આવક મર્યાદા:EWS માટે રૂપિયા આઠ લાખની આવકનો માપદંડ જ રહેશે: કેન્દ્ર

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NEET-PG મુદ્દે કેન્દ્રનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું
  • કેન્દ્રે નવા માપદંડો માટે સમિતિની ભલામણોની સ્વીકારી

કેન્દ્ર સરકાર નીટ પીજી કાઉન્સિલિંગમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના નિર્ધારણ માટે 8 લાખ રૂપિયા વાર્ષિકની હાલની આવક મર્યાદા આ વર્ષે બરકરાર રાખશે. કેન્દ્ર સરકારે આ વિશે સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં આ જાણકારી આપી છે. સરકારે કહ્યું, ત્રણ સભ્યોની સમિતિની ભલામણો મુજબ 8 લાખ કે તેનાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને જ ઇડબલ્યૂએસ કોટાનો લાભ મળી શકે છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ આર. સુબ્રમણ્યમ તરફથી દાખલ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે પૂર્વ નાણા સચિવ અજય ભૂષણ, આઇસીએસએસઆરના સભ્ય સચિવ વી.કે. મલ્હોત્રા અને કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સન્યાલની કમિટીની રચના કરી આ વિશે રિપોર્ટ માગ્યો હતો.

કમિટીએ 31 ડિસેમ્બરે રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો છે. કોર્ટે ઓબીસી માટે 27 ટકા અને ઇડબલ્યૂએસ માટે 10 ટકા અનામત આપવાને મામલે દાખલ અરજી પર સુનાવણી કરતાં નીટ પીજીના કાઉન્સેલિંગ પર રોક લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે ઇડબલ્યૂએસ માટે 8 લાખની આવક મર્યાદા નક્કી કરતાં પહેલા સરકારે કોઈ અધ્યયન કર્યું છે? હવે આ મામલામાં 6 જાન્યુઆરીએ સુનાવણી થશે.

અન્ય સમાચારો પણ છે...