• Gujarati News
  • National
  • RSS Chief Said This Is A Pain That Will Never End, This Pain Will Be Relieved Only When The Partition Is Canceled.

ભાગવતે ફરી ઉઠાવ્યો ભાગલાનો મુદ્દો:RSS ચીફે કહ્યું- આ ક્યારેય પુરી ના થાય તેવી વેદના છે, આ દર્દમાંથી ત્યારે જ આરામ મળશે જ્યારે વિભાજન રદ થશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણી માતૃભૂમિની સ્વતંત્રતા માટે લાખો દેશભક્તોએ બલિદાન આપ્યા, તો સ્વતંત્રતા પછી ભાગલાનું દર્દ પણ સહ્યું છે. આપણને ખંડિત ભારત મળ્યું છે. હવે ખંડિત ભારતને અખંડિત બનાવવું પડશે. આ આપણું રાષ્ટ્રીય તેમજ ધાર્મિક કર્તવ્ય છે. આપણે આ કર્તવ્ય પથ પર ચાલીશું તો વિજય આપણી જ થશે. આ વાત કરી છે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે.

મોહન ભાગવત નોયડામાં સેક્ટર-12માં આવેલી ભાઉરાવ દેવરસ સરસ્વતી વિદ્યામંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. વિદ્યાલયમાં આયોજિત લોકાર્પણ સમારંભમાં તેઓએ લેખક કૃષ્ણાનંદ સાગર દ્વારા લેખિત તેમજ જાગૃતિ પ્રકાશન દ્વારા પ્રકાશિત પુસ્તક 'વિભાજનકાલીન ભારતના સાક્ષી'નું વિમોચન કર્યું હતું.

આ દરમિયાન તેઓએ કહ્યું કે દેશના ભાગલા પડ્યા તે ક્યારેય શાંત ના થાય તેવી વેદના છે. આ દર્દમાંથી ત્યારે જ શાંતિ મળશે જ્યારે વિભાજન નિરસ્ત થશે. ભારત એક જમીનનો ટુકડો નથી, આપણી માતૃભૂમિ છે. સંપૂર્ણ દુનિયાને કંઈક આપવાને લાયક ત્યારે જ બનીશું જ્યારે વિભાજન હટશે.

આ રાજનીતિ નથી આપણાં અસ્તિત્વનો વિષય છે. આ નિર્ણયથી કોઈને સુખ નથી મળ્યું. ભારતની પ્રવૃતિ વિશિષ્ટતતાને અપનાવવાની રહી છે. અલગતાવાદીની પ્રવૃતિવાળા તત્વોના કારણે દેશનું વિભાજન થયું. અમે ભાગલાના દર્દનાક ઈતિહાસનું પુનરાવર્તન નહીં કરવા દઈએ.

ઈતિહાસમાંથી કંઈક શીખીને આગળ વધીએ
RSS પ્રમુખે વધુમાં કહ્યું કે દેશ કઈ રીતે તૂટ્યો, તે ઈતિહાસ વાંચીને આગળ વધવું જોઈએ. ભાગલા પછી પણ રમખાણો થાય છે. બીજાઓ માટે પણ તે જ જરૂરી ગણવું જે પોતાને યોગ્ય લાગે, આ ખોટી માનસિકતા છે. પોતાના પ્રભુત્વનું સપનું જોવું ખોટું છે. રાજા બધાંનો હોય છે. બધાંની ઉન્નતિ તેમનો ધર્મ છે.

હિંદુ સમાજને સંગઠીત થવાની જરૂર છે તે વાત પર ભાર મુકતા સંઘ સરચાલકે કહ્યું કે, આપણી સંસ્કૃતિ વિવિધતામાં એકતાની છે તેથી હિંદુ એવું ન કહી શકે કે મુસલમાન નહીં રહે. અનુશાસનનું પાલન બધાંને કરવાનું છે. અશફાક ઉલ્લા ખાન જેવા ક્રાંતિકારી જન્નતની જગ્યાએ ભારતમાં ફરી જન્મ થાય તેવું ઈચ્છતા હતા. અત્યાચારને રોકવા માટે બળની સાથે સત્ય આવશ્યક છે.

પાકિસ્તાન પર કેસ થવો જોઈએ
લેખક કૃષ્ણાનંદ સાગરે કહ્યું કે તેમનું પુસ્તક વિભાજન દરમિયાન થયેલા ષડયંત્રો પર આધારિત છે. ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ શંભુનાથ શ્રીવાસ્તવે કહ્યું કે ઈતિહાસને બદલીને રજૂ કરાયો છે. વિભાજન દરમિયાન મોટી સંખ્યામાં નરસંહાર થયો. તેના માટે પાકિસ્તાન સામે કેસ થવો જોઈએ. આ પુસ્તક ઈતિહાસના અનેક પક્ષોને ખુલ્લાં પાડશે.

RSS ચીફે કહ્યું કે વિભાજન ઈસ્લામિક અને અંગ્રેજોના આક્રમણનું પરિણામ છે. વિભાજન એક જાણી જોઈને ઊભું કરેલું ષડયંત્ર છે. ભારતને તોડવાનો પ્રયાસ સફળ નહીં થવા દઈએ. કાર્યક્રમ દરમિયાન વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાનના મહામંત્રી શ્રીરામ આરાવકર, ભારતીય ઈતિહાસ અનુસંધાન પરિષદના સભ્ય સચિવ કુમાર રત્નમ, ભાઉરાવ દેવરસ સરસ્વતી વિદ્યામંદિરના અધ્યક્ષ સુશીલ કુમાર જૈન, રમન ચાવલા, જાગૃતિ પ્રકાશનના સમન્વયક યોગેશ શર્મા સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...