભાગવતજી સાથે મુલાકાતનો સમય માગ્યો. જવાબ હજુ સુધી નહોતો મળ્યો અને મળવાની આશા પણ નથી.’

ચિત્રકૂટના ભાજપ ધારાસભ્ય ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય સાથે મુલાકાતમાં ધર્મપરિવર્તનના 4 કિસ્સા સાંભળવા મળ્યા હતા અને તેમણે દુઃખ સાથે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને બચાવવી હોય તો ધર્મપરિવર્તન સામે જંગનું એલાન કરવું પડશે. ચંદ્રિકા પ્રસાદની પ્રોફાઇલ જો તમે ખોલશો તો જાણવા મળશે કે તેઓ ઘણા જૂના અને મજબૂત સંઘી કાર્યકર્તા છે.

ભાજપ ધારાસભ્ય ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય.
ભાજપ ધારાસભ્ય ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય.

સંઘની અતિગોપનીયતા પર ભારતના પહેલા રાષ્ટ્રપતિએ પણ સવાલ ઉઠાવ્યો હતો
ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 12મી ડિસેમ્બર, 1948ના દિવસે સરદાર પટેલને પત્ર લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘આ સંગઠન કોઈ સંવિધાન નથી. આનાં લક્ષ્ય અને ઉદ્દેશ વ્યવસ્થિત રીતે જણાવવામાં આવતાં નથી. માત્ર કેટલાક લોકોને જ વિશ્વાસમાં લેવામાં આવે છે. સંગઠનની કાર્યવાહીનો કોઈ રેકોર્ડ રાખવામાં નથી આવતો. એના માટે કોઈ રજિસ્ટર નથી. સંગઠનના રૂપમાં RSSમાં પૂરેપૂરી ગોપનીયતા રાખવામાં આવે છે. ગોડસે RSSનો સદસ્ય છે તે ટેક્નિકલ રીતે આ સાબિત કરવું મુશ્કેલ છે, પરંતુ સરકારે એ વાત જણાવવી જોઇએ કે જો ગોડસે અને સંગઠન વચ્ચે કોઈ સંબંધ નથી તો તેના પર બેન કેમ મૂક્યું છે?’

રાજેન્દ્ર પ્રસાદનો આ સવાલ આજે પણ તેટલો જ તાર્કિક છે, જેટલો એ સમયે હતો. સંઘની બેઠકો આટલી ગોપનીય કેમ? સવાલ તો એ પણ છે કે સંઘની બેઠકોને આટલી સુરક્ષા કેમ આપવામાં આવે છે? બેઠકોમાં ખરેખર સંગઠન માત્ર સંઘની ગતિવિધિઓ પર જ ચર્ચા કરે છે?

અન્ય સમાચારો પણ છે...