સવા કરોડની લૂંટનો LIVE VIDEO:અલવરની બેન્કમાં હથિયાર વગર ઊભો હતો ગાર્ડ, બેગ ઘટી તો દોઢ કરોડ રૂપિયા મૂકીને ભાગ્યો

અલવરએક મહિનો પહેલા

રાજસ્થાનના અલવરના ભીવાડીમાં સોમવારે થયેલી સવા કરોડની બેન્ક લૂંટના CCTV ફૂટેજ બહાર આવ્યા છે. ફૂટેજમાં 6 લોકો પિસ્તોલ બતાવીને 25 જેટલા બેન્કકર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવતા દેખાઈ રહ્યાં છે. લૂંટારુઓએ બંધક બનાવેલા લોકોને સ્ટ્રોન્ગ રૂમની સામે બેસાડી દીધા હતો. બેગ ઘટવાને કારણે દોઢ કરોડ રૂપિયા લૂંટારુઓ બેન્કમાં જ છોડીને જતા રહ્યાં હતા.

રીકો ચોક ખાતે આવેલી એક્સિસ બેન્કમાંથી 6 હથિયારધારી વ્યક્તિઓ કર્મચારીઓને બંધક બનાવીને 90 લાખ 43 હજાર રૂપિયા અને લગભગ 25 લાખ રૂપિયાનું સોનું લઈ ગયા હતા. જોકે ઉતાવળના કારણે નોટોથી ભરેલી એક બેગ તે ત્યાં જ મૂકીને જતા રહ્યા હતા, જેની ચેન બંધ થઈ શકી નહોતી. લૂંટારુઓએ 16 મિનિટમાં જ લૂંટ કરી હતી. લૂંટારુઓ 9.30 વાગ્યે કેશ-જ્વેલરી લઈને ફરાર થઈ ગયા હતા.

સૌથી પહેલા ગાર્ડને બંધક બનાવ્યો, મેનેજરને માર્યો
બેન્કના ગેટ પર ગાર્ડ મહેશ શર્મા ઉભા હતા. ગાર્ડની પાસે હથિયાર નહોતા, લૂંટારુઓએ અંદર ઘુસતા જ મહેશના માથા પર પિસ્તોલ મૂકી હતી. તે પછીથી બેન્ક મેનેજર અજીત યાદવની ચેમ્બરમા પહોંચ્યા હતા.

મેનેજરે જણાવ્યું કે માત્ર 1 જ મિનિટમાં તમામ સ્ટાફને બંધક બનાવી દીધો. બધાને એક સાથે ઉભા રાખી દીધા અને હાથ ઉંચા કરાવી દીધા. મોબાઈલ પણ છીનવી લીધા. કોઈને શક ન જાય તે માટે એક લૂંટારુ બહાર ઉભો રહ્યો અને એક-એકને બેન્કમાં એન્ટ્રી આપતો ગયો.

બેન્ક મેનેજર અજિત યાદવ, ઓપરેશન હેડ ચિરાગ અને કેશિયર વિવેક પર ગન રાખીને તેમને સ્ટ્રોગ રૂમ તરફ લઈ ગયા. તેમની પાસે જ તાળુ ખોલાવ્યું. સ્ટ્રોગ રૂમથી 2000 અને 500ની નોટોને બેગમાં ભર્યા. કુલ 90.43 લાખ રૂપિયા રોકડા અલગ-અલગ બેગમાં ભરી લીધા. આ સિવાય બેન્કમાં ગીરવે રાખવામાં આવેલી લગભગ 25 લાખ રૂપિયાની સોનાની જવેલરીને પણ લઈ ગયા હતા.

ઘટના દરમિયાન એક લૂંટારુ ગેટ પર ગાર્ડ તરીકે ઉભો રહ્યો હતો અને એક-એક કસ્ટમરને એન્ટ્રી આપી રહ્યો હતો, જેથી કોઈને ખ્યાલ ન આવે.
ઘટના દરમિયાન એક લૂંટારુ ગેટ પર ગાર્ડ તરીકે ઉભો રહ્યો હતો અને એક-એક કસ્ટમરને એન્ટ્રી આપી રહ્યો હતો, જેથી કોઈને ખ્યાલ ન આવે.

ડરને કારણે રડવા લાગ્યા, કાઉન્ટરની નીચે છુપાયા
લૂંટા પછી સ્ટાફે જણાવ્યું કે લૂંટારુઓ ગાર્ડ અને મેનેજર સાથે મારપીટ પણ કરી હતી. હથિયાર બતાવ્યા તો લોકો ડરી ગયા હતા. કેટલાક મહિલા કર્મચારી રડવા લાગ્યાં હતાં. ત્યારે આ લૂંટારુઓએ તેમને રડશો નહિ તેવી સૂચના આપી હતી. અમારી લડાઈ સરકાર સાથે. આ સરકારના પૈસા છે, જે અમે લઈ જઈ રહ્યાં છે. કેટલાક કર્મચારીઓ કાઉન્ટરની નીચે પણ છુપાઈ ગયા હતા. આ દરમિયાન બેન્કમાં 25 કર્મચારી અને ગ્રાહક પણ હતા. આ બધાને બંધક બનાવવામાં આવ્યા હતા.

બેન્ક મેનેજરે જણાવ્યું કે લૂંટારુઓ 2000 અને 500ની મોટા ભાગની નોટો બેગમાં ભરીને લઈ ગયા હતા. 200, 100 અને 50 રૂપિયાની નોટ લઈ જઈ શક્યા નહોતા. લગભગ 1 કરોડ 46 લાખ રૂપિયા તે સ્ટ્રોગ રૂમમાં જ રહ્યાં. જોકે તેમાંથી 93 લાખ રૂપિયા લૂંટારુઓ લઈ ગયા હતા.

આ સ્ટ્રોગ રૂમમાંથી જ આરોપીઓ કરોડો રૂપિયાની કેશ અને ગોલ્ડ લઈ ગયા હતા.
આ સ્ટ્રોગ રૂમમાંથી જ આરોપીઓ કરોડો રૂપિયાની કેશ અને ગોલ્ડ લઈ ગયા હતા.

આરોપીઓની હજી સુધી કોઈ ભાળ મળી નથી
ભિવાડી ASP વિપિન શર્માએ જણાવ્યું કે હાલ પોલીસ આ અંગે કઈ જ કહી શકે તેમ નથી. ટીમ હાલ ઘટનાની તપાસ કરી રહી છે. લૂંટ પછી મેનેજર અજીત યાદવે આ અંગે પોલીસને માહિતી આપી હતી. આ ઘટનાની તપાસ માટે ચાર ટીમ બનાવવામાં આવી છે. હજી સુધી આરોપીઓની કોઈ જ ભાળ મળી નથી. પોલીસનું કહેવું છે કે ઝડપથી લૂંટનો ખુલાસો કરવામાં આવશે. લૂંટારુઓ લૂંટ કરીને હરિયાણા તરફ ભાગી ગયા હોવાની વાત ચર્ચાઈ રહી છે.

6 લૂંટારુ ત્રણ બાઈક પર આવ્યા હતા.
6 લૂંટારુ ત્રણ બાઈક પર આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...