તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંઘ પ્રમુખ મોહન ભાગવત મંગળવારે ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તીને મળ્યા હતા. તેમણે મિથુન સાથે તેમના મુંબઈ સ્થિત ઘરે મુલાકાત કરી હતી. બંગાળમાં થોડા મહિનાઓ પછી વિધાનસભા ચૂંટણી છે, તેના પગલે આ મુલાકાતથી રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. મિથુનને તૃણમૂલ કોંગ્રેેસે 2014માં રાજ્યસભા સાંસદ બનાવ્યા હતા. જોકે પછીથી એક્ટરની તબિયત ખરાબ થવાથી 2016 તેમણે રાજીનામું આપ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ મિથુન ચક્રવર્તી ઓક્ટોબર 2019માં નાગપુર ગયા હતા. આ દરમિયાન તેમણે સંધ પ્રમુખ મોહન ભાગવાત સાથે મુલાકાત કરી હતી અને તેમને ઘરે આવવાનું આમંત્રણ મોકલ્યું હતું. આ દરમિયાન મિથનની ભાજપમાં આવવાની અટકાળો હતી.
ભાજપ આપી શકે છે મિથુનને ટિકિટ
રાજકીય જાણકારોનું માનવું છે કે એક્ટર મિથુનની બંગાળમાં ખાસી પોપ્યુલારિટી છે. તેનો ફાયદો ઉઠાવતા ભાજપ તેમને ઉમેદવાર બનાવી શકે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તે ભાજપના સ્ટાર પ્રચારક હોઈ શકે છે.
શૂટિંગ દરમિયાન તબિયત બગડી ગઈ હતી
મિથુન હાલ તેની ફિલ્મ અને વેબ સિરીઝના શૂટિંગમાં વ્યવસ્ત છે. થોડા દિવસો પહેલા શૂટિંગ દરમિયાન મસૂરમાં તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે તાજેતરમાં જ તેે રામગોપલ વર્માના ડાયરેક્શનમાં બનેલી હિન્દી ફિલ્મ 12 o' Clockમાં ફલોરો સૈની, માનવ કૌલ, મકરંદ દેશપાંડે અને કૃષ્ણા ગોતમની સાથે જોવા મળ્યા હતા. મિથુન વિવેક અગ્નિહોત્રીના લેખન અને નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ધ કાશમીર ફાઈલ્સમાં પલ્લવી જોશી, અનુપમ ખેર અને પુનીત ઈસ્સરની સાથે પણ જોવા મળશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.