• Gujarati News
  • National
  • Round Of Agreements Between India And Britain Before The Free Trade Agreement, Billions Of Rupees Will Be Opened For Trade

મુક્ત વેપાર:ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પહેલા ભારત અને બ્રિટન વચ્ચે સમજૂતીઓનો રાઉન્ડ શરુ, અબજો રૂપિયાના વેપારનો માર્ગ ખુલશે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટિશ સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને બિઝનેસ ક્ષેત્રે સુવર્ણ તક ગણાવી છે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે ઈંગ્લેન્ડના વાણિજ્ય મંત્રી એની-મેરી ટ્રેવેલિયન સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પહેલા આ બંને નેતાઓ મળ્યા હતા. પીયૂષ ગોયલે ટ્વીટ કરીને આ મીટિંગની માહિતી આપી હતી. ગોયલે કહ્યું હતું કે મુક્ત વેપાર કરારની શરુઆતથી ભારત અને બ્રિટન બંનેને બિઝનેસ અને વેપારમાં ફાયદો થશે. આ કરાર દ્વારા, બંને દેશો તેમના સંબંધિત વેપાર કાયદાને સરળ બનાવશે અને કસ્ટમ ડ્યુટીને ઘટાડશે આ કરાર રોકાણને પ્રોત્સાહન આપવા અને બંને દેશો વચ્ચે સામાન અને સેવાઓનો વેપાર વધારવા માટે કરવામાં આવી રહ્યો છે.

બ્રિટિશ સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને બિઝનેસ ક્ષેત્રે સુવર્ણ તક ગણાવી
આ પહેલા ગુરુવારે યુકે સરકારે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) શરૂ કરવાની જાહેરાત કરી હતી. બ્રિટિશ સરકારે તેને બિઝનેસ ક્ષેત્રે સુવર્ણ તક ગણાવી હતી. આ પ્રસંગે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ભારત સાથેના આ વેપાર કરારને ઐતિહાસિક જણાવતા કહ્યું કે બંને દેશોનો વેપાર નવી ઊંચાઈઓને સ્પર્શશે. જોનસને વધુમાં કહ્યું હતુ કે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સ્કોચ વ્હિસ્કી, નાણાકીય સેવાઓ અને રિન્યૂએબલ એનર્જી સાથે જોડાયેલ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી તકો ઉમેરાશે.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અથવા FTA પહેલા, ભારત અને બ્રિટન વચ્ચે અલગ-અલગ રાઉન્ડના કરાર થઈ રહ્યા છે અને આ માટે બંને દેશોના વાણિજ્ય મંત્રીઓ બેઠક કરી રહ્યા છે. વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ આવતા અઠવાડિયે પૂર્ણ થવાની ધારણા છે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે આ સમજૂતી બાદ બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શરૂ કરવા માટે સત્તાવાર વાતચીત શરૂ થશે.

બોરિસ જોનસને શું કહ્યું
બોરિસ જોનસનના જણાવ્યા અનુસાર, ભારતની ઝડપી અર્થવ્યવસ્થાથી બ્રિટનના વેપાર, કામદારો અને ઉપભોક્તાઓને ખૂબ જ લાભ થશે. એક તરફ ભારત સાથે બ્રિટનની ભાગીદારી સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે તો બીજી તરફ બ્રિટનમાં એક સ્વતંત્ર વેપાર નીતિને કારણે નવી નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે. લોકોની કમાણી અને પગાર વધી રહ્યો છે અને નવી-નવી ટેકનોલોજી તેનું સ્થાન લઈ રહી છે.

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
યુકેના વાણિજ્ય પ્રધાન મેરી ટ્રેવેલિયન દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલને મળ્યા હતા અને બંને દેશો વચ્ચેના સંબંધો વિશે જણાવ્યું હતુ. આ બેઠક પહેલા મેરી ટ્રેવેલિયને કહ્યું હતું કે, 2050 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે, જેમાં લગભગ 2500 લાખ દુકાનદારો હશે. અમે અમારા મહાન બ્રિટિશ ઉત્પાદકો અને નિર્માતાઓ માટે ખાદ્ય અને પીણાથી લઈને સેવાઓ અને ઓટોમોટિવ સુધીના અનેક ઉદ્યોગોમાં આ વિશાળ નવું બજાર ખોલવા માંગીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...