તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Union President Mohan Bhagwat Arrives To Meet Mithun Chakraborty, TMC Made Rajya Sabha MP In 2014

બંગાળ ચૂંટણી માટે RSSનો દાવો:મિથુન ચક્રવર્તીને મળવા પહોંચ્યા સંઘ પ્રમુખ મોહન ભાગવત, TMCએ 2014માં બનાવ્યા હતા રાજ્યસભા સાંસદ

મુંબઈ7 મહિનો પહેલા
ફોટો ઓક્ટોબર 2019નો છે. મિથુન ચક્રવર્તી નાગપુર સ્થિત સંઘ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમણે સંઘ પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
ફોટો ઓક્ટોબર 2019નો છે. મિથુન ચક્રવર્તી નાગપુર સ્થિત સંઘ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમણે સંઘ પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. (ફાઈલ ફોટો)

સંઘ પ્રમુખ મોહન ભાગવત મંગળવારે ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તીને મળ્યા હતા. તેમણે મિથુન સાથે તેમના મુંબઈ સ્થિત ઘરે મુલાકાત કરી હતી. બંગાળમાં થોડા મહિનાઓ પછી વિધાનસભા ચૂંટણી છે, તેના પગલે આ મુલાકાતથી રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. મિથુનને તૃણમૂલ કોંગ્રેેસે 2014માં રાજ્યસભા સાંસદ બનાવ્યા હતા. જોકે પછીથી એક્ટરની તબિયત ખરાબ થવાથી 2016 તેમણે રાજીનામું આપ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ મિથુન ચક્રવર્તી ઓક્ટોબર 2019માં નાગપુર ગયા હતા. આ દરમિયાન તેમણે સંધ પ્રમુખ મોહન ભાગવાત સાથે મુલાકાત કરી હતી અને તેમને ઘરે આવવાનું આમંત્રણ મોકલ્યું હતું. આ દરમિયાન મિથનની ભાજપમાં આવવાની અટકાળો હતી.

ભાજપ આપી શકે છે મિથુનને ટિકિટ
રાજકીય જાણકારોનું માનવું છે કે એક્ટર મિથુનની બંગાળમાં ખાસી પોપ્યુલારિટી છે. તેનો ફાયદો ઉઠાવતા ભાજપ તેમને ઉમેદવાર બનાવી શકે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તે ભાજપના સ્ટાર પ્રચારક હોઈ શકે છે.

શૂટિંગ દરમિયાન તબિયત બગડી ગઈ હતી
મિથુન હાલ તેની ફિલ્મ અને વેબ સિરીઝના શૂટિંગમાં વ્યવસ્ત છે. થોડા દિવસો પહેલા શૂટિંગ દરમિયાન મસૂરમાં તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે તાજેતરમાં જ તેે રામગોપલ વર્માના ડાયરેક્શનમાં બનેલી હિન્દી ફિલ્મ 12 o' Clockમાં ફલોરો સૈની, માનવ કૌલ, મકરંદ દેશપાંડે અને કૃષ્ણા ગોતમની સાથે જોવા મળ્યા હતા. મિથુન વિવેક અગ્નિહોત્રીના લેખન અને નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ધ કાશમીર ફાઈલ્સમાં પલ્લવી જોશી, અનુપમ ખેર અને પુનીત ઈસ્સરની સાથે પણ જોવા મળશે.