તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rs. Bought 2800 Lumber, Cheetah Decorated Family Waiting; The Hospital Did Not Return The Body Even After 19 Hours

નક્સલ જિલ્લાની કોરોનાથી આ સ્થિતી:રૂ. 2800ના લાકડા ખરીદ્યા, ચિતા સજાવી પરિવારજન રાહ જોઈ રહ્યા; 19 કલાક પછી પણ હોસ્પિટલે મૃતદેહ આપ્યો નહીં

ગઢચિરોલી / ચંદ્રપુર2 મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર, યુપી, દિલ્હી અને છત્તીસગઢ આ 4 રાજ્યોમાં જ દરરોજ લગભગ દોઢ લાખ નવા દર્દીઓ મળી રહ્યા
  • દેશના અનેક રાજ્યોમાં કોરોનાથી ભયાનક પરિસ્થિતી

દેશભરમાં છેલ્લા 4 દિવસથી સતત 2 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. એકલા મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને છત્તીસગઢ 4 રાજ્યો છે, જ્યાં દરરોજ લગભગ દોઢ લાખ નવા દર્દીઓ મળી રહ્યા છે. સંક્રમણ મુદ્દે મહારાષ્ટ્રના જ 10 જિલ્લાઓ એવા છે જ્યાં 10-10 હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

આ જ રાજ્યમાં નક્સલ અસરગ્રસ્ત ગઢચિરોલી અને ચંદ્રપુર પણ આવા જિલ્લાઓ છે, જ્યાં દર્દીઓની સંખ્યા તો ઘણી ઓછી છે. જો કે, ચિંતાની વાત એ છે કે ઓક્સિજન અને વેન્ટિલેટર બેડના અભાવને કારણે નાગપુર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના સરહદી જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે અહીં આવી રહ્યા છે.

આજે સ્થિતિ એવી છે કે અહીંની 226 બેડવાળી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં બેડ શોધવાથી પણ નથી મળી રહ્યા.

દિવ્ય ભાસ્કરની ટીમે છેલ્લા 7 દિવસમાં લગભગ 1 હજાર કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો છે અને તમને પુણે, નાસિક, ઔરંગાબાદ અને નાગપુરની સ્થિતિ જણાવી ચૂક્યા છે. ગઢચિરોલી અને ચંદ્રપુરથી પણ અમે ગઈકાલે એક રિપોર્ટ તમારી પાસે મોકલવામાં આવ્યો હતો. નક્સલ અસરગ્રસ્ત આ બંને જિલ્લાઓનો આજે 8મો અને છેલ્લો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચો...

ગઢચિરોલીની સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરની બહાર ત્રણ પરિવારો એક સાથે ઉભા છે. અહીં જેટલા પણ લોકો સાથે વાત થઈ રહી છે તે બધા પોત-પોતાના સગાના મૃતદેહ લેવા માટે આવ્યા છે. મુંબઈથી જ્યારે અમે આ યાત્રા શરૂ કરી હતી ત્યારે આંકડા જણાવે છે કે નક્સલ પ્રભાવિત ગઢચિરોલી અને ચંદ્રપુર જેવા ગ્રામીણ વિસ્તારોમાં કોવિડના કેસ પ્રમાણમાં ઓછા છે. પણ જ્યારે અહીં આવીએ ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ લાગી રહી છે જેટલી મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં છે.

ગઢચિરોલીમાં રહેતા શ્યામ બાબુના નજીકના સબંધીનું કોવિડના કારણે સાંજે પાંચ વાગ્યે મૃત્યુ થયું હતુ. હાલમાં બીજા દિવસે 12 વાગ્યાનો સમય છે, પરંતુ તેમનો મૃતદેહ મળ્યો નથી. પરિવારજન અંતિમ સંસ્કાર કરવા માટે 2800 રૂપિયાના લાકડા લઈ ચૂક્યા છે. તેઓ સ્મશાનમાં ચિતા તૈયાર કર્યા પછી અહીં આવ્યા છે.

19 કલાકથી મૃતદેહ લેવા માટે આમ-તેમ ભટકી રહ્યો છું, પરંતુ હોસ્પિટલ મૃતદેહ આપી રહી નથી. શ્યામ બાબુ કહે છે… મૃતદેહ ક્યારે મળશે, કોણ આપશે, કોની સાથે વાત કરવાની છે તે કોઈ જણાવી રહ્યું નથી. તેમના જેવા ઘણા લોકો તેઓ તેમના સગાસંબંધીઓના મૃતદેહ લેવા માટે કતારમાં છે, પરંતુ વહીવટી કર્મચારી જ ગેરહાજર છે.

10 દિવસ પહેલા અહીંયા બેડ સરળતાથી મળી જતા હતા
એક ચોથા વર્ગના કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાછે છે કે મેડમ... ગત રાતથી લઈને અત્યાર સુધીમાં (બપોરના 11 વાગ્યે) 21 મોત થયા છે. નાગપુર જેવા જિલ્લાઓમાં બેડના અભાવે દર્દીઓ ગઢચિરોલીના આ 226 બેડની હોસ્પિટલમાં આવી રહ્યા છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવી રહ્યા છે.

જો કે, લોકો અહીં બેડ મેળવવા માટે કતારમાં તો નથી, પણ હોસ્પિટલમાં કોઈ જગ્યા નથી. અહીં છેલ્લા 10 દિવસ સુધી તો પરિસ્થિતિઓ એવી હતી કે બેડ સરળતાથી મળી જતા હતા, પરંતુ હવે અહીં પણ બેડ માટે મારામારી છે. જ્યાં સુધી હું આ હોસ્પિટલમાં રહ્યો, ત્યાં સુધી બધાએ કહ્યું કે તેમના કોઈ સગાનું મૃત્યુ થયું છે અને તે વાત જણાવવાની સ્થિતિમાં નથી.

સતીષ કહે છે કે તેની માતાનું હાલમાં જ મૃત્યુ થયું છે. હોસ્પિટલમાં ફક્ત મૃત્યુ જ જોવા મળે છે. મૃતદેહ આપી રહ્યા નથી. ગઢચિરોલી નજીક કુરખેડાના કુણાલ જણાવે છે કે તેના 51 વર્ષીય સંબંધીનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. ટેસ્ટ કરાવ્યો, સારવાર ચાલી રહી હતી પરંતુ જીવ બચી શક્યો નહીં.

તેમની પત્નીને પણ કોરોના થયો છે. કુણાલ કહે છે કે બેડ અને ઓક્સિજન મેળવવામાં કોઈ સમસ્યા નહોતી, પરંતુ સારવારમાં બેદરકારી થઈ રહી છે.

રાત્રે ઓક્સિજન ઓછું થઈ રહ્યું છે, ચંદ્રપુરમાં રોજ 20 મોત
ચંદ્રપુરમાં પણ આ સ્થિતિ છે. તાલુકા વરોડામાં 300 લોકોનાં મોત હૈ ચૂક્યા છે. ચાર-પાંચ દિવસથી તાવ આવે છે. ચંદ્રપુરમાં પણ બેડ ખાલી નથી. ઓક્સિજન અને વેન્ટિલેટરનો અભાવ છે. બેડ ન હોવાથી હવે દર્દીઓ અહીંથી પાછા ફરી રહ્યા છે. રાત્રે ઓક્સિજન ઓછો થઈ જાય છે. જેના કારણે મોત થઈ રહ્યા છે. અહીં દરરોજ 20 લોકોના મોત થઇ રહ્યા છે.

સારવાર સાથે સંકળાયેલા સ્ટાફને વધુ ભારણ આપવામાં આવે છે જેથી સારવાર યોગ્ય રીતે નથી થીય રહી. થોડા દિવસો પહેલા અહીં એક દિવસમાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આના પર ચંદ્રપુરનો અવિનાશ ખુદ કલેક્ટરને મળવા ગયો હતો કે ચંદ્રપુરમાં આટલા બધા મોત કેમ થઈ રહ્યા છે? જો કે કલેકટરે આશ્વાસન આપ્યું હતું. ઓક્સિજનના અભાવે દરરોજ 15 થી 20 મૃત્યુ થાય છે.

કોરોનાથી નહીં મરીએ તો ભૂખથી મરી જઈશું
લોકડાઉનથી લોકો પરેશાન છે, કારણ કે આ વિસ્તાર ખૂબ જ ગરીબ છે. એવા લોકો છે જે રોજ કમાય છે અને ખાય છે. શિવભજનમાં બે રોટલી અને થોડા ચોખા મળે છે. તે પણ એક વ્યક્તિને જ. શું તેનાથી પરિવારનું પેટ ભરાશે? રાશન બંધ છે. હરિનારાયણ કહે છે કે તેલ, ગેસ, કઠોળ બધું મોંઘું છે. શું ખાઈએ? કોરોનાથી નહીં મરીએ તો ભૂખથી મરી જઈશું

11.66 લાખની વસ્તી, દિવસના 1400 ટેસ્ટ
11 લાખ 66 હજાર 494ની વસ્તી ધરાવતા ગઢચિરોલીમાં દરરોજ લગભગ 1400 ટેસ્ટ કરવામાં આવે છે. સરકારના આંકડા દર્શાવે છે કે એક દિવસમાં લગભગ 195 થી 200 લોકો કોરોનામાં પોઝિટિવ આવી રહ્યા છે. અહીંનો કોરોના પોઝિટિવિટી ટકાવારી 6.31 છે. ગઢચિરોલીમાં કોવિડના કુલ કેસ 12,940 છે. તેમાંથી 2,162 એક્ટિવ કેસ છે.

જો કે આ આંકડો મહારાષ્ટ્રના બાકીના જિલ્લાઓ કરતા મોટો દેખાતો નથી, પરંતુ ગ્રાઉન્ડ પર જઈને જોઈએ તો તસ્વીર ભયાનક છે. ગઢચિરોલીના સાંસદ અશોક નેતે કહે છે કે કોરોના માત્ર ગઢચિરોલીનો વિષય નથી. આખા વિશ્વનો વિષય છે. બધી જગ્યાની જેમ અહીયાં પણ ફેલાઈ રહ્યો છે. જો કે, અહીંની પરિસ્થિતિ નાગપુર જેવી નથી.