નિવૃત્ત અધિકારીનું મોડલ ગોટ ફાર્મ:રૂ. 1 કરોડનું ટર્નઓવર, વેબસાઈટ પરથી ઓનલાઇન માર્કેટિંગ કરે છે

જયપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોટ ફાર્મ પર 24 કલાક દેખરેખ રાખવી પડે છે.
  • કેન્દ્ર સરકારની યોજના હેઠળ ગોટ ફાર્મ શરૂ કરવા પર 50 લાખની સબસિડી મળે છે

રાજસ્થાનના જયપુર જિલ્લાના અજિત સિંહ ધિલ્લોનના સંઘર્ષ અને સફળતાની કહાની દરેક માટે પ્રેરણાદાયી છે. નિવૃત્તિ બાદ તેમણે મોડલ ગોટ ફાર્મ તૈયાર કર્યું છે. આજે 80 વર્ષીય ધિલ્લોનનું ટર્નઓવર લગભગ 1 કરોડ છે. જયપુરના રહેવાસી અજિત સિંહ ધિલ્લોન 20 વર્ષ પહેલાં ભારત સરકારના કૃષિ વિભાગમાંથી નિવૃત્ત થયા હતા.

નિવૃત્તિ પછી બકરી ઉછેરનું કામ કરવાનું વિચાર્યું. લગભગ 10 વર્ષ પહેલાં 70 વર્ષની ઉંમરે જયપુરના ચિથવાડી પાસેના ચક દગવાડામાં સિરોહી જાતિની 60 બકરીથી ગોટ ફાર્મની શરૂઆત કરવામાં આવી હતી. ધીરે ધીરે તેમની સંખ્યા વધતી ગઈ. કોરોના સમયગાળા દરમિયાન લગભગ 1 હજાર બકરી વેચી દીધી હતી. હાલમાં સોજત જાતિની 300 બકરી અને બકરા છે.

બકરી ઉછેર નફાકારક સોદો બની જાય છે, પરંતુ 24 કલાક મોનિંટરિગ જરૂરી છે
બકરી ઉછેર એ મોટે પાયે નફાકારક સોદો છે, પરંતુ એ સંપૂર્ણ ડેડિકેશન અને વ્યવસ્થાપનની જરૂર છે. ફીડ મેનેજમેન્ટથી લઈને દરેક વસ્તુ પર 24 કલાક દેખરેખ રાખવાની હોય છે. અજિત સિંહ ધિલ્લોન કહે છે કે બકરા ફાર્મ પર 24 કલાક દેખરેખ રાખવી પડે છે. ઘાસચારો અને દાણા આપવાનું સમયપત્રક જાળવવું પડે છે. બીમાર પશુની ઓળખ કરવી એ ખૂબ જ મુશ્કેલ છે. આ કામ ચોવીસ કલાક કરવું પડે છે, ત્યારે એ સોદો નફાનો બની જાય છે.

શેડ બનાવવા પર 15 લાખનો ખર્ચ, સરકાર આપે છે 50 લાખની સબસિડી
સરદાર ગોટ ફાર્મમા હાલમાં 300 જેટલી બકરી છે. હજી આ સંખ્યા વધવાની છે. અજિત સિંહે કહ્યું હતું કે એક શેડ બનાવવાનો ખર્ચ લગભગ 15 લાખ રૂપિયા આવે છે. કોરોના પહેલાં આ સંખ્યા 1000 સુધી પહોંચી ગઈ હતી, પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન માગમાં ઘટાડો થવાને કારણે મોટા પ્રમાણમાં બકરી વેચી દીધી હતી.

ગોટ ફાર્મને ભારત સરકારે નેશનલ લાઈવ સ્ટોક મિશનમાં સામેલ કર્યું છે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ ગોટ ફાર્મનો બિઝનેસ શરૂ કરવા પર 50 લાખની સબસિડી મળે છે. આ માટે ભારત સરકારના પશુપાલન વિભાગની વેબસાઈટ પર જઈને અરજી કરી શકાય છે. રાજસ્થાન સરકારનું પશુપાલન વિભાગ આ યોજનાને કોર્ડિનેટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...