ટ્રેનથી મુસાફરી કરવી એ એક સામાન્ય વાત છે. જોકે એના એન્જિનની નીચે ઘૂસીને 190 કિલોમીટરનું અંતર કાપવું એ એક ચોંકાવનારી બાબત છે. જોકે એક વ્યક્તિએ રાજગીરીથી ગયા સુધીનું 190 કિલોમીટરનું અંતર ટ્રેનની નીચે ઘૂસીને કાપ્યું છે. ગયા રેલવે સ્ટેશન પર ડ્રાઈવર જ્યારે નીચે ઊતર્યો તો એન્જિનની નીચેથી પાણી માગવાનો અવાજ આવ્યો હતો. ડ્રાઈવરને જ્યારે આ વાતની જાણ થઈ તો તેણે આ બાબતે RPFને માહિતી આપી હતી. RPF અને અન્ય લોકોની મદદથી તેને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો.
ઘટના સોમવારની સવારની 4 વાગ્યાની છે. જ્યારે ગયા સ્ટેશન પર રાજગીરી-પટના-ગયા વારાણસી-સારનાથ બુદ્ધપૂર્ણિમા એક્સપ્રેસ આવી પહોંચી હતી. ઘટના પછી વ્યક્તિ ગુમ થઈ ગઈ હતી. ડ્રાઈવરના જણાવ્યા મુજબ, તે ટ્રેનની નીચે સેન્ટ્રલ મોટરની પાસે બેઠો હતો. રેલવેકર્મચારીઓનું કહેવું છે કે જે જગ્યાએ આ વ્યક્તિ બેસીને આવી હતી ત્યાં ઘૂસવું અશક્ય છે. રેલવેકર્મચારીઓ આ વ્યક્તિ ગાડી હોવાનું કહી રહી છે.
એન્જિનની નીચેથી પાણી માગવાનો અવાજ આવ્યો
બુદ્ધપૂર્ણિમા એક્સપ્રેસ રાજગીરીથી પટના થઈને સોમવારે સવારે લગભગ 4 વાગ્યે ત્યાં પહોંચી હતી. ટ્રેનનો ડ્રાઈવર હજી નીચે ઊતરે એ પહેલાં જ કોઈ વ્યક્તિનો પાણી માગવાનો અવાજ સંભળાયો હતો. પાણી માગવાનો અવાજ સાંભળીને તેઓ થોડીવાર માટે ચોંકી ઊઠ્યા હતા. તેમણે ટોર્ચ લઈને ચેક કર્યું તો જાણવા મળ્યું કે અવાજ સેન્ટ્રલ મોટરની નજીકથી આવી રહ્યો હતો.
એન્જિનની નીચે જવું ખૂબ જ મુશ્કેલ છે
આ અંગેની માહિતી તાત્કાલિક ડેપ્યુટી SSને આપવામાં આવી છે. આ સિવાય આ બાબતની માહિતી RPF પોસ્ટને પણ આપવામાં આવી છે. એ પછી RPF અને રેલવેના મુસાફરોની મદદથી કોઈપણ રીતે તે વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી. રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્જિન w A P-7 મોડલ ABB એન્જિન છે. એની નીચે કોઈપણ વ્યક્તિ ખૂબ જ મુશ્કેલથી જઈ શકે છે, ત્યારે એમાં જઈને બેસવું તો ખૂબ જ મુશ્કેલ છે.
બીજી તરફ, આ બાબતે હવે કોઈપણ અધિકારી કંઈ જ કહેવા તૈયાર નથી. એ પાછળનું કારણ એવું છે કે GM હાલ ધનબાદમાં પહોંચી ગયા છે. એવામાં રેલવેના કોઈપણ કર્મચારી કંઈ જ કહેવાથી ઈન્કાર કરી રહ્યા છે.
રાજગીરીના યાર્ડથી બેઠા હશે
રેલવેકર્મચારીના જણાવ્યા મુજબ, ટ્રેન રાજગીરીથી નીકળી હતી. રાજગીરીથી ગયા સુધીમાં ટ્રેન 6 સ્ટેશન પર રોકાય છે. આ જગ્યાઓ પર 2થી 10 સેકન્ડ સુધીનું સ્ટોપ છે. આ દરમિયાન એન્જિનની નીચે જઈને બેસવું શક્ય નથી. રાજગીરીમાં એન્જિન યાર્ડમાં ઊભુ હશે ત્યારે તે બેઠો હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.