• Gujarati News
  • National
  • So Far Rs 85 Lakh Cash Has Been Received, A Machine Had To Be Ordered To Count The Notes

દરોડા પડતા ક્લાર્કે ઝેર ખાધુ:અત્યાર સુધીમાં રૂપિયા 85 લાખ કિંમતની રોકડ મળી;નોટ ગણવા માટે મશીન મંગાવવું પડ્યું

ભોપાલ13 દિવસ પહેલા

મધ્ય પ્રદેશના ભોપાલમાં બુધવારે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્કના ઘરે ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ દરોડા પાડ્યા છે. દરોડા સમયે ક્લાર્ક હીરો કેસવાનીએ ઝેર ખાઈ લીધું. અત્યાર સુધીમાં આ ક્લાર્કની કરોડોની સંપત્તિ હોવાની માહિતી સામે આવી છે.મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં તેની કિંમત રૂપિયા 4 કરોડથી વધારે માનવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં 3 કાર, 1 સ્કૂટર, બેરાગઢ વિસ્તારમાં રૂપિયા 1.5 કરોડના મકાનની ભાળ મળી છે. સતપુડા ભવનમાં છઠ્ઠા માળે તેમનું કાર્યાલય આવેલું છે. અત્યારે કેસવાની આયુષ્યમાન ભારત યોજના તથા સ્વશાસી સંસ્થા સેક્શનમાં કામકાજ જોઈ રહ્યા છે.

ભોપાલમાં ક્લાર્કના ઘરેથી રૂપિયા 85 લાખ રોકડા મળ્યા
ભોપાલમાં ક્લાર્કના ઘરેથી રૂપિયા 85 લાખ રોકડા મળ્યા

રૂપિયા 4 હજાર વેતનથી નોકરીની શરૂઆત થયેલી
હીરો કેસવાનીએ રૂપિયા 4 હજારના વેતનથી શરૂઆત કરી હતી. સાતમા વેતનપંચના અમલીકરણ બાદ રૂપિયા 50 હજાર વેતન મળતું હતું. મોટાભાગની સંપત્તિ પત્નીના નામે મળી છે. ઝેર પીધા બાદ કેસવાનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા અત્યારે તેમની તબિયત જોખમની બહાર હોવાનું જાણવા મળ્યું છે.

ભોપાલમાં ક્લાર્કના ઘરે કાર્યવાહી કરતી EOW ટીમ
ભોપાલમાં ક્લાર્કના ઘરે કાર્યવાહી કરતી EOW ટીમ

જબલપુરનો આસિસ્ટન્ટ એન્જીનિયર કરોડોની સંપત્તિનો માલિક
જબલપુર નગર નિગમમાં આસિસ્ટન્ટ એન્જીનિયરના ઘરે પણ બુધવારે સવારે EOWના દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં એન્જીનિયર પાસેથી આવક કરતા વધારે કરોડોની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. EOWના SP દેવેન્દ્ર સિંહે જણાવ્યું કે આદિત્ય શુક્લા જબલપુર નગર નિગમમાં આસિસ્ટન્ટ એન્જીનિયર છે. એન્જીનિયરે તેમની નોકરી દરમિયાન જે પ્રોપર્ટી બનાવી તે તેમની આવક કરતાં 203% વધારે છે.

EOWની ટીમે બુધવારે સવારે જબલપુરમાં એન્જીનિયરના ઘરે દરોડા પાડ્યા
EOWની ટીમે બુધવારે સવારે જબલપુરમાં એન્જીનિયરના ઘરે દરોડા પાડ્યા
આસિસ્ટન્ટ એન્જીનિયરને મોંઘી ગાડીનો ખૂબ શોખ છે
આસિસ્ટન્ટ એન્જીનિયરને મોંઘી ગાડીનો ખૂબ શોખ છે
આદિત્ય શુક્લા જબલપુર નગર નિગમમાં આસિસ્ટન્ટ એન્જીનિયર છે
આદિત્ય શુક્લા જબલપુર નગર નિગમમાં આસિસ્ટન્ટ એન્જીનિયર છે
અન્ય સમાચારો પણ છે...