સિલિન્ડરના ભાવમાં રૂ. 50નો વધારો:LPG સિલિન્ડર મોંઘું થયું, અમદાવાદમાં હવે 1060માં મળશે, આજથી નવા ભાવ લાગુ

નવી દિલ્હીએક મહિનો પહેલા

ફરી એકવાર સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. 14.2 કિલોવાળા રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં એલપીજી સિલિન્ડર 1053 રૂપિયામાં મળશે, જ્યારે કોલકાતામાં રૂ. 1079 અને ચેન્નઇમાં રૂ. 1068.50 આજથી મળશે. 14.2 kgવાળા સિલિન્ડરની સાથે સાથે નાના 5 kg ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. એની કિંમતમાં 18 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.

50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.
50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ, 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ઘટાડવામાં આવ્યો છે. પ્રતિ સિલિન્ડર એની કિંમતમાં 8.50 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે આ રાહત વધારે નથી, કારણ કે થોડા દિવસો પહેલાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો.

14.2 કિલોવાળા રાંધણગેસના સિલિન્ડરના નવા ભાવ 6 જુલાઈથી લાગુ થઈ ગયા છે, એટલે કે આજે તમે સિલિન્ડર બુક કરાવો છો તો તમારે હવે 1003 રૂપિયાને બદલે 1053 રૂપિયા ચૂકવવા પડશે.

14.2 કિલોવાળા રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
14.2 કિલોવાળા રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

જોતજોતાંમાં જ 899.50 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગયા
22 માર્ચ, 2022ના રોજ રાંધણગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને એનો ભાવ 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગયો હતો, પરંતુ મોંઘવારી આટલે જ અટકી નહોતી અને ફરીથી 7 મે, 2022ના રોજ રાંધણગેસના ભાવમાં ફરી એક વખત રૂ. 50 વધારવામાં આવ્યા. આ વધારા પછી રાંધણગેસ સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયાથી વધીને 999.50 રૂપિયા થઈ ગઈ હતી.

જાણો તમારા શહેરમાં રાંધણગેસના સિલિન્ડરનો ભાવ કેટલો થયો

શહેર

અગાઉના ભાવ

નવો ભાવ

લેહ

1249

1299

શ્રીનગર

1119

1169

પટના

1092.5

1142.5

કન્યા કુમારી

1087

1137

આંદામાન

1079

1129

રાંચી

1060.5

1110.5

શિમલા

1047.5

1097.5

ડિબ્રુગઢ

1045

1095

લખનઉ

1040.5

1090.5

ઉદયપુર

1034.5

1084.5

ઇન્દોર

1031

1081

કોલકાતા

1029

1079

દેહરાદૂન

1022

1072

ચેન્નઈ

1018.5

1068.5

આગ્રા

1015.5

1065.5

ચંદીગઢ

1012.5

1062.5

વિશાખાપટ્ટનમ

1011

1061

અમદાવાદ

1010

1060

ભોપાલ

1008.5

1058.5

જયપુર

1006.5

1056.5

બેંગલુરુ

1005.5

1055.5

દિલ્હી

1003

1053

મુંબઈ

1002.5

1052.5

આઇઝોલ

1155

1205

અન્ય સમાચારો પણ છે...