તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rs 2 Crore Was Hidden In The Bonnet Of The Car, If The Engine Of The Car Caught Fire, 500 Notes Started Flying On The Road

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MP:કારના બોનેટમાં છુપાવીને લઈ જતા હતા રૂપિયા 2 કરોડ, કારના એન્જિનમાં આગ લાગી તો રસ્તા પર ઊડવા લાગી 500ની નોટો

મધ્યપ્રદેશએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મધ્યપ્રદેશ પોલીસે 1.74 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. - Divya Bhaskar
મધ્યપ્રદેશ પોલીસે 1.74 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

મધ્યપ્રદેશના સિવની-નાગપુર હાઇવે પર અજબ નજારો જોવા મળ્યો હતો. સિવની જિલ્લાના બનહાની ગામના લોકોએ જોયું કે 500 રૂપિયાની અડધી સળગી ગયેલી નોટો કારમાંથી ઊડીને નીકળી રહી હતી. બાદમાં આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

500 રૂપિયાની નોટો રસ્તા પર ઊડવા​​​​ લાગી
પોલીસના જણાવ્યા મુજબ, કારના એન્જિનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, કારમાં સવાર લોકોએ બોનેટ ખોલ્યું અને એન્જિન ચેક કર્યું. એ જ સમયે અડધી સળગેલી નોટો રસ્તા પર ઊડવા​​​​ લાગી હતી. સિવની ડિસ્ટ્રિક્ટ પોલીસે આ કેસમાં ઉત્તરપ્રદેશમાં રહેતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1.74 કરોડ રૂપિયાની સલામત રહેલી નોટો જપ્ત કરવામાં આવી છે. આ આરોપીઓએ દાવો કર્યો હતો કે તેઓ બોનેટમાં આશરે બે કરોડ રૂપિયા લઇને જઈ રહ્યા હતા.

કુરાઈ પોલીસ મથકના એસએચઓ મનોજ ગુપ્તાએ આખી ઘટના બાબતે જણાવ્યું હતું. ગુપ્તાના જણાવ્યા અનુસાર, "કારમાં સવાર લોકો બોનેટમાં છુપાવીને ચલણી નોટો લઇ જતા હતા, જેથી રસ્તામાં ક્યાંક તપાસ કરવામાં આવે તોપણ પોલીસની નજરમાં નોટો પર ન જાય, પરંતુ એન્જિનમાં આગ લાગી. જ્યારે કારને રોકીને બોનેટ ખોલ્યું તો અડધી સળગેલી ચલણી નોટ તીવ્ર પવનને કારણે રસ્તા પર ઊડવા લાગી હતી. આ જોઈને સ્થાનિક લોકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી.”

પોલીસે ત્રણેય આરોપીની ઓળખ કરી
પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ કારમાં સવાર લોકો ત્યાંથી નાસી છૂટયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેને હાઇવે પોલીસે તેમને ઝડપી લીધા હતા. સ્થાનિક લોકોમાંથી કોઈએ કારનો નંબરની નોંધ કરી લીધી હતી. પોલીસે કારના નંબર પરથી તપાસ કરતાં એ કારનો રજિસ્ટ્રેશન નંબર મુંબઇનો હતો. પોલીસે ત્રણેય આરોપીની ઓળખ કરી છે, જે તમામ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેમાંથી બે જૌનપુરના છે - સુનીલ અને ન્યાસ. ત્રીજા આરોપીની ઓળખ આઝમગઢના હરિઓમ તરીકે થઈ હતી. પોલીસ દ્વારા આરોપીઓ દ્વારા ઉલ્લેખિત સરનામાંને લઈને તપાસ કરી રહી છે.

આરોપીના કહેવા મુજબ, તેઓ સોનાના દાગીના ખરીદવા માટે વારાણસીથી મુંબઇ આવી આટલી મોટી રકમ લઈ જઈ રહ્યા હતા. તેમનો પ્લાન આ માર્ગ પરથી જ કાર દ્વારા પરત ફરવાનો હતો.

તમામ રૂપિયા વારાણસીના જ્વેલર્સના
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ દાવો કર્યો હતો કે ટેક્સ બચાવવા માટે આવું કરવામાં આવી રહ્યું હતું અને તમામ રૂપિયા વારાણસીના જ્વેલર્સના છે. વારાણસીમાં જ્વેલર્સનું સરનામું અને મુંબઇમાં આ રૂપિયા ક્યાં લઈ જવાના હતા એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓનો કોઈ સંબંધ હવાલા નેટવર્ક સાથે તો નથી ને. પોલીસે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓને પણ આ ઘટના બાબતે જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો