તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rs 5.5 Lakh Was Spent On A Hut Built In A Hotel On Abu Road, Including Huts Are Sold For Lakhs

લાખોની ઝૂંપડી બનાવતું દંપતી:આબુ રોડની એક હોટલમાં બનેલી ઝૂંપડી પાછળ 5.5 લાખ રૂપિયા ખર્ચાયા, ઝૂંપડીઓ સહિત હોટલ-બંગલા માટે લાખોમાં વેચાય છે

મંડાર (સિરોહી)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડિઝાઇનર ઝૂંપડી બનાવતા રમેશ અને તેમનાં પત્ની. - Divya Bhaskar
ડિઝાઇનર ઝૂંપડી બનાવતા રમેશ અને તેમનાં પત્ની.
  • વાંસફોડિયા કહેવાતા સિરોહીના રમેશ જોગીએ વાંસની ઘરેલુ વસ્તુઓને બદલે નવો ટ્રેન્ડ અપનાવી નસીબ ચમકાવ્યું
  • ઝૂંપડામાં રહીને ડિઝાઇનરે આફતને અવસરમાં ફેરવી નાખી

ઝૂંપડામાં રહીને અભાવોવાળું જીવન ગાળતા રમેશ જોગીએ આફતને અવસરમાં ફેરવી નાખી છે. પતિ-પત્ની હવે વાંસની ડિઝાઇનર ઝૂંપડીઓ બનાવે છે, જેની બંગલા કે હોટલોમાં ભારે માગ છે. આવી ઝૂંપડીનો એવો ક્રેઝ છે કે આબુ રોડ પર એક ઝૂંપડી સાડાપાંચ લાખ રૂ.માં વેચાઈ ચૂકી છે.

ડુપ્લેક્સ અને બે માળની પણ ઝૂંપડીઓ.
ડુપ્લેક્સ અને બે માળની પણ ઝૂંપડીઓ.

25 વર્ષ પહેલાં આ કામ શીખ્યા હતા
ગ્રામપંચાયત સોનાનીના પીથાપુરા જવાના રસ્તે 20 વર્ષથી ઝૂંપડામાં રહેતા રમેશ કુમાર જોગીની ઓળખ વાંસફોડિયા તરીકેની છે, કેમ કે આ પરિવાર વર્ષોથી વાંસની ગૃહોપયોગની છાબડી જેવી વસ્તુઓ બનાવતો હતો. 50-100 રૂ. કમાવી આપતી આ વસ્તુઓની હવે ગામડાંમાં પણ ડિમાન્ડ નથી. આ સ્થિતિમાં 5 દીકરી અને 2 દીકરા સહિતના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું. રમેશના જણાવ્યા મુજબ, તેઓ આ કામ 25 વર્ષ પૂર્વે જયપુર અને ઉદયપુરમાં સંબંધીઓને ત્યાં શીખ્યા હતા. મંડારમાં વાંસનો થોડો જથ્થો મળી જાય છે પણ વધારે ઓર્ડર હોય તો આસામથી મગાવાય છે.

ડિઝાઇનર ઝૂંપડીની વધુ એક તસવીર.
ડિઝાઇનર ઝૂંપડીની વધુ એક તસવીર.

10 દિવસમાં ઝૂંપડી તૈયાર, ગુજરાત સુધી ડિમાન્ડ
ઝૂંપડીઓની ડિઝાઇન એવી હોય છે કે વરસાદના છાંટા પણ અંદર નથી આવતા કે વાવાઝોડામાં પણ નુકસાન નથી થતું. માઉન્ટ આબુ તેમ જ ગુજરાતના પાલનપુર, મહેસાણા, સિદ્ધપુર સહિતનાં સ્થળોએ હોટલ, ઢાબા, ફાર્મ હાઉસ તેમ જ બંગલામાં મૂકવા માટે આવી ઝૂંપડીઓની ડિમાન્ડ રહે છે. એક ઝૂંપડી તૈયાર કરતાં ઓછામાં ઓછા 10 દિવસ લાગે છે. એના નિર્માણ અને રંગોની સજાવટમાં રમેશ કુમારને તેમના પત્ની ઉગમ દેવી પણ મદદ કરે છે.

અગાઉ ઢાબા માટે વેચાતી રમેશની ઝૂંપડીઓ હવે હોટલો સુધી પહોંચી
રમેશે બનાવેલી ઝૂંપડીઓ શરૂઆતમાં ગામ-કસ્બાના ઢાબા માટે વેચાતી હતી. ધીમે-ધીમે એની માગ મોટી હોટલો સુધી પહોંચી. રમેશે પણ ડિઝાઇનમાં ફેરફાર કર્યા અને હોટલ-બંગલામાં માગ વધતી ગઇ. મારવાડી, શાહી શૈલીની આ ઝૂંપડીઓ કોઇપણ પ્રકારની મશીનરીની મદદ વિના બને છે. હવે 45 હજારથી સાડાપાંચ લાખ રૂ. સુધીની ઝૂંપડીઓના ઓર્ડર મળવા લાગ્યા છે. પરિવાર મહિને 60 હજાર રૂ. કમાઇ લે છે.

અન્ય સમાચારો પણ છે...