• Home
  • National
  • Rs.1,000 to 1,500 will be transferred to workers account in 6 states and one union territory, 3.25 crore people will be given free ration in Gujarat.

લોકડાઉનમાં સહાયતા / 6 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ શ્રમિકોના ખાતામાં રૂા.1,000થી 1,500 ટ્રાન્સફર કરશે, ગુજરાતમાં 3.25 કરોડ લોકોને મફત રાશન અપાશે

દેશમાં 21 દિવસના લોકડાઉનની સ્થિતિ વચ્ચે શ્રમિક વર્ગના લોકોને રાહત મળશે (પ્રતિકાત્મક ફોટો)
દેશમાં 21 દિવસના લોકડાઉનની સ્થિતિ વચ્ચે શ્રમિક વર્ગના લોકોને રાહત મળશે (પ્રતિકાત્મક ફોટો)
X
દેશમાં 21 દિવસના લોકડાઉનની સ્થિતિ વચ્ચે શ્રમિક વર્ગના લોકોને રાહત મળશે (પ્રતિકાત્મક ફોટો)દેશમાં 21 દિવસના લોકડાઉનની સ્થિતિ વચ્ચે શ્રમિક વર્ગના લોકોને રાહત મળશે (પ્રતિકાત્મક ફોટો)

  • ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સરકાર શ્રમિકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે
  • ગુજરાત સરકાર 60 લાખ પરિવારને 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો ખાંડ, દાળ અને મીઠું મફકત આપશે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 04:53 PM IST

નવી દિલ્હીઃ દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલી છે. આ સમયે દૈનિક મજૂરી મેળવનાર 6 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશે રાહત જાહેર કરી છે. ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના મજૂરોના બેન્ક ખાતામાં 1,000થી 1500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. રેશનની દુકાનોમાંથી ખાદ્ય સામગ્રી આપવામાં આવશે. એનએસઓના 2011-12ના સર્વેના મતે દેશમાં આશરે 39.14 ટકા અસંગઠીત ક્ષેત્રના કર્મચારી છે.

ઉત્તર પ્રદેશઃ 35 લાખ લોકોને લાભ મળશે

ઉત્તર પ્રદેશમાં અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોને એક મહિનામાં એક વખત 1,000 રૂપિયા આપવામાં આવશે. સરકારે 31 માર્ચ સુધી આશરે 235 કરોડ રૂપિયા બજેટ નક્કી કર્યું છે. શ્રમિક ભરણ પોષણ યોજના હેઠળ 35 લાખ લોકોને આ જાહેરાતનો લાભ મળશે. આ યોજનામાં મજૂર, રિક્ષા ચાલક, ફેરીયાઓનો પણ સમાવેશ થાય છે. મંગળવારે શરૂ કરવામાં આવેલી આ યોજનામાં સંપૂર્ણ લોકડાઉનના સમયને કવર કરવામાં આવેલ છે. સરકારે 5.97 લાખ શ્રમિકોના બેન્ક ખાતામાં નિશ્ચિત રકમ ટ્રાન્સફર કરશે. જેમની પાસે બેન્ક ખાતા નથી તેમની અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગે બે સપ્તાહમાં એક ડેટાબેઝ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.  તેમા ફેરીયાઓ તથા રિક્ષાચાલકો માટે રૂપિયા 235 કરોડની રકમ નક્કી કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશઃ 1000 રૂપિયા મળશે

આંધ્રપ્રદેશમાં બીપીએલધારક, દૈનિક મજૂરો, કન્ટ્રક્શન વર્કર, ઓટો અને કેબચાકલોને 1000 રૂપિયા મળશે. મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ આ માટે રૂપિયા 1500 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. લાભાર્થીઓની ઓળખ ગયા વર્ષે રાજ્ય ચૂંટણી અભિયાન સમયે કરવામાં આવી હતી. નક્કી કરવામાં આવેલી રકમ 4 એપ્રિલ સુધી લાભારથીઓના ઘરે ગ્રામીણ વોલેન્ટીયર્સ પહોંચાડશે. આ સાથે રેશનમાં ચોખા, એક કિલોગ્રામ દાળ, તેલ અને મીઠાનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતઃ 60 લાખ પરિવારને મળશે ફ્રી રાશન

ગુજરાત સરકારે 60 લાખ પરિવારોના 3.25 કરોડ લોકો માટે મફત રેશન ઉપલબ્ધ કરાવશે. પહેલી એપ્રિલથી પ્રત્યેક વ્યક્તિને 3.5 કિલોગ્રામ ઘઉં અને 1.5 કિલોગ્રામ ચોખા તથા પ્રતિ પરિવાર 1 કિલો ખાંડ, દાળ અને મીઠુ મળશે. આ રાશન સસ્તા અનાજની દુકાનોના માધ્યમથી વિતરીત કરવામાં આવશે. સરકારે 17,000 સસ્તા અનાજના દુકાનોમાંથી ઓછામાં ઓછા 3,500 વ્યક્તિને રેશન મોકલવામાં આવેલ છે. વિતરણના સમયે સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવશે.

તેલંગાણાઃ પરિવાર દીઠ રૂપિયા 1500 મળશે.

તેલંગાણામાં રેશન કાર્ડધારક પ્રતિ પરિવારને રૂપિયા 1500 રૂપિયા આપવામાં આવશે. તેમા બીપીએલ ધારક અને અસંગઠીત ક્ષેત્રોના શ્રમિકોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આ પ્રકારના પરિવારને 6ને બદલે 12 કિલોગ્રામ ચોખા મફત આપવામાં આવશે. સરકારે આ માટે 3.36 લાખ ટન ચોખા અને 2,417 કરોડનું બજેટ નક્કી કરવામાં આવેલ છે. વિતરણ માટે 2014માં કરવામાં આવેલા સરવેના આધાર બનાવવામાં આવેલ છે. પૈસા બેન્કોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

રાજસ્થાનઃ દરેક મજૂરને 1000 રૂપિયા

રાજ્યની સામાજીક પેન્શન યોજનામાં સામેલ લોકો સિવાયના 25 લાખ દૈનિક શ્રમિકો અને ફેરીયાઓને પ્રતિ વ્યક્તિ 1000 રૂપિયા આપવામાં આવશે. આ રાહત 36.51 લાખ બીપીએલ, રાજ્ય બીપીએલધારક અને અંત્યોદય લાભાર્થીઓને આપવામાં આવશે. સરકારે આ માટે 2000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. લાભાર્થીઓની ઓળખ જિલ્લા પ્રશાસન અને સામાજીક ન્યાય વિભાગ દ્વારા કરવામાં આવશે. રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)ના માધ્યમથી આધાર નંબર સાથે બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરઃ તમામ શ્રમિકોને રાહત

લોકડાઉન સમયે રાશનની ખરીદી માટે ભવન નિર્માણ કર્મકાર કલ્યાણ બોર્ડમાં રજિસ્ટર્ડ 3.5 લાખ લોકોને 1000 રૂપિયા આપશે. આ ઉપરાંત કર્મચારી રાજ્ય વિમા નિગમ (ઈએસઆઈસી) યોજના હેઠળ રજિસ્ટર્ડ અસંગઠીત ક્ષેત્રના તમામ 2.26 લાખ શ્રમિકોના મજૂરો સહિતને રાહત મળશે.

ઉત્તરાખંડઃ પ્રત્યેક શ્રમિકને 1000 રૂપિયા મળશે

ઉત્તરરાખંડ સરકાર પ્રત્યેક શ્રમિકને 1000 રૂપિયા આપશે. તેમા બિન નોંધાયેલ શ્રમિક, માર્ગ પર દુકાન લગાવનાર, ફળ અને શાકભાજીના વિક્રેતા અને દૈનિક મજૂરોનો સમાવેશ થાય છે. સરકારે મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 30 કરોડની જાહેરાત કરી છે. રૂપિયાના વિતરણ માટે જિલ્લા અધિકારીઓ અને સ્થાનિક શ્રમિક વિભાગના અધિકારી સરવે કરી લાભાર્થી બેન્ક ખાતામાં અથવા ફરી રોકડ પણ લઈ શકશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી