તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાશ્મીરના પર્યટનની ઓળખ હાઉસબોટ દમ તોડતી જણાઈ રહી છે. દલ સરોવર, નગીન લેક અને ઝેલમ નદી પર તરતા આલિશાન લાકડાના મહેલોની સંખ્યા 20 વર્ષમાં ઘટીને 910 થઈ ગઈ છે. 8 મહિનામાં આવા 10 મહેલ પાણીમાં સમાઈ ગયા છે. હાઉસબોટ માલિક મોહમ્મદ શરીફ કહે છે કે નવી હાઉસબોટ બનાવવા અને જૂની હાઉસબોટના સમારકામ કરવા પર પ્રતિબંધ છે.
મોટા ભાગની હાઉસબોટ 50 વર્ષ જૂની છે અને સમય વીતતા જર્જરિત થતી જઈ રહી છે. અમને સમારકામની છૂટ નથી. આ જ કારણે ફક્ત 910 હાઉસબોટ જ બચી છે. તેમાં પણ મોટા ભાગની સ્થિતિ જર્જરિત થઇ ચૂકી છે અને તેને સમારકામની જરૂર છે. જો આવું જ ચાલતું રહેશે તો એક દાયકા પછી તમને એક પણ હાઉસબોટ જોવા નહીં મળે. 2009માં સરોવરમાં પ્રદૂષણ માટે જવાબદાર ગણાતાં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે હાઉસબોટના સમારકામ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારથી પર્યટન વિભાગની સામે 200 હાઉસબોટનું સમારકામ બંધ છે.
એક અન્ય હાઉસબોટના માલિક બશીર અહેમદ કહે છે કે સરકારો દલ સરોવરની બગડતી જતી પરિસ્થિતિ માટે હાઉસબોટને જવાબદાર ગણે છે. જોકે સત્ય એ છે કે સરોવરની આજુબાજુ સેંકડો હોટલો છે. લાખો લોકોની વસતી છે. હોટલ અને ઘરોનું સીવેજ સીધું દલ સરોવરમાં ખડકાય છે. તે કહે છે કે અમારી હાઉસબોટને સમારકામની જરૂર છે, નહીં તો તે પાણીમાં ડૂબી જશે અને અમે અમારી ઓળખ ગુમાવી દઈશું. પર્યાવરણ કાર્યકર તારીક અહેમદ પતલુ કહે છે કે સરોવરને સાફ રાખવું દરેકની જવાબદારી છે. દરરોજ સીવેજનું 4.2 કરોડ લિટર પાણી દલ સરોવરમાં નખાય છે.
તેમાં હાઉસબોટની ભાગીદારી 1 ટકાથી પણ ઓછી છે. એવામાં ફક્ત હાઉસબોટને જ દુર્દશા માટે જવાબદાર માનવી ઠીક નથી. તંત્રએ દલ સરોવરને બચાવવા 15 વર્ષમાં 1 હજાર કરોડ ખર્ચ્યા છે. સરોવર અને જળમાર્ગ વિકાસ ઓથોરિટીના વાઈરસ ચેરમેન તુફૈલ મટ્ટુ કહે છે કે તંત્રએ હાઉસબોટના સંચાલન માટે નવી પોલિસી બનાવી છે. તમામ હાઉસબોટના નિયમો અને માપદંડોને પૂરા કરતા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નુકસાનગ્રસ્ત હાઉસબોટના સમારકામની પણ જોગવાઈ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.