• Gujarati News
  • National
  • Bhagwat Says 80% Of Jammu And Kashmir's Funds Went To Leaders' Pockets Before Article 370 Was Removed

કાશ્મીરી નેતાઓ પર સંઘ પ્રમુખનો હુમલો:ભાગવતે કહ્યું- આર્ટિકલ 370 હટતા પહેલા જમ્મુ-કાશ્મીરનું 80% ફન્ડ નેતાઓના ખિસ્સામાં જતુ હતુ

2 મહિનો પહેલા
  • આર્ટિકલ 370 હટ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં વિકાસનો રસ્તો બધા માટે ખુલી ગયો છેઃ ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એક વખત ફરી કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અંગે પોતાનો મત આપ્યો છે. કાશ્મીરી નેતાઓને નિશાન બનાવીને તેમણે કહ્યું કે આર્ટિકલ 370 હટતા પહેલા જમ્મુ-કાશ્મીર માટે જે ફન્ડની ફાળવણી કરવામાં આવી હતી, તેમાંથી 80 ટકા અહીંના નેતાઓના ખિસ્સામાં જતુ હતું.

શનિવારે નાગપુરમાં એક બુક લોન્ચિંગ ઈવેન્ટમાં બોલતા તેમણે કહ્યું કે અહીં આર્ટિકલ 370 હટતા પહેલા કાશ્મીરના નામે જે પણ કરવામાં આવતુ હતું, તેના 80 ટકા અહીંના નેતાઓના ખિસ્સામાં જતા હતા. તે લોકો સુધી પહોંચતા નહોતા. હવે આ આર્ટિકલ હટાવવામાં આવ્યા પછી સ્થાનિક લોકો પ્રથમ વખત અનુભવ કરી રહ્યાં છે કે વિકાસ સાથે જોડવવું કેવુ હોય છે અને સરકારી ફાયદા કઈ રીતે મળે છે.

કાશ્મીરને સમગ્ર દેશ સાથે જોડવો પડશે
તેમણે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં અત્યાર સુધીમાં કેટલાક લોકો એવા છે, જે વિચારે છે કે ભારતમાંથી આઝાદી મળવી જોઈએ. આ કારણે આપણે તેમને બાકીના દેશ સાથે જોડવાના તમામ પ્રયત્નો કરવા પડશે. જેમ શરીરના દરેક ભાગ એક-બીજા સાથે જોડાયેલા હોય છે.

મોહન ભાગવતે કહ્યું- હું થોડા સમય પહેલા જ જમ્મુ-કાશ્મીર ગયો હતો, જ્યારે મેં ત્યાંની સ્થિતિ જોઈ. આર્ટિકલ 370 હટ્યા પછી વિકાસનો રસ્તો બધા માટે ખુલી ગયો છે. પહેલા જમ્મુ અને લદ્દાખના લોકોએ ભેદભાવ સહન કરવો પડતો હતો, જોકે હવે એવું નથી.

RSSના સ્થાપના દિવસે કર્યું હતું સંબોધન
બે દિવસ પહેલા જ વિજયાદશમી અને RSSના સ્થાપના દિવસે નાગપુરમાં આયોજિત સમારંભમાં તેમણે કહ્યું હતું કે હું જમ્મુ-કાશ્મીર જઈને આવ્યો. ત્યાં 370 હટ્યા પછી સામાન્ય લોકોને સારા લાભ મળી રહ્યાં છે, જોકે ઘાટીમાં હિન્દુઓનું ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું છે. આતંકી ગતિવિધિઓ પર નજર રાખવી પડશે. આતંકીઓ મનોબળ ઘટાડવા માટે હિંસા કરી રહ્યાં છે. તેમનો ઉદેશ્ય એક જ છે- પોતાનો ડર ઉભો કરવો.

બે વર્ષ પહેલા હટાવવામાં આવ્યો હતો આર્ટિકલ 370
મોહન ભાગવતે શનિવારે બે બુકનું લોન્ચિંગ કર્યું- આધુનિક લદ્દાખછે નિર્માતા એકોનિસાવે કુશોક બાલુકા અને જમ્મુ-કાશ્મીરઃ ઔતિહાસિક પરિપ્રેખ્મે કલમ 370ના સંશોધનના ઉપરાંત. ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના લોકોને વિશેષ અધિકાર આપનાર આર્ટિકલ 370 હટાવ્યો હતો અને તેને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...