• Gujarati News
  • National
  • RPF Constable Rescues A Man Who Was Cut Under A Train While Crossing A Railway Track.

જોખમી બેદરકારી:રેલવેટ્રેક ક્રોસ કરવાની લાયમાં ટ્રેનની નીચે કપાય જાત, RPF કોન્સ્ટેબલે બચાવ્યો જીવ

થાણે6 દિવસ પહેલા

ઉતાવળે કે ખોટી રીતે રેલવે ટ્રેક ક્રોસ કરવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવતા રહે છે, તેમ છતાં આવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે. થોડો સમય માટે શ્વાસ થંભાવી દે તેવી ઘટના મહારાષ્ટ્રના થાણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ.

અહીં એક યુવકે લોકલ ટ્રેનને આવતી જોઈ તેમ છતાં રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો અને પોતાનો જીવ ખતરામાં નાંખી દીધો. આ ચમત્કાર જ ગણો કે તેની આવી હરકતને એક રેલવે પોલીસ ફોર્સ (RPF)ના કોન્સ્ટેબલે જોઈ અને તેને ભારે ચપળતાથી તેને ટ્રેક પરથી ખેંચી લીધો. આ રીતે યુવકનો જીવ બચી ગયો. જો એક સેકન્ડ જેટલું પણ મોડું થયું હોત તો યુવકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.

જીવ બચાવનાર કોન્સ્ટેબલનું સન્માન થશે
આ ઘટના થાણે રેલવે સ્ટેશન પર ગુરુવારે સવારે 7 વાગ્યાને 47 મિનિટ પર પ્લેટફોર્મ 4 પર પિલર નંબર 16 પાસે ઘટી. આ દુર્ઘટનામાં યુવકને સામાન્ય ઈજા થઈ છે. ખોટી રીતે ટ્રેક ક્રોસ કરવાને કારણે યુવકને દંડ ફટકારવામાં આવ્યો છે અને તેનો જીવ બચાવનાર કોન્સ્ટેબલને સન્માનિત કરવામાં આવશે તેવી વાત થઈ રહી છે.

ઓડિશામાં પણ ઘટી હતી આવી ઘટના
આ પહેલાં ઓડિશાના ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર પણ આવી જ એક ઘટના ઘટી હતી, જ્યાં પ્લેટફોર્મ પર ઉતર્યા બાદ મહિલા ચાલતી ટ્રેનમાંથી પડી ગઈ. જો કે ત્યાં હાજર RPFના હેડ કોન્સ્ટેબલે ચપળતા દાખવી વૃદ્ધ મહિલાને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં જતા રોકી દીધા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, અને લોકોએ કોન્સ્ટેબલની ભારે પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...