તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • RSS Protests Chinese Sponsorship: Swadeshi Jagran Manch Appeals For T20 Boycott, Rs 2,000 Crore Deal With Vivo

IPL વિવાદ:RSSનો ચાઇનીઝ સ્પોન્સરશિપ સામે વિરોધઃ સ્વદેશી જાગરણ મંચની ટી-20ના બહિષ્કારની અપીલ, વિવો સાથે 2000 કરોડની ડીલ છે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિવોએ 5 વર્ષ સ્પોન્સરશિપ માટે BCCIને 2 હજાર કરોડ રૂપિયા આપ્યાં છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મોબાઇલ કંપની વિવો સહિતની ચાઇનીઝ કંપનીઓની સ્પોન્સરશિપ સામે વિરોધ વધી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંકળાયેલા સ્વદેશી જાગરણ મંચે સોમવારે કહ્યું કે લોકોએ ટી-20 ક્રિકેટ લીગ આઇપીએલનો બહિષ્કાર કરવો જોઇએ.

લોકોને આઇપીએલનો બહિષ્કાર કરવા આહ્વાન
સ્વદેશી જાગરણ મંચના સહ-કન્વિનર અશ્વની મહાજને એક નિવેદનમાં કહ્યું કે, આઇપીએલમાં ચાઇનીઝ કંપનીઓની સ્પોન્સરશિપ જાળવી રાખવાનો બીસીસીઆઇનો અને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલનો નિર્ણય ચોંકાવનારો છે. આ નિર્ણયથી તેમણે ગલવાન ખીણમાં ચીનના જઘન્ય કૃત્યમાં શહીદ થયેલા સૈનિકોનું અપમાન કર્યું છે. જ્યારે આખો દેશ આપણા અર્થતંત્રને ચીનના પ્રભુત્વથી મુક્ત કરવા મક્કમ છે, સરકાર ચીનને આપણાં બજારોમાંથી બહાર રાખવાના તમામ પ્રયાસ કરી રહી છે તેવા સમયે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલનું આ કૃત્ય દેશના મૂડથી વિપરીત છે. લોકોએ આઇપીએલનો બહિષ્કાર કરવા વિચારવું જોઇએ.

વિવોએ 5 વર્ષ માટે 2 હજાર કરોડ રૂપિયા આપ્યાં છે
મહાજને આઇપીએલના આયોજકોને તથા બીસીસીઆઇને અનુરોધ કર્યો કે તેઓ આઇપીએલમાં ચાઇનીઝ કંપનીઓની સ્પોન્સરશિપ અંગે ફેરવિચાર કરે, કેમ કે દેશની સલામતી અને ગરિમાથી વિશેષ કંઇ નથી. નોંધનીય છે કે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ચાઇનીઝ કંપનીઓ સાથે છેડો ન ફાડવાનો રવિવારે નિર્ણય લીધો હતો. મોબાઇલ ફોન ઉત્પાદક ચાઇનીઝ કંપની વિવો આઇપીએલની ટાઇટલ સ્પોન્સર છે. તેણે 5 વર્ષની ડીલ માટે બીસીસીઆઇને 2 હજાર કરોડ રૂ. ચૂકવેલા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો