તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારે નવા નાણાકીય વર્ષમાં પોણાબે લાખ કરોડ રૂપિયા વિનિવેશથી એકત્રિત કરવાનું લખ્યું રાખ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં BPCL, એર ઈન્ડિયા, કોનકોર અને SCIના વિનિવેશ પર તે મહોર લગાવી શકે છે. વિનિવેશ ગત વર્ષની સરખામણીમાં લગભગ 35 હજાર કરોડ રૂપિયા ઓછું છે. ગત બજેટમાં સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 2.1 લાખ કરોડ રૂપિયા વિનિવેશ દ્વારા એકત્રિત કરવાની જાહેરાત કરી હતી.
1.75 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે પ્લાન તૈયાર
નાણામંત્રીએ જણાવ્યું હતું કે વિનિવેશથી 1.75 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે સરકારની પાસે પ્લાન તૈયાર છે. સરકારે બજેટમાં જણાવ્યું હતું કે કેટલીક સરકારી કંપનીઓમાં વિનિવેશને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે, જે આગામી નાણાકીય વર્ષમાં પૂરો થઈ જશે. ચાલો, જાણીએ સરકારના વિનિવેશમાં કઈ-કઈ કંપનીઓ સામેલ છે.
BPCL, એર ઈન્ડિયા, કોનકોર અને SCIના વિનિવેશ પર મહોર લાગશે
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં BPCL, એર ઈન્ડિયા, કોનકોર અને SCIના વિનિવેશ પર તે મહોર લગાવી શકે છે. આ સિવાય નાણામંત્રીએ જણાવ્યું હતું કે LICનો IPO આગામી નાણાકીય વર્ષમાં લાવવાનો પ્લાન છે, સાથે જ આ સિવાય IDBIમાં વિનિવેશ કરવામાં આવશે. આ સિવાય શેરબજારમાં તેજીને જોતાં કેન્દ્ર સરકાર કેટલાક CPSEમાં હિસ્સો પણ ઓફર ફોર સેલ(OFS) દ્વારા વેચી શકે છે. બીજી તરફ, પ્રાઈવેટાઈઝેશન ડીલ્સ પણ નાણાકીય વર્ષ 2022 સુધીમાં પૂરી થવાનું અનુમાન છે.
BPCL
BPCLમાં હિસ્સો વેચવાથી સરકારને લગભગ 60 હજાર કરોડ રૂપિયા મળી શકે છે. સરકાર એનો 52.98 ટકા હિસ્સો વેચી રહી છે. BPCL દેશની બીજી સૌથી મોટી ઓઈલ કંપની છે અને એની બેલેન્સ શીટ ખૂબ જ મજબૂત છે. કંપની હંમેશાં નફો કમાઈને સરકારને આપે છે.
BPCLના સમગ્ર દેશમાં લગભગ 17,138 પેટ્રોલ પંપ છે. BPCLમાં સરકારનો કુલ 52.98 ટકા હિસ્સો છે. સરકારની પાસે કંપનીના 114.91 કરોડ શેર છે. સરકારે જાહેરાત કરી છે કે BPCLના રણનીતિક ખરીદદારને કંપનીના મેનેજમેન્ટનું નિયંત્રણ પણ ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે માલિકાના હક પણ ખરીદનારની પાસે ચાલ્યા જશે.
એર ઈન્ડિયા
દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયામાંથી સરકાર છુટકારો ઈચ્છે છે. સરકારને આશા છે કે આગામી નાણાકીય વર્ષમાં સરકાર એને વેચવામાં સફળ રહેશે. એર ઈન્ડિયાએ 60074 કરોડ રૂપિયાની લોન ચૂકવવાની થાય છે. જોકે અધિગ્રહણ પછી ખરીદનારે માત્ર 23286 કરોડ રૂપિયા જ ચૂકવવા પડશે. સરકાર આ આંતરરાષ્ટ્રીય કંપનીનો સંપૂર્ણ હિસ્સો વેચવા માટે તૈયાર છે.
LICનો IPO
નાણામંત્રીએ કહ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં સરકાર ઈન્શ્યોરન્સ કંપની LICનો IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. LICમાં હિસ્સો વેચવા માટે સરકારે કાયદામાં થોડો ફેરફાર કરવાની જરૂરિયાત છે. સરકાર LICમાં પોતાનો 25 ટકા હિસ્સો ઘટાડશે. આ હિસ્સો ઘણા તબક્કાઓમાં ઘટશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.